Get The App

પાકિસ્તાન સામે વધુ એક એક્શન : બિલાવલ ભુટ્ટો, ઈમરાન ખાનના X એકાઉન્ટ ભારતમાં બૅન

Updated: May 4th, 2025

GS TEAM


Google News
Google News
પાકિસ્તાન સામે વધુ એક એક્શન : બિલાવલ ભુટ્ટો, ઈમરાન ખાનના X એકાઉન્ટ ભારતમાં બૅન 1 - image


Pahalgam Attack News : પહલગામ હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન વિરુદ્ધ કડક વલણ અપનાવવાની શરૂઆત કરી દીધી છે. આ દરમિયાન વધુ એક અહેવાલ એવા સામે આવયા છે કે પાકિસ્તાની બે મોટી હસ્તીઓના એક્સ એકાઉન્ટ ભારતમાં બંધ કરી દેવામાં આવ્યા છે. 

કોની કોની સામે કાર્યવાહી? 

પાકિસ્તાની પીપલ્સ પાર્ટી (PPP) ના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો અને પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના એક્સ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ભારતના આ નિર્ણયથી પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે. ભારતે તેની પાછળનું કારણ લીગલ ડિમાન્ડ એટલે કે કાયદાકીય માગ ગણાવી હતી. 

અગાઉ પણ આપ્યો હતો ઝટકો 

જોકે પહેલીવાર નથી જ્યારે ભારત સરકારે પાકિસ્તાન વિરુદ્ધ આવી કાર્યવાહી કરી હોય. અગાઉ પણ પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાઝા આસિફનું એક્સ એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યું હતું. આ ઉપરાંત પાકિસ્તાન સરકારના સત્તાવાર એક્સ હેન્ડલ, અનેક પાકિસ્તાની ક્રિકેટર્સ અને સેલિબ્રિટીની યુટ્યુબ ચેનલ બંધ કરી દેવામાં આવી હતી. 

16 યુટ્યુબ ચેનલ બૅન કરી હતી 

ભારત સરકારે ભારતમાં 16 પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પણ પ્રતિબંધ મૂક્યો છે. આ ચેનલો પર ભડકાઉ ભાષણો આપવા અને સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ વસ્તુઓ બતાવવાનો આરોપ છે. આ ચેનલોની યાદીમાં પાકિસ્તાનની ઘણી મોટી ન્યૂઝ ચેનલો જેમ કે ડોન, એઆરવાય ન્યૂઝ, બોલ ન્યૂઝ, જીઓ ન્યૂઝ અને સમા ટીવીના નામ સામેલ છે.


Tags :