Get The App

માર્કેટ શેર ઘટશે, બીજી એરલાઇન્સને ફાયદો... 10% ફ્લાઇટ કાપથી ઇન્ડિગોને 4 નુકસાન

Updated: Dec 10th, 2025

GS TEAM

Google News
Google News
માર્કેટ શેર ઘટશે, બીજી એરલાઇન્સને ફાયદો... 10% ફ્લાઇટ કાપથી ઇન્ડિગોને 4 નુકસાન 1 - image

IndiGo Crisis: ઇન્ડિગો એરલાઇન્સનું સંકટ હજું ટળ્યું નથી, આજે દેશભરમાંથી 300થી વધુ ફ્લાઇટ્સ કેન્સલ થઈ છે, અને સેંકડોની સંખ્યામાં મુસાફરો ઍરપોર્ટ પર રઝળી પડ્યા છે. આજે ઇન્ડિગો સંકટનો 9મો દિવસ છે. આ વચ્ચે હવે સરકારે કડક પગલાં લેતાં ઇન્ડિગોની ફ્લાઇટ્સમાં 10% કાપ નિર્દેશ આપ્યો હતો. હવે, બીજો એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે, આ કાપ મૂકવામાં આવેલી ઇન્ડિગો ફ્લાઇટ્સ અન્ય એર ઓપરેટરોને રી-ડિસ્ટ્રિબ્યૂટ કરવામાં આવશે, જે સંકટમાં ફસાયેલ ઇન્ડિગો માટે વધુ એક મોટો ઝટકો હશે અને તેની સીધી અસર તેના માર્કેટ શેર પર જોવા મળશે. 

સરકારના આકરા નિર્ણયથી એરલાઇન્સને મજબૂત મેસેજ જશે

સરકારના 10% કાપવાળા નિર્દેશ બાદ હવે સરકારી સૂત્રોએ જણાવ્યું છે કે, ઇન્ડિગોની કાપ મૂકવામાં આવેલી ફ્લાઇટ્સ અન્ય એરલાઇન્સને આપવામાં આવશે, એટલે કે, અન્ય એર ઓપરેટરોને સ્પેસ મળશે. સરકારના આ રી-ડિસ્ટ્રિબ્યૂટના નિર્ણયથી એરલાઇન્સને એક મજબૂત મેસેજ જશે કે મુસાફરોને હળવાશથી ન લઈ શકાય અને ઇન્ડિગો જેવી સ્થિતિમાં તે એરલાઇનના માર્કેટ શેર પર પણ અસર પડી શકે છે.

ફ્લાઇટ્સ રી-ડિસ્ટ્રિબ્યૂટ કેમ?

ઇન્ડિગોની કાપ મૂકવામાં આવેલી ફ્લાઇટ્સને રી-ડિસ્ટ્રિબ્યૂટ કરવાથી મુસાફરો પાસે હવાઈ યાત્રા કરવાના વધુ વિકલ્પો રહેશે અને ઇન્ડિગોની ફ્લાઇટ જે સતત રદ થઈ રહી છે તેમાં પણ બ્રેક લાગશે. કાર્યપદ્ધતિની વાત કરીએ તો ઇન્ડિગોનો 10% ઓપ્સ શેર એર ઇન્ડિયા, સ્પાઇસજેટ, અકાસા અને અન્ય વિશ્વસનીય ઓપરેટરોને તેમની ક્ષમતા, ફ્લીટ ક્ષમતા અને હાલના રિસોર્સના આધાર પર આપી શકાય છે. સરકારના આ નિર્ણયથી એરલાઇનને ચાર મોટા ઝટકા લાગશે. 

1. દરરોજ 220 ફ્લાઇટ કટ

ઉડ્ડયન મંત્રાલયે મંગળવારે સાંજે યોજાયેલી બેઠકમાં ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ્સમાં 10% કાપ મૂકવાનો નિર્દેશ જારી કર્યો હતો. ઇન્ડિગોના સીઈઓ પીટર એલ્બર્સને બોલાવવામાં આવ્યા હતા. સરકારના આ નિર્ણયની પહેલી ખરાબ અસર ઇન્ડિગોની લગભગ 2,200 દૈનિક ફ્લાઇટ્સ પર સીધી અસર પડશે. આનો અર્થ એ કે, લગભગ 220 ફ્લાઇટ્સ ઘટી જશે. 

2. માર્કેટ શેર પર પડશે અસર

છેલ્લા આઠ દિવસથી ચાલી રહેલા ઇન્ડિગો સંકટે  એરલાઇનની વિશ્વસનીયતાને નબળી પાડવાનું કામ કર્યું છે, બીજી તરફ સરકારના કડક નિર્ણયોની સીધી અસર તેના માર્કેટ શેર પર પણ જોવા મળી શકે છે. વાસ્તવમાં ઇન્ડિગો એરલાઇન ભારતીય એવિએશન માર્કેટમાં 65%ની ભાગીદારી સાથે સૌથી મોટી પ્લેયર છે, પરંતુ ફ્લાઇટ્સ કાપ અને ફ્લાઇટ્સ રી-ડિસ્ટ્રિબ્યૂટ કરવાના MoCAના નિર્ણયથી ઇન્ડિગોના 55-57% માર્કેટ શેર પર અસર થશે અથવા તો ઘટાડો પણ થશે.

એરલાઇનની આવક પર અસર

સૌથી વધુ માર્કેટ ભાગીદારીની સાથે ભારતીય એવિએશન સેક્ટરની સૌથી મોટી કંપની ઇન્ડિગો એરલાઇન કમાણીના મામલે પણ હંમેશાથી આગળ રહી છે. પરંતુ તાજેતરનું સંકટ અને ફ્લાઇટ્સ કાપના સરકારના નિર્ણયની સીધી અસર તેની કમાણી પર જોવા મળશે. દરરોજ 220 ફ્લાઇટ્સમાં કાપ અને આ ફ્લાઇટ્સનું અન્ય એરલાઇન્સને ફાળવણી એ ઇન્ડિગો માટે મોટો ઝટકો છે.

આ પણ વાંચો: ઇન્ડિગોને ફટકો, દૈનિક ફ્લાઇટ્સ પર સરકારે 10 ટકા કાપ મુક્યો

શેરમાં વધુ ઘટાડો આવી શકે છે

ઇન્ડિગોમાં આઠ દિવસથી ચાલી રહેલા સંકટની અસર તેની પેરેન્ટ કંપની ઇન્ટરગ્લોબ એવિએશન લિમિટેડના શેર પર જોવા મળી રહી છે અને છેલ્લા પાંચ ટ્રેડિંગ દિવસોમાં તેમાં 12%થી વધુનો ઘટાડો થયો છે, જેના કારણે તેનું માર્કેટ કેપ 1.89 લાખ કરોડ પર આવી ગયું છે. હવે, સરકારના કડક પગલાંને કારણે વધુ ઘટાડાની શક્યતાથી ઈનકાર ન કરી શકાય, જેની અસર ઇન્ડિગોના શેરમાં રોકાણ કરનારાઓ પર પણ પડશે.