રોહિત શર્મા જ નહીં શમા મોહમ્મદે વિરાટ કોહલીનો પણ કર્યો હતો વિરોધ, જૂની પોસ્ટ ફરી વાઇરલ
Shama Mohamed Controversial Statement on Virat Kohli: ભારતીય વનડે અને ટેસ્ટ ટીમના કૅપ્ટન રોહિત શર્માની ફિટનેસ અને ખાસ કરીને બોડી ફેટને લઈને ટીકાઓથી ઘેરાયેલા રહે છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શમા મોહમ્મદે તાજેતરમાં રોહિત શર્માને 'જાડો' કહીને વિવાદ ઊભો કર્યો હતો. એવામાં હવે તેની જૂની પોસ્ટ પણ વાયરલ થઈ રહી છે જેમાં તેણે વિરાટ કોહલીનો પણ વિરોધ કર્યો હતો.
વર્ષ 2018માં X પર આ પોસ્ટ કરવામાં આવી હતી. જેમાં વિરાટને લઈને શમા મોહમ્મદે લખ્યું હતું કે, 'જે લોકો અંગ્રેજી ભાષાને પ્રાધાન્ય આપે છે અને વિદેશીઓને પોતાનો રોલ મોડલ માને છે, તેઓએ ભારતમાં રહેવું જોઈએ નહીં.'
શમા મોહમ્મદે કોહલી પર કર્યા પ્રહાર
વર્ષ 2018માં, શમા મોહમ્મદે વિરાટ કોહલીના આ જ નિવેદન પર પ્રતિક્રિયા આપી અને સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, 'વિરાટ કોહલી એક રમત રમે છે જેની સ્થાપના બ્રિટિશરો દ્વારા કરવામાં આવી હતી, વિદેશી બ્રાન્ડને પ્રમોટ કરીને કરોડો કમાય છે, ઇટલીમાં લગ્ન કર્યા હતા, હર્શેલ ગિબ્સને તે પોતાનો ફેવરિટ ક્રિકેટર કહે છે અને એન્જેલિક કર્બર તેની ફેવરિટ ટેનિસ પ્લેયર છે. આ સાથે જ વિરાટ વિદેશી બેટરના વખાણ કરનારાને ભારત છોડી દેવાનું પણ કહે છે.'
રોહિત શર્માને કહ્યો હતો 'જાડો'
તાજેતરમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે ન્યૂઝીલૅન્ડને 44 રને હરાવીને ગ્રૂપ Aમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. તે મેચ બાદ શમા મોહમ્મદે રોહિત શર્માને 'જાડો' કહેતાં કહ્યું કે, 'રોહિત ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં સૌથી બિનઅસરકારક કૅપ્ટન છે.'
રોહિત શર્મા પર આપવામાં આવેલા નિવેદન અને હવે વાયરલ થયેલા વિરાટ કોહલી પરની જૂની ટ્વિટને કારણે લોકો શમા મોહમ્મદને ખરાબ રીતે ટ્રોલ કરી રહ્યા છે.