Get The App

વોટ ચોરીના આરોપો અંગે રાહુલને મળ્યો દિગ્ગજનો સાથ, ચૂંટણીપંચ વિશે જાણો શું કહ્યું

Updated: Aug 8th, 2025

GS TEAM

Google News
Google News
વોટ ચોરીના આરોપો અંગે રાહુલને મળ્યો દિગ્ગજનો સાથ, ચૂંટણીપંચ વિશે જાણો શું કહ્યું 1 - image
Images Sourse: IANS

Voter List Irregularities: લોકસભામાં વિપક્ષ નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ગુરુવારે (સાતમી ઓગસ્ટ) એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેણે વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં કર્ણાટકના એક વિધાનસભા મતવિસ્તારમાં નકલી મતદાન થયાનો આરોપ લગાવ્યો હતા આ ઉપરાંત તેણે કથિત રીતે કેટલાક પુરાવા પણ રજૂ કર્યા હતા.

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે, કેટલીક મતદાર યાદીઓમાં ઘર નંબર 0 છે અને કેટલીક જગ્યાએ પિતાનું નામ ખાટા છે. આ દાવાઓ પર ચૂંટણીપંચે એક પત્ર લખીને તેમની પાસે સોગંદનામા પર સહી સાથે આ પુરાવા માંગ્યા હતા. હવે રાહુલ ગાંધીને આ મામલે કોંગ્રેસ સાંસદ શશિ થરૂરનું સમર્થન મળ્યું છે.

કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે શું કહ્યું....

ચૂંટણીમાં વોટ ચોરી થયાના રાહુલ ગાંધીના આરોપો પર શશિ થરૂરે પ્રતિક્રિયા આપી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું, 'આ ગંભીર સવાલો છે જેનો તમામ પક્ષો અને તમામ મતદારોના હિતમાં ગંભીરતાથી ઉકેલ લાવવો જોઈએ. આપણી લોકશાહી એટલી મૂલ્યવાન છે કે તેની વિશ્વસનીયતાને અસમર્થતા, બેદરકારી અથવા તેનાથી પણ ખરાબ, ઈરાદાપૂર્વકની છેડછાડ દ્વારા ખતમ થવી જોઈએ નહીં.'


ચૂંટણીપંચને અપીલ કરતા શશિ થરૂરે લખ્યુ, 'ચૂંટણીપંચે આ અંગે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. દેશને  હંમેશા આ અંગે માહિતી હોવી જોઈએ.'

આ પણ વાંચો: VIDEO : 'સમય બદલાશે, સજા તો જરૂર મળશે...' રાહુલ ગાંધીએ વોટ ચોરી અંગે મૂક્યા નવા આરોપ

દેશને બચાવવાનો સમય આવી ગયો છે: મલ્લિકાર્જુન ખડગે

બીજી તરફ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ રાહુલ ગાંધીના વોટ ચોરીના આરોપોને સમર્થન આપ્યું હતું. તેમણે 'X'  પર લખ્યું,'લોકશાહી અને બંધારણની સાથે દેશને બચાવવાનો સમય આવી ગયો છે.


દાવો કરતા મલ્લિકાર્જુન ખડગેએ લખ્યું, 'પહેલા ચૂંટણીપંચની સમગ્ર વિશ્વમાં વખાણ થતા હતા. વિવિધ દેશો ચૂંટણી પંચ પાસેથી નિષ્પક્ષ ચૂંટણીઓ યોજવા માટે તાલીમ લેતા હતા. પરંતુ હવે તે શાસક પક્ષના પ્રતિનિધિ જેવું વર્તન કરે છે.'

Tags :