India

સોનિયા ગાંધીની મુશ્કેલી વધી : વંદેમાતરમ્ વિવાદ મામલે ગાજિયાબાદ કોર્ટમાં ફરિયાદ, સુનાવણીની તારીખ જાહેર

By GS Team
18 Aug 20262 mins read
TukuTouch Logo
કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી વિરુદ્ધ ગાજિયાબાદ કોર્ટમાં વંદે માતરમ ગીતનું અપમાન કરવા બદલ ફોજદારી ફરિયાદ દાખલ થઈ છે. હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ 15 ઑગસ્ટના કાર્યક્રમમાં 'વંદેમાતરમ્'ના ગાનમાં કથિત અવરોધ બદલ ફરિયાદ કરી. કોર્ટે અરજી સ્વીકારી 8 સપ્ટેમ્બરે સુનાવણી નક્કી કરી છે, જેનાથી સોનિયા ગાંધીની મુશ્કેલીઓ વધી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સોનિયા ગાંધીની મુશ્કેલી વધી : વંદેમાતરમ્ વિવાદ મામલે ગાજિયાબાદ કોર્ટમાં ફરિયાદ, સુનાવણીની તારીખ જાહેર

Congress Vande Mataram Song Controversy : કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી વિરુદ્ધ 'વંદેમાતરમ્'ના ગીતમાં કથિત રીતે અવરોધ ઊભો કરવાના મામલે ગાજિયાબાદની કોર્ટમાં ગુનાહિત ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ મામલે કોર્ટે અરજી સ્વીકારી લીધી છે, જેના કારણે સોનિયા ગાંધીની મુશ્કેલીઓમાં વધારો થયો છે.

ગાજિયાબાદ કોર્ટમાં ફરિયાદ અને આગામી સુનાવણી

હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ ગાજિયાબાદની ACJM-દ્વિતીય MP/MLA કોર્ટમાં સોનિયા ગાંધી (Sonia Gandhi) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે, 15 ઑગસ્ટના કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય ગીત 'વંદેમાતરમ્'ના ગાનમાં અવરોધ ઊભો કરવામાં આવ્યો હતો. આ સાથે જ કોર્ટ સમક્ષ 15 ઑગસ્ટના કાર્યક્રમનો વીડિયો પુરાવા તરીકે રજૂ કરવાની માગણી પણ કરવામાં આવી છે. કોર્ટે આ અરજી સ્વીકારીને કેસની આગામી સુનાવણી માટે 8 સપ્ટેમ્બરની તારીખ નક્કી કરી છે.

શું છે સમગ્ર વિવાદ?

15 ઑગસ્ટના રોજ કોંગ્રેસ મુખ્યાલય ખાતે આયોજિત સ્વતંત્રતા દિવસના કાર્યક્રમ દરમિયાન 'વંદેમાતરમ્'નું ગીત ગવાઈ રહ્યું હતું. તે સમયે સોનિયા ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) સાથે વાતચીત કરતા અને ઈશારો કરતા જોવા મળ્યા હતા. ભાજપે આક્ષેપ કર્યો હતો કે, તેમણે વંદેમાતરમ્ ગાનને અધવચ્ચે રોકવા માટે ઈશારો કર્યો હતો, જે રાષ્ટ્રીય ગીતનું અપમાન છે.

કોંગ્રેસ પક્ષનો ખુલાસો

ભાજપના આક્ષેપોને નકારી કાઢતાં કોંગ્રેસે સ્પષ્ટતા કરી હતી કે, સોનિયા ગાંધી ગીત અટકાવવા માટે નહીં, પરંતુ ઘણા સમયથી ઊભેલા ખડગે માટે ખુરશી મંગાવવાનો ઈશારો કરી રહ્યા હતા. આ મુદ્દે હાલ બંને પક્ષો વચ્ચે ભારે રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે.