Get The App

ટોલ બૂથ પર હવે AI વસૂલ કરશે પૈસા: જીપીએસ અને ફાસ્ટટેગથી આ સિસ્ટમ કેવી રીતે અલગ છે જાણો…

Updated: Dec 18th, 2025

GS TEAM

Google News
Google News
ટોલ બૂથ પર હવે AI વસૂલ કરશે પૈસા: જીપીએસ અને ફાસ્ટટેગથી આ સિસ્ટમ કેવી રીતે અલગ છે જાણો… 1 - image


AI Image

AI Toll System: ભારતમાં હવે ટોલનાકા પર AI આવી રહ્યાં છે. ભારતના રસ્તાઓ પર હવે ટોલ વસૂલ કરવાનું કામ AI સિસ્ટમ દ્વારા કરવામાં આવશે. મિનિસ્ટર ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેસ નિતિન ગડકરી દ્વારા બુધવારે રાજ્યસભામાં કહેવામાં આવ્યું હતું કે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ 2026ના અંત સુધીમાં પૂરું થઈ જશે. આ દરમ્યાન તેમના પર ઘણાં સવાલો કરવામાં આવ્યા હતા તે દરમ્યાન તેમણે કહ્યું હતું કે આ સિસ્ટમ સેટેલાઇટ અને AI આધારિત હશે. એના દ્વારા કાર અથવા તો કોઈ પણ વાહન ચાલકે ટોલ ગેટ પર ઊભા રહેવાની જરૂર નહીં પડે. આ સિસ્ટમની મદદથી 80 કિલોમિટરની ઝડપે પણ ટોલ ગેટ પરથી પસાર થઈ શકાશે.

સરકારી રેવન્યુમાં થશે વધારો  

નિતિન ગડકરીના જણાવ્યા અનુસાર AI ટોલ સિસ્ટમને કારણે વાહન માલિક અથવા તો ચાલકને ફાયદો થશે. તેમણે ટોલનાકા પર ઊભા નહીં રહેવું પડે આથી તેમના ફ્યુઅલનો બચાવ થશે. આ સિસ્ટમથી અંદાજે 1500 કરોડ રૂપિયાની વર્ષે ફ્યુઅલનો બચાવ થશે તેમ જ સરકારી રેવન્યુમાં 6000 કરોડ રૂપિયાનો સમાવેશ થશે. AI આધારિત ટોલ સિસ્ટમ ફાસ્ટટેગ અને જીપીએસ આધારિત સિસ્ટમથી એકદમ અલગ છે.

AI ટોલ સિસ્ટમ કેવી રીતે કામ કરશે?  

AI આધારિત ટોલ સિસ્ટમ મલ્ટી-લેન ફ્રી ફ્લો સિસ્ટમ છે. આ સિસ્ટમનો અમલ બાદ રસ્તા પર ટોલ બૂથની જરૂર નથી. એના માટે લોખંડનું એક સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે જેને ગેન્ટ્રી કહેવામાં આવે છે. ગેન્ટ્રી પર હાઇ રિઝોલ્યુશન કેમેરા અને સેન્સરનો સમાવેશ કરવામાં આવશે. એ કારની નંબર પ્લેટને શોધીને એને એનાલાઇઝ કરશે અને ડિટેક્ટ કરશે. આ સિસ્ટમ એન્ટ્રી અને એક્ઝિટ બન્ને જગ્યાએ હશે. ત્યાર બાદ ટોલ વસૂલ કરવામાં આવશે. આ તમામ કામ ઓટોમેટિક છે અને એ માટે કારને કશે પણ ઊભી રાખવાની જરૂર નહીં પડશે.

AI આધારિત ટોલ ફાસ્ટટેગ અને જીપીએસ સિસ્ટમથી કેટલું અલગ છે?  

ફાસ્ટટેગમાં રેડિયો ફ્રીક્વેન્સીનો ઉપયોગ કરવામાં આવે છે અને જીપીએસમાં સેટેલાઇટ ટ્રેકિંગનો ઉપયોગ થાય છે. AIમાં કેમેરા અને AI વિઝનનો ઉપયોગ કરવામાં આવશે એટલે કે સેન્સરની મદદથી આ કામ થશે. ફાસ્ટટેગમાં થોડી સેકન્ડ માટે ઊભી રહેવું પડે છે ત્યારે જીપીએસ સિસ્ટમમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે. આ સાથે જ AI સિસ્ટમમાં પણ યુઝર સ્પીડમાં પસાર થઈ શકે છે તેને ઊભા રહેવાની જરૂર નથી.

ફાસ્ટટેગ સિસ્ટમ માટે કારમાં ફાસ્ટટેગ હોવું જરૂરી છે. સેટેલાઇટ સિસ્ટમ માટે કારમાં OBU ડિવાઇસ હોવી જરૂરી છે. AI સિસ્ટમ માટે ફક્ત કારની નંબર પ્લેટ હોવી જરૂરી છે. ફાસ્ટટેગમાં ચાર્જ ફિક્સ છે ત્યારે જીપીએસ અને AI સિસ્ટમમાં જેટલું અંતર કાપશો એટલા ચાર્જ કરવામાં આવશે. ફાસ્ટટેગ માટે ટોલ ગેટ હોય છે અને જીપીએસ સિસ્ટમ અને AI સિસ્ટમ માટે કોઈ પણ ટોલ બૂથની જરૂર નથી હોતી.

ટોલ બૂથ પર હવે AI વસૂલ કરશે પૈસા: જીપીએસ અને ફાસ્ટટેગથી આ સિસ્ટમ કેવી રીતે અલગ છે જાણો… 2 - image

ફાસ્ટટેગ સિસ્ટમનું શું થશે?  

ફાસ્ટટેગ સિસ્ટમમાં રેડિયો ફ્રીક્વેન્સીનો ઉપયોગ થાય છે અને એ સ્ટિકરને કારના કાચ પર લગાવવામાં આવે છે. એમાં એક નાની ચિપ હોય છે. આ ચિપ પ્રીપેઇડ વોલેટ અથવા તો બેન્ક એકાઉન્ટ સાથે લિંક હોય છે. ફાસ્ટટેગ વાળી કાર જ્યારે ટોલ બૂથ પાસે પહોંચે છે ત્યારે સિસ્ટમ એને ડિટેક્ટ કરે છે અને પૈસા વસૂલ થતાં જ ગેટ ખોલી દે છે. ફાસ્ટટેગમાં બેલેન્સ નહીં હોય તો એ બ્લેકલિસ્ટ થઈ જશે અને કેશ પેમેન્ટ કરવું પડશે. જોકે આ સિસ્ટમનું સરકાર દ્વારા શું કરવામાં આવશે એ નક્કી નથી, પરંતુ એની જગ્યા સેટેલાઇટ સિસ્ટમ લેશે એવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો: શું તમને ઇન્કમ ટેક્સ રીફંડનો ઇમેલ આવ્યો છે? સ્કેમ હોઈ શકે છે, ચેતીને રહેજો...

AI અને જીપીએસ સિસ્ટમ બન્ને થશે ઉપયોગ?  

સરકાર દ્વારા AI સિસ્ટમ અને જીપીએસ સિસ્ટમ બન્નેનો ઉપયોગ કરવામાં આવે એવું લાગી રહ્યું છે. જીપીએસ સિસ્ટમ માટે કારમાં એક ટ્રેકિંગ ડિવાઇસ હોવી જરૂરી છે. આથી જે કારમાં જીપીએસ નહીં હોય તેમને તકલીફ પડી શકે છે. આથી આ કાર માટે AI સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. AI કેમેરા વડે કારની નંબર પ્લેટને કેપ્ચર કરી ટોલ વસૂલ કરશે. આથી જે કારમાં જીપીએસ નહીં હોય તેમને પણ તકલીફ નહીં પડે.