India

સોનિયા ગાંધીનું ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ, પોતાના પુસ્તક 'Belonging'ની પ્રથમ ઝલક શેર કરી!

By GS Team
22 Oct 20262 mins read
TukuTouch Logo
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ ઇન્સ્ટાગ્રામ પર પદાર્પણ કરી, પોતાના આગામી પુસ્તક 'Belonging: A Journey of Love'ની પહેલી ઝલક શેર કરી છે. તેમણે પુસ્તકના પાના ફેરવતો વીડિયો મૂક્યો, જેમાં પ્રિયંકા ગાંધીની તસવીરો જોઈ હસતાં કહ્યું, "Lots of pictures, Priyanka". આ પુસ્તક પ્રેમ, જવાબદારી અને પોતાની જગ્યા શોધવાની સફરની કહાણી છે. સોનિયા ગાંધીએ આ પુસ્તક વાચકો સાથે શેર કરવા ઉત્સુકતા વ્યક્ત કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સોનિયા ગાંધીનું ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ, પોતાના પુસ્તક 'Belonging'ની પ્રથમ ઝલક શેર કરી!

Sonia Gandhi Belonging A Journey of Love Book : કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ ઇન્સ્ટાગ્રામ પર પદાર્પણ કરતાં પોતાના આગામી પુસ્તક ‘Belonging: A Journey of Love’ની પહેલી ઝલક શેર કરી છે. તેમણે પુસ્તકનાં પાનાં ફેરવતો વીડિયો મૂક્યો છે. આ દરમિયાન પુત્રી પ્રિયંકા ગાંધીની તસવીરોવાળું પાનું સામે આવતાં સોનિયા ગાંધીએ હસતાં કહ્યું, “Lots of pictures, Priyanka”. સોનિયા ગાંધીએ વીડિયો સાથે લખ્યું કે, “સૌને નમસ્કાર. તમારી સાથે ‘Belonging: A Journey of Love’ની પહેલી ઝલક શેર કરતાં હું ખૂબ આભારી છું. આ પ્રેમ, જવાબદારી, વિયોગની વેદના અને પોતાની જગ્યા શોધવાની સફરની કહાણી છે. આ પુસ્તક તમારી સાથે શેર કરવાની હું આતુરતાથી રાહ જોઈ રહી છું.”

પ્રકાશકે પુસ્તકની ત્રણ નકલો ભેટ આપી

વીડિયોમાં પુસ્તકના પ્રકાશક હાર્પરકોલિન્સ તરફથી સોનિયા ગાંધીને પુસ્તકની ત્રણ નકલો આપવામાં આવે છે. પ્રકાશક તેમને પુસ્તક માટે અભિનંદન આપે છે. સોનિયા ગાંધી તેમનો આભાર માને છે અને ત્યારબાદ પુસ્તકનાં પાનાં ફેરવીને તેમાં સમાવાયેલી તસવીરો નિહાળે છે તેવી તસ્વીરો તેમણે શેર કરી હતી. પ્રિયંકા ગાંધીની તસવીરો જોઈને તેમણે કરેલી ટિપ્પણી વીડિયોની ખાસ ક્ષણ બની છે. પુસ્તકની પહેલી ઝલકમાં તસવીરો દ્વારા સોનિયા ગાંધીના જીવન અને પરિવાર સાથે જોડાયેલી યાદીઓની પણ ઝાંખી મળે છે.

18 વર્ષની ઉંમરે રાજીવ ગાંધીને મળ્યાં હતાં

આ પુસ્તકનું ટીઝર અગાઉ જાહેર કરવામાં આવ્યું હતું. તેમાં સોનિયા ગાંધીના જીવન અને ગાંધી પરિવાર સાથે જોડાયેલી તેમની સફરની ઝલક રજૂ કરવામાં આવી હતી. ટીઝર અનુસાર, સોનિયા મૈનો 18 વર્ષની ઉંમરે કેમ્બ્રિજમાં રાજીવ ગાંધીને મળ્યાં હતાં. ત્રણ વર્ષ પછી, 21 વર્ષની ઉંમરે તેઓ રાજીવ ગાંધી સાથે લગ્ન કરવા ભારત આવ્યાં હતાં. ટીઝરમાં જણાવાયું હતું કે સોનિયાએ માત્ર લગ્નના દિવસે જ નહીં, પરંતુ ત્યારપછી પણ આ પરિવારનો હિસ્સો બનવાનું પસંદ કર્યું હતું. તેમણે પરિવાર વસાવ્યો અને બે બાળકોનો ઉછેર કર્યો. ધીમે-ધીમે ભારત તેમનું ઘર બન્યું.

પ્રેમથી શરૂ થયેલી સફર જવાબદારી સુધી પહોંચી

ટીઝરમાં સોનિયા ગાંધીના જીવનમાં આવેલા વ્યક્તિગત દુઃખ અને અણધારી જવાબદારીઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં જણાવાયું હતું કે 21 વર્ષની ઉંમરે તેમણે એવી જવાબદારીઓ સંભાળી હતી, જેની તેમણે કલ્પના પણ કરી નહોતી. પુસ્તકના ટીઝરનો મુખ્ય સંદેશ એ છે કે પ્રેમથી શરૂ થયેલી આ સફર સમય જતાં એક પરિવાર અને પછી સમગ્ર દેશ સાથેના જોડાણની કહાણી બની ગઈ. ‘Belonging: A Journey of Love’માં સોનિયા ગાંધીના જીવન, સંબંધો, જવાબદારીઓ અને પોતાની ઓળખ તથા સ્થાન શોધવાની સફરને રજૂ કરવામાં આવી છે. પુસ્તકની પહેલી ઝલક શેર કરીને તેમણે વાચકોને આ અંગત સફરની એક ઝાંખી આપી છે.