India

'ભારત માટે શરમની વાત...' મુક્ત થતાં જ અભિજિત દીપકેએ PM મોદી સામે તાક્યું નિશાન

By GS Team
11 Oct 20262 mins read
TukuTouch Logo
કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે, આશુતોષ રાંકા અને સૌરવ દાસની દિલ્હીમાં અટકાયત બાદ મુક્તિ થઈ છે. શનિવારે મુંબઈથી દિલ્હી પહોંચતા જ તેમને વિમાનમાંથી કસ્ટડીમાં લેવાયા હતા. રવિવારે મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરાતા 1 વર્ષ સુધી શાંતિ ભંગ ન કરવાની શરતે મુક્ત કરાયા. દીપકેએ PM મોદી પર નિશાન સાધ્યું અને CECના રાજીનામાની માંગ સાથે લડત ચાલુ રાખવાની વાત કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

'ભારત માટે શરમની વાત...' મુક્ત થતાં જ અભિજિત દીપકેએ PM મોદી સામે તાક્યું નિશાન

Abhijeet Dipke Released From Police Custody : કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજિત દીપકે અટકાયતમાંથી મુક્ત થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને તેમણે મોદીને વડાપ્રધાન તરીકે ભારત માટે શરમજનક ગણાવ્યા હતા. દીપકેએ એવો પણ આક્ષેપ કર્યો કે દેશે મારા મતે આવો ‘કાયર’ અને ‘ધાક જમાવનાર’ વ્યક્તિ અગાઉ ક્યારેય જોયો નથી.

એક વર્ષ સુધી શાંતિ રાખવાની શરત

અભિજિત દીપકે ઉપરાંત આશુતોષ રાંકા અને સૌરવ દાસને પણ મુક્ત કરવામાં આવ્યા છે. અહેવાલ મુજબ, શનિવારે મુંબઈથી દિલ્હી પહોંચ્યા બાદ ત્રણેયને વિમાનમાંથી જ અટકાયતમાં લેવામાં આવ્યા હતા. ત્યારબાદ રવિવારે તેમને કેન્ટ પોલીસ સ્ટેશનમાં કાર્યકારી મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. મેજિસ્ટ્રેટે શરતો સાથે તેમની મુક્તિના આદેશ આપ્યા હતા. CJPના કાનૂની વિભાગનાં વડા રત્ના સિંહના જણાવ્યા અનુસાર, ત્રણેયને એક વર્ષ સુધી શાંતિનો ભંગ નહીં કરવાની શરતે મુક્ત કરવામાં આવ્યા છે.

કોકરોચ ક્યારે મરતા નથી

મુક્તિ બાદ CJPના પ્રવક્તા આશુતોષ રાંકાએ જણાવ્યું હતું કે બપોરે બે વાગ્યે યોજાનારી પત્રકાર પરિષદમાં આગળની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવશે. દીપકે પણ જણાવ્યું હતું કે પત્રકાર પરિષદમાં સૌરવ દાસ અને આશુતોષ રાંકા હાજર રહેશે. દરમિયાન, CJPના સત્તાવાર એક્સ ખાતા પરથી ‘કોકરોચ ક્યારેય મરતા નથી’ એવી પોસ્ટ કરવામાં આવી હતી. પક્ષ સાથે સંકળાયેલા અજિંક્ય શિંદેએ રવિવારે પણ વિરોધ પ્રદર્શન ચાલુ રાખવાની જાહેરાત કરી હતી.

રાજીનામા સુધી આંદોલન યથાવત્ત રાખવાની નેમ

આ પહેલાં શનિવારે દીપકેએ ‘જંતર-મંતર 2.0’ નામે પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શનનો ઉલ્લેખ કરીને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે પ્રદર્શન શરૂ થાય તે પહેલાં જ સરકાર હારી ગઈ છે. દિલ્હી બંધ કરવું, પ્રદર્શનના સમર્થકો સામે કડક કાર્યવાહી કરવી અને ટ્રેનો રોકવી એ તાકાત નહીં, પરંતુ સરકારના ડરનું સૂચક હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો. દીપકેએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ જેલમાં જવા તૈયાર છે, પરંતુ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC)ને પદ પરથી હટાવવાની માગ સાથેની લડત ચાલુ રાખશે.

દીપકે દાદીના અંતિમ સંસ્કાર માટે રવાના

અટકાયતમાંથી છૂટ્યા બાદ દીપકે મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં આવેલા પોતાના ગામ જવા રવાના થયા હતા. શનિવારે તેમની દાદીનું અવસાન થયું હોવાથી તેઓ અંતિમ દર્શન માટે ગામ જઈ રહ્યા હોવાનું જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે તેમના અંતિમ સંસ્કાર બાકી રાખવામાં આવ્યા હોવાથી જે પહોંચશે બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવશે.