Get The App

SpiceJet ફ્લાઈટ અચાનક નીચે આવવા લાગી... શ્રીનગર એરપોર્ટ પર કરાયું ઈમરજન્સી લેન્ડિંગ

Updated: Aug 29th, 2025

GS TEAM

Google News
Google News
SpiceJet ફ્લાઈટ અચાનક નીચે આવવા લાગી... શ્રીનગર એરપોર્ટ પર કરાયું ઈમરજન્સી લેન્ડિંગ 1 - image
Image Source: IANS

SpiceJet Flight Emergency Landing: દિલ્હીથી આવતી સ્પાઇસ જેટની એક ફ્લાઈટની શુક્રવારે શ્રીનગર એરપોર્ટ પર પ્રાયોરિટી લેન્ડિંગ કરાવવું પડ્યું. અધિકારીઓએ જણાવ્યું કે, સ્પાઇસ જેટની દિલ્હી-શ્રીનગર ફ્લાઇટ અચાનક ઝડપથી નીચે આવવા લાગી. ત્યારે કેપ્ટને એરપોર્ટથી તાત્કાલિક પ્રાયોરિટી લેન્ડિંગની મંજૂરી માગી. જો કે, ફ્લાઇટમાં કેબિન પ્રેશરની ચેતવણી મળી હતી. ત્યારબાદ ફ્લાઇટ SG-385ને શ્રીનગર એરપોર્ટ પર સુરક્ષિત ઉતારવામાં આવી.

સમાચાર એજન્સી પીટીઆઈના અનુસાર, આ ફ્લાઈટમાં 4 બાળકો સહિત 205 મુસાફર અને ક્રૂ મેમ્બરના 7 સભ્યો સવાર હતા. અધિકારીઓએ જણાવ્યું કે, પ્રેશરની સમસ્યાના કારણે ફ્લાઇટની પ્રાયોરિટી લેન્ડિંગ કરાવવામાં આવી. તેમણે જણાવ્યું કે, વિમાન શુક્રવાર બપોરે 3:27 વાગ્યે સુરક્ષિત ઉતારાયું.

આ પણ વાંચો: પહલગામ: આતંકીઓએ ‘બાયસરન ખીણ’માં જ કેમ હુમલો કર્યો? NIAએ કર્યો ખુલાસો

અધિકારીઓએ જણાવ્યું કે, મુસાફરો કે ક્રૂ મેમ્બરો દ્વારા કોઇપણ પ્રકારની મેડિકલ સહાયની વિનંતી નથી કરી. વિમાનનું જરૂરી નિરીક્ષણ કરવામાં આવશે.

સ્પાઇસ જેટનું નિવેદન

આ ઘટનાને લઇને સ્પાઇસ જેટનું સત્તાવાર નિવેદન પણ સામે આવ્યું છે. એરલાઇને કહ્યું કે, આજે દિલ્હીથી શ્રીનગર જઇ રહેલી ફ્લાઇટ SG 385માં અપ્રોચ દરમિયાન કેબિન એલ્ટીટ્યૂડ વોર્નિંગ મળી. ત્યારબાદ વિમાન થોડીવાર ઝડપથી નીચે આવ્યું. ક્રૂએ નિયમો અનુસાર, તમામ જરૂરી તપાસ કરી અને કેપ્ટનને સાવચેતી રૂપે પ્રાયોરિટી લેન્ડિંગની મંજૂરી માગી. વિમાન સુરક્ષિત શ્રીનગર ઉતર્યું. તમામ મુસાફર અને ક્રૂ સામાન્ય રીતે બહાર આવી ગયા.

શું હોય છે કેબિન એલ્ટીટ્યૂડ વોર્નિંગ?

કેબિન એલ્ટીટ્યૂડ વોર્નિંગ ત્યારે જાહેર કરવામાં આવે છે, જ્યારે વિમાનના કેબિનમાં હવાનું પ્રેશર ઓછું થઈ જાય છે. સામાન્ય રીતે ચેતવણી જાહેર થયા બાદ વિમાનમાં ઓક્સિજન માસ્ક લગાવી દેવામાં આવે છે. તેવામાં વિમાનને જલ્દી નીચે ઉતરવાની જરૂરિયાત હોય છે.

આ પણ વાંચો: બાબા કેદારનાથના રુદ્રપ્રયાગમાં આભ ફાટતાં તબાહી, જળપ્રલયમાં અનેક વાહનો વહી ગયા, 6 ગુમ

Tags :