નાગરિકતા મામલે કોર્ટે સોનિયા ગાંધી અને દિલ્હી પોલીસને ફટકારી નોટિસ, જાણો શું છે આરોપ

Citizenship Case: Court issues notice to Sonia Gandhi | કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે નાગરિકતા મામલે નોટિસ ફટકારી છે. વિકાસ ત્રિપાઠી નામના વકીલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી મામલે કોર્ટે સોનિયા ગાંધી અને દિલ્હી પોલીસને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે.
શું છે સમગ્ર મામલો?
નોંધનીય છે કે અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે સોનિયા ગાંધીએ વર્ષ 1983માં 30મી એપ્રિલે ભારતની નાગરિકતા મેળવી હતી. જોકે તે પહેલા 1980ની દિલ્હીના મતદારની યાદીમાં તેમનું નામ હતું. જે બાદમાં 1982માં ડિલીટ કરવામાં આવ્યું. અરજીમાં સવાલ કરાયો છે કે શું મતદાર યાદીમાં કોઈ છેતરપિંડી કરાઈ હતી? શું ખોટા દસ્તાવેજો આપવામાં આવ્યા હતા?
સમગ્ર મામલે હવે વર્ષ 2026માં છઠ્ઠી જાન્યુઆરીએ સુનાવણી થશે.
આજે સોનિયા ગાંધીનો જન્મદિન
આજે જ સોનિયા ગાંધીનો 79મો જન્મદિન પણ છે. વડાપ્રધાન મોદીએ તેમને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને શુભકામનાઓ પાઠવી હતી.

