Get The App

સત્તાધીશો શરમ કરો! મહિનાઓથી ભગવાન શિવ અને લોકો ગટરના ગંદા પાણી વચ્ચે ઘેરાયા

Updated: Jul 15th, 2025

GS TEAM

Google News
Google News
સત્તાધીશો શરમ કરો! મહિનાઓથી ભગવાન શિવ અને લોકો ગટરના ગંદા પાણી વચ્ચે ઘેરાયા 1 - image


Lord Shiva Idol Submerged in Drain Water for Months: શ્રાવણ મહિનામાં દેશ વિદેશમાં કરોડો સનાતની ભગવાન શિવની આરાધના કરે છે. તો બીજી બાજુ દૂર દૂરથી કાંવડ લઈને ભગવાન શિવને ગંગાજળ અર્પિત કરે છે, તો આ વચ્ચે હરિયાણાના ગુરુગ્રામમાં એક ખૂબ શરમજનક તસવીર સામે આવી છે. સાયબર સિટીના રાજેન્દ્ર પાર્કમાં ભગવાન શિવની એક મૂર્તિ મહિનાથી ગટરના પાણી વચ્ચે ઘેરાયેલા છે. શ્રદ્ધાળુઓ ભગવાન શિવની પૂજા પણ કરી શકતાં નથી.

આ પણ વાંચો: કાંવડિયાઓએ કાનપુર માથે લીધું, પોલીસ સ્ટેશનમાં હોબાળો કર્યા બાદ તોડફોડ મચાવી

લોકોના ઘરની બહાર સુધી દુર્ગંધ મારતું પાણી ભરાયું

હકીકતમાં ગુરુગ્રામના રાજેન્દ્ર પાર્ક વિસ્તારમાં ગટરની લાઈન બંધ થવાના કારણે લગભગ છેલ્લા છ મહિનાથી લોકો હેરાન થઈ રહ્યા છે. અહીં ગળીઓમાં લોકોના ઘરની બહાર સુધી દુર્ગંધ મારતું પાણી ભરાયેલું છે. લોકો પોતાના ઘરમાં કેદ થઈ ગયા છે. થોડા દિવસો પહેલા સ્થાનિક મીડિયામાં સમાચાર પ્રકાશિત થતા નગર પાલિકા દ્વારા સમસ્યા દૂર કરવાનો આદેશ અપાયો હતો. પરંતુ તે બાદ હજુ સુધી સત્તાધીશોના પેટનું પાણી પણ નથી હલતું, અને પરિસ્થિતિ જૈસે થે.  

લગભગ 500થી 1000 પરિવાર હેરાન 

સ્થાનિક લોકોએ ડીસીને અરજી આપીને આ સમસ્યા દૂર કરવા માટે કહ્યું હતું. તેમ છતાં પણ હજુ સુધી સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. લોકોનું કહેવું છે કે, રાજેન્દ્ર પાર્કના લોકોનું  કહેવું છે કે, બ્લોક C, F અને  G માં પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. ગોળ સર્કલ શિવ મંદિર પાસેની હાલત તો ખૂબ જ ખરાબ છે કે, રસ્તા પર હોડી ચલાવવા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. આ મુશ્કેલીથી લગભગ 500થી 1000 પરિવારને અસર થઈ રહી છે. જે આજીવિકા, શિક્ષણ અને આરોગ્યની દ્રષ્ટિએ વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. 

આ પણ વાંચો: બ્રિજ ઉદ્ઘાટનના આમંત્રણ મામલે નીતિન ગડકરી અને કોંગ્રેસના મુખ્યમંત્રી વચ્ચે ચણભણ!

અનેક રજૂઆત છતાં કોઈ ઉકેલ નહીં

સ્થિતિની ગંભીરતાને જોતા GMDA પોર્ટલ તથા CPGRAMS પર અનેકવાર ફરિયાદ કરવામાં આવી ચૂકી છે. સોશિયલ મીડિયા દ્વારા નગર પાલિકામાં વારંવાર અરજી આપવામાં આવી છે. સ્થાનિક કોર્પોરેટર, પ્રમુખ, SDM, EXEn વગેરેને આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે રજૂઆત કરાઈ છે, તેમ છતાં પણ આજદિવસ સુધી કોઈ જ ઉકેલ આવ્યો નથી. પરંતુ આ વચ્ચે મુદ્દાની વાત એ છે કે, આ ગંદા પાણીમાં ડેંગૂ, મલેરિયા જેવા અન્ય રોગોનો ખતરો વધી રહ્યો છે. 


Tags :