નવી દિલ્હી, તા. 9 એપ્રિલ 2020, ગુરુવાર
ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. હવે દર્દીઓનો આંકડો 5700ને પાર થઈ ગયો છે. બીજી તરફ 166 લોકો આ બીમારીના કારણે મોતને ભેટી ચુક્યા છે.
લોકડાઉન વચ્ચે કોરોનાના કહેરમાં 473 લોકો સાજા પણ થયા છે. દેશમાં સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં નોધાયા છે.મહારાષ્ટ્રમાં દર્દીઓની સંખ્યા 1135ને પાર થઈ ગઈ છે. અન્ય રાજ્યોમાં કેસની વાત કરવામાં આવે તો,
| તામિલનાડુ | 738 |
| રાજસ્થાન | 381 |
| તેલંગાણા | 427 |
| યુપી | 361 |
| દિલ્હી | 669 |
| કેરલ | 345 |
| કર્ણાટક | 181 |
| ગુજરાત | 179 |


