Get The App

બિહાર SIRના ડ્રાફ્ટમાંથી રદ કરાયેલા 65 લાખ લોકો કોણ છે, ત્રણ દિવસમાં વિગત આપો: સુપ્રીમ કોર્ટનો ચૂંટણીપંચને આદેશ

Updated: Aug 6th, 2025

GS TEAM

Google News
Google News
બિહાર SIRના ડ્રાફ્ટમાંથી રદ કરાયેલા 65 લાખ લોકો કોણ છે, ત્રણ દિવસમાં વિગત આપો: સુપ્રીમ કોર્ટનો ચૂંટણીપંચને આદેશ 1 - image


Supreme Court On Bihar SIR: સુપ્રીમ કોર્ટે બુધવારે ચૂંટણી પંચને બિહાર SIR ડ્રાફ્ટમાંથી બહાર કાઢવામાં આવેલા મતદારોની યાદીની વિગતો નવ ઓગસ્ટ (શનિવાર) સુધી રજૂ કરવા આદેશ આપ્યો છે. જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાં, જસ્ટિસ એન. કોટિશ્વર સિંહની બેન્ચે ચૂંટણી પંચના વકીલને કહ્યું છે કે, ચૂંટણી પંચ દૂર કરવામાં આવેલા 65 લાખ મતદારોની વિગતો રજૂ કરે, તેમજ તેને બિનસરકારી સંગઠન એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) સમક્ષ રજૂ કરે. 

બિહારમાં મતદારોની યાદીનું વિશેષ ગહન પુનઃનિરીક્ષણનું નિર્દેશ કરનારા ચૂંટણી પંચના 24 જૂનના સૂચનને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો છે. અરજીમાં એડીઆરે જણાવ્યું હતું કે, જેમનું નામ મતદારોની યાદીમાંથી દૂર કરવામાં આવ્યુ હોય, તેમની વિગતો કારણ સાથે રજૂ કરો કે, તેઓ મૃત છે, પલાયન કરી ગયા છે અથવા અન્ય કોઈ કારણસર તેમના નામ પર વિચારણા થઈ રહી નથી.

પ્રશાંત ભૂષણે કરી દલીલ

એડીઆર તરફથી રજૂ વકીલ પ્રશાંત ભૂષણને કહ્યું કે, નામ દૂર કરવા બદલનું કારણ દર્શાવવામાં આવે, કારણકે આ માત્ર એક ડ્રાફ્ટ યાદી છે.રાજકીય પક્ષોને દૂર કરવામાં આવેલા મતદારોની યાદી આપવામાં આવી છે. પરંતુ કારણ જણાવ્યું નથી. વધુમાં બેન્ચે આરોપ લગાવ્યો હતો કે, મતગણતરી ફોર્મ ભરનારા 75 ટકા મતદારોએ 11 દસ્તાવેજોની યાદીમાં ઉલ્લેખિત કોઈપણ સહાયક દસ્તાવેજો રજૂ કર્યા નથી અને તેમના નામ ચૂંટણી પંચના બૂથ લેવલ ઓફિસર (BLO)ની ભલામણ પર સામેલ કરવામાં આવ્યા હતા. 

આ પણ વાંચોઃ હવે ACની જેમ ગેસની સગડી માટે કેન્દ્ર સરકારે સ્ટાર રેટિંગ નક્કી કર્યા, જાણો નિયમ ક્યારથી લાગુ થશે?

પ્રભાવિત પ્રત્યેક મતદારોનો સંપર્ક કરાશે

બેન્ચે ચૂંટણી પંચના વકીલને કહ્યું, 'અમે દરેક પ્રભાવિત મતદારનો સંપર્ક કરીશું અને જરૂરી માહિતી મેળવીશું. તમે (ચૂંટણી પંચ) શનિવાર સુધીમાં જવાબ દાખલ કરો, પછી અમે જોઈશું કે શું જાહેર થયું છે અને શું નથી. 12 ઓગસ્ટના રોજ ચૂંટણી પંચના 24 જૂનના આદેશને પડકારતી અરજીઓ પર સુનાવણી શરૂ થઈ રહી છે અને NGO તે દિવસે આ મામલે દાવા કરી શકે છે.

12 ઓગસ્ટે થશે આગામી સુનાવણી

ચૂંટણી પંચને કાયદા અનુસાર કાર્ય કરતી બંધારણીય સત્તા તરીકે વર્ણવતા સુપ્રીમ કોર્ટે 29 જુલાઈના રોજ કહ્યું હતું કે જો બિહારમાં મતદાર યાદીના SIR માં મોટા પાયે નામો કાઢી નાખવામાં આવ્યા હશે, તો તે તાત્કાલિક હસ્તક્ષેપ કરશે. બિહારમાં ચૂંટણી પંચની SIR પ્રક્રિયાને પડકારતી અરજીઓ પર વિચાર કરવા માટે બેન્ચે સમય મર્યાદા નક્કી કરી હતી અને કહ્યું હતું કે આ મુદ્દા પર 12 અને 13 ઓગસ્ટના રોજ સુનાવણી કરવામાં આવશે.

બિહાર SIRના ડ્રાફ્ટમાંથી રદ કરાયેલા 65 લાખ લોકો કોણ છે, ત્રણ દિવસમાં વિગત આપો: સુપ્રીમ કોર્ટનો ચૂંટણીપંચને આદેશ 2 - image

Tags :