Asia Cup 2025: ભારતીય ટીમની જાહેરાત પર ભડકી ઉદ્ધવ જૂથની મહિલા સાંસદ, ભાજપ પર કર્યા પ્રહાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

BCCI આ મેચથી કમાણી કરતી રહેશે: પ્રિયંકા ચતુર્વેદી
પ્રિયંકા ચતુર્વેદીએ તેના એક્સ એકાઉન્ટમાં BCCI વિરુદ્ધ લખ્યું કે, 'ઓપરેશન સિંદૂરને ત્યાં સુધી ભૂલી શકાય જ્યાં સુધી BCCI આ મેચથી પોતાની કમાણી કરતી રહે. જે શરમજનક છે'
એશિયા કપ માટે ભારત નહીં આવે પાકિસ્તાનની ટીમ
પ્રિયંકા ચતુર્વેદીએ એક પોસ્ટમાં લખ્યું કે, 'જ્યારે પાકિસ્તાન હોકી ટીમે ભારતમાં યોજાયેલી એશિયા કપ હોકી મેચોની મેજબાનીને અવગણના કરી, ત્યારે અમારી BCCI એશિયા ક્રિકેટ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરીને બંને વચ્ચે ક્રિકેટ મેચ ચાલુ રાખવા માટે ખૂબ જ ઉત્સુક છે. પહલગામમાં જીવ ગુમાવનાર લોકોના પરિવાર સાથે જે વિશ્વાસઘાત થઈ રહ્યો છે તેની કલ્પના પણ કરી શકતા નથી'.
આ પણ વાંચો : War 2: હૃતિકની 'વોર 2' ફિલ્મે અક્ષય-અજયની સુપરહિટ ફિલ્મને પણ કમાણીમાં પછાડી
સંસદમાં પણ ઉઠાવ્યો હતો મુદ્દો
પ્રિયંકા ચતુર્વેદીએ સંસદમાં પણ ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની રાજ્યસભામાં હાજરી દરમિયાન કહ્યું હતું કે, 'ભારતે પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવું ન જોઈએ.' શિવસેના(UBT)ની સાંસદે જણાવ્યું હતું, 'જો તમે (અમિત શાહ) ICCના ચેરમેનને કહી દેશો કે ભારત-પાકિસ્તાનનો મેચ નહીં થઈ શકે, તો તે નહીં થાય.'








