Get The App

છૂટાછેડા લેવા આવેલા દંપતીને સુપ્રીમ કોર્ટે 'ડિનર ડેટ' પર જવા આપી સલાહ, કહ્યું- 'તમારું ત્રણ વર્ષનું બાળક છે...'

Updated: May 27th, 2025

GS TEAM


Google News
Google News
Supreme Court Advice to Divorcing Couple


Supreme Court Advice to Divorcing Couple: સોમવારે સુપ્રીમ કોર્ટે છૂટાછેડા લેવા આવેલા દંપતીને દરેકના હૃદયને સ્પર્શી જાય એવી સલાહ આપી હતી. કોર્ટે દંપતીને તેમના મતભેદો અંગે ચર્ચા કરવા અને કોર્ટરૂમની બહાર શાંત વાતાવરણમાં તેમને ઉકેલવાની સલાહ આપી હતી. આ સાથે જ કોર્ટે દંપતીને ડિનર ડેટ પર જવા પણ કહ્યું કારણ કે તેમના આ મતભેદોની અસર તેમના ત્રણ વર્ષના બાળક પર પણ પડી શકે છે. આથી સમયસર ઉકેલ લાવવો જરૂરી છે. 

મતભેદોની અસર ત્રણ વર્ષના બાળક પર પડી શકે છે

આ મામલો જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની બેન્ચ સમક્ષ હતો. ફેશન ઉદ્યોગસાહસિક પત્નીએ તેના ત્રણ વર્ષના પુત્રને વિદેશ પ્રવાસ પર લઈ જવાની પરવાનગી માંગી હતી. દંપતીના છૂટાછેડાનો કેસ પહેલાથી જ ચાલી રહ્યો છે અને બંને તેમના પુત્રની કસ્ટડી માટે કાનૂની લડાઈ પણ લડી રહ્યા છે. આથી કોર્ટે ચિંતા વ્યક્ત કરી કે દંપતી વચ્ચે ચાલી રહેલા વિવાદની અસર બાળક પર પણ પડશે, જે તેના માટે સારું નથી. આથી કોર્ટે દંપતીને બાળકના ભવિષ્ય અંગે વિચારીને આ વાત પર ધ્યાન આપવાની સલાહ પણ આપી.

આ પણ વાંચો: રાજ્યસભામાં વધશે વિપક્ષનો 'પાવર', 8 બેઠકો પર ચૂંટણી બાદ બદલાઈ જશે સમીકરણ

સુપ્રીમ કોર્ટે 'ડિનર ડેટ' પર જવા આપી સલાહ

બેન્ચે દંપતીને કહ્યું, 'તમને ત્રણ વર્ષનું બાળક છે. બંને પક્ષો વચ્ચે અહંકારની શું વાત!  અમારી કેન્ટીન આ માટે પૂરતી સારી નથી, પણ અમે તમને બીજો ડ્રોઈંગ રૂમ આપીશું. આજે રાત્રે ડિનર પર જાઓ. કોફી પર ઘણી ચર્ચા થઈ શકે છે. ભૂતકાળને કડવી ગોળીની જેમ ગળી જાઓ અને ભવિષ્ય વિશે વિચારો.'

સુપ્રીમ કોર્ટે સકારાત્મક પરિણામની આશા સાથે કેસની સુનાવણી મંગળવાર સુધી મુલતવી રાખી છે. બેન્ચે કહ્યું, 'અમે બંને પક્ષોને એકબીજા સાથે વાત કરવા અને કાલે કોર્ટમાં હાજર થવાનો નિર્દેશ આપીએ છીએ...'

છૂટાછેડા લેવા આવેલા દંપતીને સુપ્રીમ કોર્ટે 'ડિનર ડેટ' પર જવા આપી સલાહ, કહ્યું- 'તમારું ત્રણ વર્ષનું બાળક છે...' 2 - image

Tags :