Get The App

War 2: હૃતિકની 'વોર 2' ફિલ્મે અક્ષય-અજયની સુપરહિટ ફિલ્મને પણ કમાણીમાં પછાડી

Updated: Aug 19th, 2025

GS TEAM

Google News
Google News
War 2: હૃતિકની 'વોર 2' ફિલ્મે અક્ષય-અજયની સુપરહિટ ફિલ્મને પણ કમાણીમાં પછાડી 1 - image


War 2 Box Office Records: અભિનેતા હૃતિક રોશન અને જુનિયર NTRની 'વોર 2'એ 6 દિવસમાં રૂ.183.42 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મે અક્ષય કુમારની 'હાઉસફૂલ 5'ને પછાડીને 2025ની ત્રીજી સૌથી મોટી ફિલ્મનો રેકોર્ડ બનાવ્યો છે. અયાન મુખર્જી દ્વારા દિગ્દર્શિત મેગા બજેટ એક્શન-થ્રિલર ‘વોર 2’ 14 ઑગસ્ટે રિલીઝ થઈ હતી, આ ફિલ્મ બૉક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. હૃતિકરોશન, જુનિયર એનટીઆર અને કિયારા અડવાણી સ્ટારર આ ફિલ્મ  સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની ‘કૂલી’ સાથે બૉક્સ ઑફિસ પર ટકરાઈ છે. 

આ પણ વાંચો : રણવીર સિંહની 'ધુરંધર'ના શૂટિંગ દરમિયાન 100થી વધુ લોકો બીમાર, હોસ્પિટલમાં દાખલ; પેટમાં દુ:ખાવાની ફરિયાદ

6 દિવસોમાં કેટલી કમાણી કરી? 

સિનેમાઘરોમાં 'વોર 2' રિલીઝ થયા પછી પહેલા દિવસથી જ જબરદસ્ત કમાણી કરી રહી છે. ફિલ્મ 6 દિવસમાં 200 કરોડના ક્લબમાં પહોંચી છે. સાથે ફિલ્મે અજય દેવગણની 'રેડ 2' અને ત્યારબાદ અક્ષય કુમારની સુપરહિટ ફિલ્મ 'હાઉસફૂલ 5' ને પણ પછાડી છે. 

વોર 2નું બૉક્સ ઑફિસ કલેક્શન 

એક રિપોર્ટ મુજબ, ‘વોર 2’એ રિલીઝના પહેલા જ દિવસે 52 કરોડ રૂપિયાનો બિઝનેસ કરીને 2025ની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મનો રેકોર્ડ બનાવી દીધો છે. ફિલ્મના દિવસ-દીઠ કલેક્શન કઇક આ પ્રમાણે છે

  • પહેલા દિવસે: 52 કરોડ રૂપિયા
  • બીજા દિવસે: 57.35 કરોડ રૂપિયા
  • ત્રીજા દિવસે: 33 કરોડ રૂપિયા 
  • ચોથા દિવસે: 31.3 કરોડ રૂપિયા 
  • પાંચમાં દિવસે : 8.4 કરોડ રૂપિયા 
  • છઠ્ઠા દિવસે:  0.27 કરોડ 

આમ, આ ફિલ્મનું કલેક્શન 6 દિવસમાં જ ₹183.42 કરોડ સુધી પહોંચી ગયું છે.

આ પણ વાંચો : 'સેટ પર જ મારું મોત આવે', પતિ અને બાળકો વિના જીવન ગુજારતા અભિનેત્રી થયા ભાવુક

‘વોર 2’ના રેકોર્ડ્સ

‘વોર 2’એ પહેલા જ અઠવાડિયામાં ‘કેસરી 2’, ‘સિકંદર’, ‘સ્કાય ફોર્સ’, આમિર ખાનની ‘સિતારે ઝમીન પર’ અને અજય દેવગણની ‘રેડ 2’ (173.44 કરોડ)ને પાછળ છોડી દીધી છે. હવે આજે ફિલ્મે અક્ષય કુમારની ‘હાઉસફૂલ 5 (183.38 કરોડ)’ની લાઇફટાઇમ કલેક્શનને પણ પાછળ ધકેલી દીધી છે. અને તે સાથે આ ફિલ્મ 2025ની ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.


‘વોર 2’ હાલમાં નીચેની ફિલ્મોથી પાછળ છે

  • છાવા – ₹601.54 કરોડ
  • સૈયારા – ₹323.87 કરોડ

Tags :