Get The App

'સીમા હૈદરે મારા પર કાળો જાદુ કર્યો', સુરેન્દ્રનગરના યુવકે સીમા પર હુમલો કર્યો

Updated: May 4th, 2025

GS TEAM


Google News
Google News
'સીમા હૈદરે મારા પર કાળો જાદુ કર્યો', સુરેન્દ્રનગરના યુવકે સીમા પર હુમલો કર્યો 1 - image

Seema Haider: ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગરના રાબુપુરા ગામમાં રહેતી અને પડોશી દેશ પાકિસ્તાનથી આવેલી સીમા હૈદર પર હુમલો થયો છે. આ હુમલો શનિવારે (ત્રીજી મે) મોડી સાંજે થયો હતો. તેના પર હુમલો કરનાર યુવકની ઓળખ સુરેન્દ્રનગરના તેજસ જાની તરીકે થઈ છે. આરોપી યુવક સીમાના ઘરમાં ઘૂસીને જીવલેણ હુમલો કર્યો હતો. જ્યારે સીમા હૈદરે ગભરાઈ ગઈ અને તેણે બુમો પાડી હતી. ત્યારે પરિવાર અને પડોશીઓએ આરોપીને પકડી લીધો હતો. આરોપીએ સીમા પર કાળા જાદુ કર્યાનો આરોપ લગાવ્યો છે. હાલ પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.

જાણો શું છે મામલો

મળતી માહિતી મુજબ, યુવકે સીમાના ઘરમાં ઘૂસીને સીમા પર હુમલો કર્યો. યુવકે પહેલા ઘરનો દરવાજો ખખડાવ્યો અને પછી અંદર ઘૂસીને સીમા હૈદરનું ગળું દબાવ્યું હતું. જ્યારે સીમા જોરથી બુમો પાડવા લાગી હતી, ત્યારે આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા અને યુવકને માર માર્યો. સીમાએ તાત્કાલિક પોલીસને ઘટનાની જાણ કરી અને સુરક્ષા કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા.

આ પણ વાંચો: પાકિસ્તાન સામે વધુ એક એક્શન : બિલાવલ ભુટ્ટો, ઈમરાન ખાનના X એકાઉન્ટ ભારતમાં બૅન


આરોપી યુવકની ઓળખ તેજસ જાની તરીકે થઈ છે, જે સુરેન્દ્રનગર જિલ્લામાં ટીબી હોસ્પિટલ પાસે રહેતા જયેન્દ્ર ભાઈનો પુત્ર છે. એસીપી સાર્થક સેંગરે જણાવ્યું હતું કે, 'આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેનું માનસિક સ્વાસ્થ્ય સારું નથી. પોલીસ સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે. યુવકના પરિવારના સભ્યોને પણ જાણ કરવામાં આવી છે. તેજસ જાનીએ પૂછપરછ દરમિયાન કહ્યું કે સીમાએ મારા પર કાળો જાદુ કર્યો હતો.'

'સીમા હૈદરે મારા પર કાળો જાદુ કર્યો', સુરેન્દ્રનગરના યુવકે સીમા પર હુમલો કર્યો 2 - image

Tags :