સુદર્શન સદી તો પડ્ડીકલ બેવડી સદી ચૂક્યો, યશ-વોશિંગ્ટનની ફિફ્ટી... ભારત-Aની ન્યૂઝીલેન્ડ-A સામે મજબૂત લીડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India A Vs New Zealand A Test Match : ભારત-A અને ન્યુઝીલેન્ડ-A વચ્ચે રમાઈ રહેલી પ્રથમ અનઓફિશિયલ ટેસ્ટ મેચમાં પ્રથમ ઈનિંગમાં માત્ર 113 રનમાં સમેટાઈ ગયેલી ભારત-A ટીમે બીજી ઈનિંગમાં શાનદાર વાપસી કરી છે. દેવદત્ત પડ્ડીકલની વિસ્ફોટક ઈનિંગ્સ, સાઈ સુદર્શનના 91 રન ઉપરાંત યશ રાઠોડ અને વોશિંગ્ટન સુંદરની અડધી સદીઓની મદદથી ભારત-A ટીમે ત્રીજા દિવસના અંત સુધીમાં 8 વિકેટે 488 રન બનાવીને 284 રનની મજબૂત લીડ મેળવી લીધી છે. ન્યુઝીલેન્ડ-Aની ટીમ પ્રથમ ઈનિંગમાં 317 રન બનાવી શકી હતી.
ભારત-A પ્રથમ ઈનિંગ : માત્ર 113 રનમાં ટીમ સમેટાઈ
ભારત-A ટીમની પ્રથમ ઈનિંગ્સ ખૂબ જ નિરાશાજનક રહી હતી. યશસ્વી જયસ્વાલ 45 બોલમાં 17 રને, કેએલ રાહુલ શૂન્ય રને, દેવદત્ત પડ્ડીકલ 77 બોલમાં 32 રને, સાઈ સુદર્શન શૂન્ય રને, કેપ્ટન ધ્રુવ જુરેલ 13 બોલમાં 1 રને આઉટ થયો હતો. જ્યારે યશ રાઠોડ 49 બોલમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે અણનમ 44 રન ફટકાર્યા હતા. વોશિંગ્ટન સુંદર શૂન્ય રને, અંશુલ કંબોજે 13 બોલમાં 10 રને અને આકિબ નબીએ 5 બોલમાં 5 રને આઉટ થયો હતો. સમગ્ર ટીમ 39.3 ઓવરમાં 113 રને ઓલઆઉટ થઈ ગઈ હતી.
ન્યુઝીલેન્ડ-A બોલિંગ પ્રથમ ઈનિંગ : સાયમન કીને ઝડપી 5 વિકેટ
ન્યુઝીલેન્ડ-A તરફથી ફ્રેઝર શીટે 1 વિકેટ, સાયમન કીને 5 વિકેટ, ક્રિસ્ટિયન ક્લાર્કે 1 વિકેટ, ઝેક ગિબ્સને 3 વિકેટ ઝડપી હતી.
ન્યુઝીલેન્ડ-A પ્રથમ ઈનિંગ: 317 રનમાં ઓલઆઉટ
ન્યુઝીલેન્ડ-Aની પ્રથમ ઈનિંગમાં રાઈસ મારિયુએ 137 બોલમાં 76, કર્ટિસ હીફીએ 134 બોલમાં 44, જેડન લેનોક્સ 4 બોલમાં 0, ટિમ રોબિન્સન 1 બોલમાં 0, મેથ્યુ બોયલે 31 બોલમાં 17, ડીન ફોક્સક્રોફ્ટે 79 બોલમાં 51, મિચેલ હેએ 36 બોલમાં 24, સાયમન કીને 15 બોલમાં 4, ક્રિસ્ટિયન ક્લાર્કે 67 બોલમાં 42 અને ફ્રેઝર શીટે 21 બોલમાં 7 રન બનાવ્યા હતા, જ્યારે ઝેક ગિબ્સન 18 બોલમાં 6 રને અણનમ રહ્યો હતો. 46 એક્સ્ટ્રા રન સાથે ન્યુઝીલેન્ડ-Aની ટીમ 89.3 ઓવરમાં 317 રને ઓલઆઉટ થઈ હતી.
ભારત-A બોલિંગ (પ્રથમ ઈનિંગ): કંબોજ અને આકિબ નબીને 3-3 વિકેટ
ભારત-A તરફથી અંશુલ કંબોજે 20 ઓવરમાં 52 રન આપી 3 વિકેટ, આકાશ દીપે 22.3 ઓવરમાં 57 રન આપી 2 વિકેટ, આકિબ નબીએ 18 ઓવરમાં 69 રન આપી 3 વિકેટ, મુકેશ ચૌધરીએ 19 ઓવરમાં 67 રન આપી 1 વિકેટ અને વોશિંગ્ટન સુંદરે 8 ઓવરમાં 29 રન આપી 1 વિકેટ ઝડપી હતી, જ્યારે યશસ્વી જયસ્વાલે 2 ઓવરમાં 5 રન આપ્યા હતા અને તેને કોઈ વિકેટ મળી નહોતી.
ભારત-A બીજી ઈનિંગ: પડ્ડીકલ બેવડી સદી ચૂક્યો, સ્કોર 488/8
બીજી ઈનિંગમાં ભારત-A તરફથી યશસ્વી જયસ્વાલે 9 બોલમાં 5, કેએલ રાહુલે 15 બોલમાં 4, દેવદત્ત પડ્ડીકલે 248 બોલમાં 24 ફોર અને 3 સિક્સ સાથે 199, સાઈ સુદર્શને 184 બોલમાં 91, ધ્રુવ જુરેલે 12 બોલમાં 2, યશ રાઠોડે 72 બોલમાં 66, અંશુલ કંબોજે 36 બોલમાં 23 અને આકિબ નબીએ 63 બોલમાં 38 રન બનાવ્યા હતા, જ્યારે વોશિંગ્ટન સુંદર 75 બોલમાં 51 રને અને આકાશ દીપ 1 બોલમાં શૂન્ય રને અણનમ રહ્યા હતા. 9 એક્સ્ટ્રા રન સાથે ભારતીય ટીમે 119 ઓવરમાં 8 વિકેટે 488 રન ખડકી દીધા હતા.
ન્યુઝીલેન્ડ-A બોલિંગ (બીજી ઈનિંગ): ક્લાર્ક અને ગિબ્સનને 2-2 વિકેટ
ન્યુઝીલેન્ડ-A તરફથી ફ્રેઝર શીટે 23 ઓવરમાં 97 રન આપી 1 વિકેટ, સાયમન કીને 8 ઓવરમાં 19 રન આપી 1 વિકેટ, ક્રિસ્ટિયન ક્લાર્કે 26 ઓવરમાં 99 રન આપી 2 વિકેટ, ઝેક ગિબ્સને 18 ઓવરમાં 58 રન આપી 2 વિકેટ, ડીન ફોક્સક્રોફ્ટે 23 ઓવરમાં 81 રન આપી 1 વિકેટ અને જેડન લેનોક્સે 19 ઓવરમાં 113 રન આપી 1 વિકેટ ઝડપી હતી, જ્યારે મેથ્યુ બોયલે 2 ઓવરમાં 19 રન આપ્યા હતા અને તેને કોઈ વિકેટ મળી નહોતી.
ભારત-A પાસે 284 રનની લીડ
લિંકન ખાતે રમાઈ રહેલી આ 4-દિવસીય અનઓફિશિયલ ટેસ્ટ મેચના ત્રીજા દિવસની રમત પૂર્ણ થઈ ચૂકી છે. ભારત-A ટીમે પ્રથમ ઈનિંગમાં 113 રન અને ન્યુઝીલેન્ડ-A ટીમે 317 રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડની ટીમને પ્રથમ ઈનિંગના આધારે 204 રનની મોટી લીડ મળી હતી, પરંતુ બીજી ઈનિંગમાં ભારતીય બેટરોએ મજબૂત પ્રતિક્રિયા આપીને 488 રન ખડકી દીધા છે. હાલ ભારત-A પાસે 284 રનની લીડ છે. આવતીકાલે 27 ઓક્ટોબરે મેચનો ચોથો અને અંતિમ દિવસ રમાશે, જેમાં ભારતીય ટીમ પોતાના સ્કોરને વધુ આગળ વધારી ન્યુઝીલેન્ડ સમક્ષ મોટો ટાર્ગેટ મૂકવાનો પ્રયાસ કરશે.




