India

'વીર સાવરકર' ઍવૉર્ડ માટે નોમિનેટ થતાં થરુર ભડક્યા, કહ્યું- મને પૂછ્યા વિના કેવી રીતે આપી શકો

By GS TEAM
10 Dec 20252 mins read
TukuTouch Logo
હાઇરેન્જ રૂરલ ડેવલપમેન્ટ સોસાયટી (HRDS) ઇન્ડિયા નામની સ્વૈચ્છિક સંસ્થાએ કોંગ્રેસ સાંસદ શશી થરુર સહિત કુલ છ લોકોને 'વીર સાવરકર ઇન્ટરનેશનલ ઇમ્પેક્ટ ઍવૉર્ડ 2025' આપવાની જાહેરાત કરી છે. જો કે, થરુરે આ ઍવૉર્ડ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'વીર સાવરકર' ઍવૉર્ડ માટે નોમિનેટ થતાં થરુર ભડક્યા, કહ્યું- મને પૂછ્યા વિના કેવી રીતે આપી શકો

Shashi Tharoor: હાઇરેન્જ રૂરલ ડેવલપમેન્ટ સોસાયટી (HRDS) ઇન્ડિયા નામની સ્વૈચ્છિક સંસ્થાએ કોંગ્રેસ સાંસદ શશી થરુર સહિત કુલ છ લોકોને 'વીર સાવરકર ઇન્ટરનેશનલ ઇમ્પેક્ટ ઍવૉર્ડ 2025' આપવાની જાહેરાત કરી છે. જો કે, થરુરે આ ઍવૉર્ડ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો છે. 

પુરસ્કાર વિશે જણાવાયું જ નથીઃ થરુર

શશી થરુરે તિરુવનંતપુરમમાં પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે, ‘મને મીડિયા રિપોર્ટ થકી જાણ થઈ કે, દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં વીર સાવરકર ઇન્ટરનેશનલ ઇમ્પેક્ટ પુરસ્કાર માટે મને નોમિનેટ કરાયો છે. આ જાહેરાત વિશે ગઈ કાલે જ જાણ થઈ, જ્યારે હું સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કેરળમાં હતો. મને પુરસ્કાર વિશે ન તો જણાવાયું હતું અને ના તો મેં તેનો સ્વીકાર કર્યો છે. મારી મંજૂરી વિના નામ જાહેર કરનારા આયોજકો ખૂબ બેજવાબદાર ગણાય.’ 


આ પણ વાંચોઃ ભારત માટે ગૌરવની ક્ષણ: દિવાળી યુનેસ્કોની 'અમૂર્ત સાંસ્કૃતિક વિરાસત'ની યાદીમાં સામેલ

નોંધનીય છે કે, પુરસ્કાર સમારોહ બુધવારે (10 ડિસેમ્બર) નવી દિલ્હીમાં NDMC કન્વેન્શન હૉલમાં યોજાવાનો છે, જ્યાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. 

‘આ કાર્યક્રમમાં સામેલ થવાનો પ્રશ્ન જ નથી’

શશી થરુરે પોતાના એક નિવેદનમાં કહ્યું કે, આ પુરસ્કાર આપનારા સંગઠન કે તેના સંદર્ભ વિશે કોઈ પણ જાણકારી વિના, આ કાર્યક્રમમાં સામેલ થવું કે તેના સ્વીકાર કરવાનો કોઈ પ્રશ્ન જ નથી.  

આ પણ વાંચોઃ માર્કેટ શેર ઘટશે, બીજી એરલાઈન્સને ફાયદો... 10% ફ્લાઈટ કાપથી ઈન્ડિગોને 4 નુકસાન

કાર્યક્રમમાં સામેલ થયા દિગ્ગજ

'વીર સાવરકર ઇન્ટરનેશનલ ઇમ્પેક્ટ ઍવૉર્ડ' સાથે જોડાયેલો આ કાર્યક્રમ HRDS ઇન્ડિયા નામની સ્વૈચ્છિક સંસ્થા દ્વારા યોજાઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં ઉપ રાજ્યપાલ મનોજ સિન્હા મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે.