India

‘રજાઓમાં તાત્કાલિક સુનાવણી કરો’, સૌરભ-આશુતોષની હાઈકોર્ટ અરજી, નીચલી કોર્ટના આદેશને પડકાર્યો

By GS Team
20 Oct 20262 mins read
TukuTouch Logo
કોકરોચ જનતા પાર્ટી (CJP)ના પ્રવક્તા સૌરભ દાસ અને આશુતોષ રાંકાએ તેમની 2 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવવાના મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો છે. નેતાઓના વકીલોએ રજાઓમાં તાત્કાલિક સુનાવણીની માંગ કરી છે. નીચલી અદાલતે જાહેર વ્યવસ્થા ખોરવાઈ જવાની આશંકાને કારણે કસ્ટડી વધારી હતી. બંને નેતાઓ પર શાંતિ ભંગ કરવાનો આરોપ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

‘રજાઓમાં તાત્કાલિક સુનાવણી કરો’, સૌરભ-આશુતોષની હાઈકોર્ટ અરજી, નીચલી કોર્ટના આદેશને પડકાર્યો

CJP Leaders Challenge Judicial Custody In Delhi HC : કોકરોચ જનતા પાર્ટી (CJP)ના પ્રવક્તા સૌરભ દાસ અને આશુતોષ રાંકાએ પોતાની જ્યુડિશિયલ કસ્ટડી વધારવાના મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો છે. બંને નેતાઓ તરફથી એવી દલીલ કરવામાં આવી છે કે સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ (SEM)નો આદેશ કાયદાકીય દ્રષ્ટિએ યોગ્ય નથી, કારણ કે જામીનદારોને નકારવા અને કસ્ટડી વધારવા માટે રેકોર્ડ પર પૂરતા આધાર નથી. ઉલ્લેખનીય છે કે નીચલી અદાલતે તેમની કસ્ટડી 2 દિવસ માટે લંબાવી દીધી હતી, જેની સામે હવે હાઈકોર્ટમાં ધા નાખવામાં આવી છે.

રજાઓમાં તાકીદની સુનાવણી માટે હાઈકોર્ટમાં રજૂઆત

બંને નેતાઓના વકીલોએ દિલ્હી હાઈકોર્ટ સમક્ષ રજાઓ દરમિયાન જ તાત્કાલિક સુનાવણી હાથ ધરવાની માંગ કરી છે. કાનૂની ટીમ અનુસાર, તેઓ આ મામલે હાઈકોર્ટની રજિસ્ટ્રીના જવાબની રાહ જોઈ રહ્યા છે. CJPના રત્ના સિંહે જણાવ્યું કે સંગઠને રાત્રે જ તાકીદની સુનાવણીની અપીલ કરી હતી, જેથી નિર્દોષ લોકોને એક પણ મિનિટ જેલમાં રહેવું ન પડે અને રાજકીય કારણોસર તેમની આઝાદી ન છીનવાય. આ ઉપરાંત બંને નેતાઓ સાથે જોડાયેલા દબાણના મામલાને ક્રાઈમ બ્રાન્ચમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે.

SEM કોર્ટે શા માટે વધારી કસ્ટડી?

મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશ અનુસાર, સૌરભ દાસ અને આશુતોષ રાંકાએ 11 ઓક્ટોબરના રોજ આપેલા બોન્ડનું જાણીજોઈને ઉલ્લંઘન કર્યું હતું અને શાંતિ ભંગ કરતી પ્રવૃત્તિઓમાં જોડાયા હતા. તપાસ અધિકારી દ્વારા રજૂ કરાયેલા પુરાવાઓને આધારે કોર્ટે નોંધ્યું કે ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન કરવાની ખાતરી આપવા છતાં તેના પર ભરોસો કરી શકાય તેમ નથી. જાહેર વ્યવસ્થા ખોરવાઈ જવાની અને શાંતિ જોખમાવાની આશંકાને ધ્યાનમાં રાખીને અદાલતે તેમની કસ્ટડી વધારી હતી.

જામીનદારોને શા માટે ગણવામાં આવ્યા અયોગ્ય?

કોર્ટે જામીન માટે રજૂ થયેલા બંને જામીનદારોની પૂછપરછ બાદ તેમને અયોગ્ય ઠેરવ્યા હતા. એક જામીનદારના બોન્ડ અને આધાર કાર્ડ પરના ફોટામાં તફાવત હતો, જેની સ્પષ્ટતા માટે તે અન્ય કોઈ માન્ય ઓળખપત્ર રજૂ કરી શક્યો નહોતો અને તેના જવાબો પણ સંતોષકારક નહોતા. જ્યારે બીજો જામીનદાર સૌરભ દાસ વિશે માતા-પિતા કે સરનામા જેવી પ્રાથમિક વિગતો પણ આપી શક્યો નહોતો. બંને જામીનદારો જરૂર પડ્યે આરોપીઓને કોર્ટમાં હાજર કરવાની ખાતરી આપવામાં નિષ્ફળ રહેતા કોર્ટે નવા જામીનદારો રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.

કોર્ટમાં તાત્કાલિક મુક્તિની માંગ

બચાવ પક્ષના વકીલોએ કોર્ટમાં તાત્કાલિક મુક્તિની માંગ કરતા જણાવ્યું હતું કે 10 ઓક્ટોબર 2026 પછી કોઈ પ્રદર્શનનું આહવાન કરવામાં આવ્યું નહોતું અને બંને નેતાઓ અલગ-અલગ જંતર-મંતર ગયા હતા. SEM કોર્ટે બંને પક્ષોને લેખિત દલીલો રજૂ કરવા માટે 2 દિવસનો સમય આપી કેસની વધુ સુનાવણી 21 October પર નક્કી કરી છે. ત્યાં સુધી સાવચેતીના પગલારૂપે બંને આરોપીઓને 21 ઓક્ટોબર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.