જલ્લીકટ્ટુ, બળદ ગાડા દોડ, કંબાલા રમતોને સુપ્રીમ કોર્ટની મંજૂરી
સુપ્રીમે આ રમતો પર પ્રતિબંધ મૂકવાની માગ કરતી અરજીઓ ફગાવી
તમિલનાડુ, મહારાષ્ટ્ર, કર્ણાટકના રાજકીય પક્ષોએ ચુકાદાનું સ્વાગત કર્યુ જ્યારે પ્રાણીના અધિકાર કાર્યકર્તાઓનો વિરોધ

નવી દિલ્હી,
તા. ૧૪
સુપ્રીમ કોર્ટમાંથી તમિલનાડુ, મહારાષ્ટ્ર અને કર્ણાટક અંગે મોટા સમાચાર આવ્યા છે. તમિલનાડુની
જલ્લીકુટ્ટી, મહારાષ્ટ્રની
બેલગાડી દોડ અને કર્ણાટકના કંબાલાને સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી દીધી છે.
સુપ્રીમ કોર્ટમાં આ રમતો વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી હતી.
આ અરજીઓમાં જણાવવામાં આવ્યું હતું કે આ રમતોમાં પશુઓ સાથે ક્રૂરતા આચરવામાં આવતી હોવાથી
તેના પર પ્રતિબંધ મૂકવામાં આવે.
આ અરજીઓમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે સંસદે પશુ
ક્રૂરતા નિરોધક કાયદો બનાવ્યો હોવા છતાં રાજ્યોએ તેમાં સંશોધન કરી સંસદના અધિકાર
ક્ષેત્રમાં દખલગીરી કરી છે. જો કે સુપ્રીમ
કોર્ટે આ તમામ દલીલોેને ફગાવી આ રમતોને મંજૂરી આપી છે.
તમિલનાડુમાં સાંડને અંકુશમાં રાખવાની રમત જલ્લીકટ્ટુ તરીકે
ઓળખાય છે. તેવી જ રીતે મહારાષ્ટ્રમાં બળદગાડા દોડ બેલગાડી દોડ તરીકે ઓળખાય છે.
જ્યારે કર્ણાટકમાં ભેેંસોની દોડ કમ્બાલા તરીકે ઓળખાય છે.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે રાજ્યોએ પશુઓ સાથે ક્રૂરતા ન
થાય તે માટે યોગ્ય પગલા લીધા છે. સંસ્કૃતિનું સંરક્ષણ અને પશુઓની પરંપરાગત જાતિઓનું
સંવર્ધન પણ રાજ્ય સરકારની જવાબદારી છે. જેના આધારે કાયદામાં સંશોધન કરવું ખોટું નથી.
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો આ રમતો દરમિયાન
કોઇ પશુ સાથે ક્રૂરતા થાય છે તો તેની વિરુદ્ધ સરકારને જરૃરી કાયદાકીય કાર્યવાહી કરવાની
રહેશે.
રાજ્યોના રાજકીય પક્ષોએ સુપ્રીમ કોર્ટના આ ચુકાદાનું સ્વાગત
કર્યુ છે. જ્યારે પ્રાણીઓના અધિકારો માટે કાર્ય કરતા સંગઠનોએ આ ચુકાદા સામે વિરોધ
નોંધાવ્યો છે.

