બાળકોની ગંભીર કરતૂત, મુઝફ્ફરનગરમાં વંદે ભારત ટ્રેન પર કર્યો પથ્થમારો, ફરિયાદ નોંધાઈ
Gorakhpur Patliputra Vande Bharat Attack : મુઝફ્ફરપુરના મોતીપુરમાં ગોરખપુર-પાટલીપુત્ર વંદે ભારત એક્સપ્રેસ ફરી એકવાર પર પથ્થરમારો થયો છે. રવિવારે મોતીપુરના મોહમ્મદપુર બાલ્મી ગામ પાસે ગોરખપુર-પાટલીપુત્ર 26502 વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થયો છે. ઘટનામાં C-6 કોચની સીટ નંબર એક અને બેની બારીના કાચ તૂટી ગયા છે.
અગાઉ ચંપારણમાં ટ્રેન પર પથ્થરમારો થયો હતો
ઘટના બાદ ટ્રેન મુઝફ્ફરપુર જંકશન પહોંચતાની સાથે જ તૂટેલા કાચનું સમારકામ કરવામાં આવ્યું છે. આ સંદર્ભમાં બાપુધામ મોતીહારી આરપીએફે અજાણ્યા વ્યક્તિઓ સામે કેસ નોંધ્યો છે. રેલવે એસપી બીના કુમારીએ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે, આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે અને આગળની કાનૂની પ્રક્રિયા અપનાવવામાં આવી છે. તેમણે કહ્યું કે ગુનેગારોને ટૂંક સમયમાં પકડી લેવામાં આવશે. તાજેતરમાં જ ચંપારણમાં પણ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારા જેવી ઘટનાઓ બની હતી. પોલીસે આ ઘટનામાં એક વ્યક્તિની ધરપકડ પણ કરી હતી.
પથ્થરમારો કરનારા બાળકો હોવાનું સામે આવ્યું
વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારાનો બનાવની તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજમાં બહાર આવ્યું છે કે, પથ્થરમારો કરનારા બાળકો હતા. આ ઘટના મહેસી-મોતીપુર રેલ્વે સેક્શન પર બની હોવાનું કહેવાય છે. પ્રારંભિક તપાસમાં સીસીટીવી ફૂટેજમાં લગભગ 10 વર્ષની ઉંમરના ત્રણ-ચાર બાળકો પથ્થરમારો કરતા જોવા મળ્યા હતા. પથ્થરમારો કરનારા બાળકોની ઓળખ કરવામાં આવી રહી છે. આરપીએફ ટીમ વંદે ભારતના કેમેરાના રેકોર્ડિંગની તપાસ કરી રહી છે.