Get The App

સરખી રીતે વાત પણ નહોતી કરતી સોનમ, પતિને પહેલેથી જ હતી આશંકા: રાજા હત્યાકાંડમાં માતાનો ખુલાસો

Updated: Jun 9th, 2025

GS TEAM

Google News
Google News
Sonam Raghuvanshi Arrest


Sonam Raghuvanshi Arrest: ઇન્દોરના રાજા રઘુવંશીના મર્ડર મિસ્ટ્રીના ખુલાસાથી બધા ચોંકી ગયા કે  નવપરિણીત દુલ્હન સોનમ આટલો મોટો ગુનો કેવી રીતે કરી શકે! પોતાની પુત્રવધૂનું ઘરમાં ખૂબ આશાઓ સાથે સ્વાગત કરનારી સાસુ ઉમા રઘુવંશી હજુ પણ વિશ્વાસ કરી શકતી નથી કે સોનમ આવું કામ કરી શકે છે. સોનમની સાસુ કહે છે કે, 'મને બિલકુલ ખાતરી નહોતી કે સોનમ આવું કામ કરી શકે છે. અમે સોનમને દિલથી સ્વીકારી હતી, મારા દીકરા રાજાએ તેને દિલથી સ્વીકારી હતી.'

હવે સોનમ જ કહેશે કે સાચું શું છે..

સોનમની સાસુ ઉમા રઘુવંશીએ આ મામલે કહ્યું છે, 'જો મારો દીકરો ખીણમાં પડ્યો તો પણ સોનમ તેને બચાવવા માટે કેમ ન કૂદી? જો મારો દીકરો સોનમની જગ્યાએ હોત, તો તે સોનમને બચાવવા માટે કૂદી પડ્યો હોત. મને ખબર નથી કે સોનમ તેની સાથે કેમ ન કૂદી. હું અંદરથી વિશ્વાસ કરી શકતી નથી કે સોનમ આવું કરશે. અમે તેના પર દિલથી વિશ્વાસ કર્યો હતો. મારા દીકરાએ તેના પર તેના દિલથી વિશ્વાસ કર્યો હતો. હવે સમાજ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. આજે જો સોનમને કંઈક થયું હોત, તો ઘણા પ્રશ્નો ઉભા થયા હોત. હવે ફક્ત સોનમ જ કહેશે કે તેણે હત્યા કરી છે કે બીજા કોઈએ કરી છે...'

મારો દીકરો તેના આગ્રહ પર જ શિલોંગ ગયો

અમને ખબર પણ નહોતી કે શિલોંગ શું છે. જ્યારે સોનમે કહ્યું કે, 'આપણે શિલોંગ જઈશું, ત્યારે મેં પૂછ્યું, શિલોંગ શું છે, હું ક્યારેય ત્યાં ગઈ નથી. મારી દીકરો ફક્ત તેના આગ્રહ પર જ ત્યાં ગયો હતો.'

પિતાના દબાણથી કર્યા લગ્ન

આ કેસમાં, પહેલા ખબર પડી હતી કે રાજા અને સોનમ બંને એકબીજાને પસંદ કરતા હતા. પછી તેમણે લગ્ન કર્યા. હવે બંને પરિવારોના નિવેદનો બહાર આવ્યા છે. જે પછી તેમના અરેન્જડ મેરેજની વાત સામે આવી છે. સોનમના પિતા દેવી સિંહ આ કેસમાં કહે છે કે પરિવાર કે સોનમ અને રાજા લગ્ન પહેલા એકબીજાને ઓળખતા નહોતા. બંનેની સગાઈ લગ્નના ત્રણ મહિના પહેલા થઈ હતી. પરંતુ લગ્ન બંનેની મરજી મુજબ થયા હતા. 

હવે એક નવો વળાંક આવ્યો છે કે સોનમ રાજ કુશવાહને પ્રેમ કરતી હતી. બંનેનું લાંબા સમયથી અફેર હતું. પરંતુ પિતાએ જાતિને ધ્યાનમાં રાખીને તેની સાથે લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો. પરિવારના દબાણના કારણે જ સોનમે ઇન્દોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશી સાથે લગ્ન કર્યા.

આ પણ વાંચો: મુંબઈમાં લોકલ ટ્રેનમાં 5 મોત બાદ તંત્ર સફાળું જાગ્યું, ઓટોમેટિક દરવાજા લગાવવાનો નિર્ણય

સોનમ રાજાને સમય આપતી ન હતી

સોનમની સાસુ કહે છે કે સગાઈ પછી જ્યારે અમને ખબર પડી કે સોનમ રાજાને સમય આપી શકતી નથી. રાજાએ કહ્યું કે, 'મને લાગે છે કે સોનમ મારામાં રસ લેતી નથી. આથી હું આ લગ્ન નથી કરવા માંગતો.' તેથી અમે તેને ફોન કરીને પૂછ્યું, પછી સોનમે કહ્યું કે, 'ઓફિસમાં ઘણું કામ છે, મમ્મી. જો હું ફોન ન કરું તો શી રાજા પણ મને ફોન ન કરી શકે? તે અપન વાત કરી શકે છે, એવું નથી કે ફક્ત મારા ફોનની જ રાહ જોતા રહેશે.'

4 દિવસ જ સાસરે રહી સોનમ 

સોનમની સાસુએ કહ્યું કે, 'સોનમ સાસરીમાં ફક્ત ચાર દિવસ જ રહી. તેનો રૂમ ઘરના ઉપરના માળે હતો. આ ચાર દિવસ દરમિયાન પણ તે ક્યારેક ક્યારેક જ નીચે આવતી, ક્યારેક ખાવા માટે અને ક્યારેક કોઈ કામ માટે, તેથી કંઈ સમજી શકાતું ન હતું. પરંતુ તેનું વર્તન સારું હતું, તે મમ્મી-મમ્મી કહેતા મને ગળે લગાવતી.' 

સરખી રીતે વાત પણ નહોતી કરતી સોનમ, પતિને પહેલેથી જ હતી આશંકા: રાજા હત્યાકાંડમાં માતાનો ખુલાસો 2 - image

Tags :