યુઝરે ઈંગ્લિશમાં કર્યો એવો સવાલ કે ખુદ શશી થરુરનું માથું ચકરાઈ ગયું, કહ્યું- ભાઈ શું કહેવા માગો છો?
Shashi Tharoor: કોંગ્રેસના સાંસદ શશી થરૂર હંમેશા તેમના બેબાક રાજકારણ અને અંગ્રેજી ભાષા પર પોતાની શાનદાર પકડના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેમની પોસ્ટ અવારનવાર લોકોને ડિક્શનરી ખોલવા પર મજબૂર કરી દે છે. પરંતુ, આ વખતે કંઇક અલગ થયું, જ્યારે થરૂરે એક યુઝરના જવાબથી એટલા મૂંઝાઈ ગયા કે, અંગ્રેજી મૂકીને હિન્દી પર આવી ગયા.
શશી થરૂરે એક્સ પર કરી પોસ્ટ
આ મામલો ત્યારે શરૂ થયો જ્યારે થરૂરે X પર અમેરિકન ટ્રેઝરી સચિવ સ્કૉટ બેસેન્ટના એ નિવેદનનો જવાબ આપ્યો, જેમાં તેમણે ભારતને 'હઠિલું' જણાવ્યું હતું. બેસેંટ, જે એક હેજ ફન્ડ મેનેજર અને રોકાણકાર છે, 2025માં ટ્રેઝરી સેક્રેટરી માટે ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નોમિનેટ કરવામાં આવ્યા છે. થરૂરે તેમની સામાન્ય શૈલીમાં જવાબ આપ્યો કે, મેં સાંભળ્યું છે કે કેટલાક લોકો ભારતને હઠીલા કહી રહ્યા છે. હું કહું છું કે ખોટી બાબતો સામે ઝૂકવા કરતાં હઠીલા રહેવું વધુ સારું છે. X પર શશી થરૂરના નમ્ર પરંતુ તીખા જવાબના ખૂબ વખાણ કર્યા.
આ પણ વાંચોઃ પુતિન સાથે મુલાકાત બાદ ભારત અંગે ટ્રમ્પના મિજાજ બદલાયા, જુઓ ટેરિફ વિશે શું કહ્યું?
યુઝરે શું લખ્યું?
પરંતુ ત્યારે X યુઝર @sagarcasmએ થરૂરની અંગ્રેજીની માત આપતા એવો રિપ્લાઇ કર્યો કે, લોકો ચોંકી ગયા. યુઝરે લખ્યું હતું કે, That's fine Shashi but what about the abnegation of camaraderie in the egregious enfranchise that comes from the fatuous of the grandiloquent at the behest of impecunious and insidious semaphore?
ચોંકાવનારી વાત એ છે કે, આ ભારે-ભરખમ અંગ્રેજી થરૂરને પણ સમજ ન પડી. જેથી તેમણે હિન્દીમાં જવાબ આપ્યો અને કહ્યું કે, 'ભાઈ, આપ કહેના ક્યા ચાહતે હો?'
આ પણ વાંચોઃ મુંબઈમાં વરસાદી આફત, અનેક વિસ્તારો જળમગ્ન, વિક્રોલીમાં ભૂસ્ખલન થતાં 2 લોકોના મોત
વાઈરલ થયો રિપ્લાઇ
@sagarcasm આ વાતનો લાભ લઈને મસ્તીભર્યા અંદાજમાં લખ્યું કે, લોકસભા સત્ર ખતમ થયા બાદ મળો, હું તમને અંગ્રેજી શીખવાડી દઇશ! આ મજેદાર જવાબ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયો. એક યુઝરે લખ્યું કે, આ માણસે શશી થરૂર પાસે હિન્દીમાં ટાઇપ કરાવી દીધું!
Grokએ કર્યો અનુવાદ
Grokએ આ અઘરા વાક્યનો હિન્દી અનુવાદ કર્યો. જેને સરળ ભાષામાં કહીએ તો તેનો અર્થ એવો હતો કે, શું કરીશું એ દોસ્તીનું? જે બેકાર અને અયોગ્ય અધિકારોમાં ખોવાઈ જાય છે? જ્યારે લોકો દેખાડા અને કારણ વિનાની મોટી-મોટી વાતોમાં ગુંચવાયેલા હોય અને બધું અમુક ચાલાકી અથવા ખોટા લોકોના ઈશારા પર ચાલતું હોય.