‘શાળામાં વિદ્યાર્થી ફેઈલ થાય તો શિક્ષક સામે થશે કાર્યવાહી’ રાજસ્થાનના શિક્ષણમંત્રીની જાહેરાત
Rajasthan Education : રાજસ્થાનના શિક્ષણમંત્રી મદન દિલાવરે શાળામાં નાપાસ થતા વિદ્યાર્થીઓ અંગે આજે મહત્ત્વની જાહેરાત કરી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, 'હવે રાજ્યની સરકારી શાળામાં વિદ્યાર્થી ફેઈલ થશે તો તેની જવાબદારી શિક્ષકની રહેશે અને તેમની સામે કાર્યવાહી પણ કરાશે.' શિક્ષણમંત્રીની આ જાહેરાતથી રાજ્યના શિક્ષણજગતમાં ખળભળાટ મચી ગયો છે.
‘લેખીત પરીક્ષામાં ઓછામાં ઓછા 50 ટકા આવવા જોઈએ’
શિક્ષણમંત્રીએ મીડિયા સમક્ષ વાત કરતા કહ્યું કે, 'જો સરકારી શાળાઓના વિદ્યાર્થીઓના પરિણામ સારા નહીં આવે તો શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવશે. સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને લેખિત પરીક્ષામાં ઓછામાં ઓછા 50 ટકા આવવા જોઈએ. વિદ્યાર્થીઓ 80માંથી 40 નંબર લાવશે અને તેઓ પાસ પણ થઈ જશે, પરંતુ તેમના શિક્ષણને ફેઈલ કરી દેવાશે.'
આ પણ વાંચો : રેલવેમાં સરકારી નોકરી કરવાની તક, RITESએ આ પદ માટે જાહેર કરી ભરતી, જાણો તમામ વિગતો
‘વિદ્યાર્થીઓના ભણતર પર સકારાત્મક પ્રભાર પડશે’
તેમણે કહ્યું કે, ‘આ નિર્ણયના કારણે વિદ્યાર્થીઓના ભણતર પર સકારાત્મક પ્રભાર પડશે અને પરીક્ષાના પરિણામ પર પણ અસર જોવા મળશે. જો આમ નહીં થાય તો શિક્ષકની જવાબદારી નક્કી કરવામાં આવશે. અમે શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે આવુ કરી રહ્યા છીએ. શિક્ષણનું સ્તર સુધારવા માટે તમામ પ્રયાસો કરવામાં આવશે.’
આ પણ વાંચો : વિઝા-વિદેશી કાયદામાં થશે મોટા ફેરફાર, લોકસભામાં રજૂ થયું ઇમિગ્રેશન બિલ 2025