For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બજેટ પર વિપક્ષના નેતાઓએ જુઓ શું કહ્યું, કોંગ્રેસની પ્રતિક્રિયા રસપ્રદ

આ બજેટમાં મોઘવારી સામે કોઈ રાહત આપતુ બજેટ નથી. આ બજેટથી તો ઉલ્ટાની મોધવારી વધશે: અરવિંદ કેજરીવાલ

ભાજપાનુ્ં બજેટ મોંઘવારી અને બેરોજગારી વધારનારુ છે. ખેડિતો, મજુરો, યુવાનો, મહિલા, નોકરીયાતો તેમજ વ્યાપારીઓ માટે કોઈ લાભ નહી: અખિલેશ યાદવ

Updated: Feb 1st, 2023

Article Content Image

નવી દિલ્હી, તા. 1 ફેબ્રુઆરી 2023, બુધવાર

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણએ મોદી સરકારના બીજા કાર્યકાળનું અંતિમ પૂર્ણ બજેટ રજુ કર્યું છે. આ બજેટમાં બધા સેક્ટર્સ માટે મોટી ઘોષણાઓ કરવામાં આવી હતી. જેની અસર શેરમાર્કેટ પર પોઝીટીવ અસર જોવા મળી હતી. નિર્મલા સીતારામણે મધ્યમવર્ગ માટે મોટી જાહેરાતો કરી હતી જેમાં ખાસ કરીને ઈન્કમટેક્સ પર 7 લાખ આવક પર ટેક્સ છૂટ સૌથી મહત્વની જાહેરાત કરી હતી. જેના કારણે શેરબજારમાં ભારે ઊછાળો જોવા મળ્યો હતો. બીજી બાજુ  રેલ્વે સેક્ટર માટે 2.4 લાખ કરોડનું રેલવે માટે બજેટ ફાળવવામા આવતાની સાથે જ શેરમાર્કેટમાં 4 ટકાની તેજી જોવા મળી હતી. તો બીજી બાજુ તમાકુ પર ટેક્ષ વધારવાથી આઈટીસી, ગોડફે ફિલિપ્સના શેરમાં 4 ટકાનો ઘટાડો થયો હતો. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમનના 2023-24ના બજેટને લઈને વિપક્ષોએ કેવો પ્રતિસાદ આપ્યો તેના પર એક નજર કરીએ. 

નાણામંત્રી નિર્મલા સીતારમનના 2023-24ના બજેટ બાબતે વિપક્ષોએ આપેલા પ્રતિસાદ 

અખિલેશ યાદવ 

અખિલેશ યાદવે ટ્વીટ કરીને કહ્યુ કે, ભાજપે તેના બજેટનો દશકો પુરો કર્યો છે. જેમા તેમને પહેલા કાંઈ આપ્યુ નથી તો હવે શુ આપે. તેમણે કહ્યુ કે ભાજપાનુ્ં બજેટ મોઘવારી અને બેરોજગારી વધારવાવાળુ છે. ખેડિતો, મજુરો, યુવાનો, મહિલા, નોકરીયાતો તેમજ વ્યાપારીઓ માટે આ કોઈ આશા નથી જોવા મળતી. માત્ર જોવા મળી છે તો નિરાશા. કારણ કે આ બજેટ માત્ર મોટા લોકો માટે લાભ આપવા માટે બન્યું છે. 

ફિલ્મ અભિનેતા શત્રુધ્ન સિંહા

ફિલ્મ અભિનેતા અને ટીએમસીના સાસંદ શત્રુધ્ન સિંહા કહ્યુ કે આ બજેટમાં સામાન્ય લોકો માટે કોઈ ખાસ નથી. આ માત્ર ચૂંટણીલક્ષી બજેટ છે. 

કોંગ્રેસના સાસંદ કાર્તિ ચિદંબરમ

કોંગ્રેસમના સાસંદ કાર્તિ ચિદંબરમે કહ્યુ કે બજેટમાં એક મોટો હિસ્સો રાષ્ટ્રપતિના સંબોધન અને આર્થિક સર્વેશણના રિપોર્ટ અનુસાર ટેક્સમાં કોઈ પણ પ્રકારેની કાપ ન કરવા માટે સ્વાગત. લોકોના હાથમાં પૈસા આપવા અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે સૌથી સરળ માર્ગ છે. 

ફારુક અબદુલ્લા 

જમ્મુ કાશ્મીરના પુર્વ મુખ્યમંત્રી ફારુક અબદુલ્લાએ બજેટ વિશે કહ્યુ કે બજેટમાં મધ્યમ વર્ગને મદદ આપવામાં આવી છે. દરેકને કાંઈકને કાંઈક તો આપ્યુ જ છે. દોઢ કલાક સુધી અમે બજેટ સાંભળ્યુ. હવે જ્યારે અમને મોકો મળશે ત્યારે અમે તેના પર વાત કરીશું. 

કોંગ્રેસના લોકસભાના નેતા અધીર ચૌધરી

બજેટ પર કોંગ્રેસના લોકસભાના નેતા અધીર ચૌધરીએ વાત કરતાં કહ્યુ કે આમા માત્ર શબ્દોની મારામારી છે બીજૂ કાઈ જ નથી. આ બજેટ આમ લોકો માટે નથી. આ પહેલુ એવુ બજેટ છે જેમા ખેડુતો માટે કોઈ જ લાભ નથી. તેમજ મજુરો માટે પણ કાંઈ જ નથી. 

બસપાના નેતા માયાવતી

બસપાના નેતા માયાવતીએ પોતાના ટ્વીટમાં લખ્યુ છે કે, દેશમાં પહેલા આવતા તે મુજબ છેલ્લા 9 વર્ષથી કેન્દ્ર સરકારના બજેટ આવતા રહે છે. જેમાં જાહેરાત કરવામાં આવે છ, વાયદાઓ કરવામાં આવે છે,  આશાઓ બતાવવામાં આવે છે. પરંતુ આ બધુ બેમાની છે કેમ કે ભારતનો મધ્યમ વર્ગના લોકો, ગરીબી, બેરોજગારી વગેરેના કારણે તે વધુ ગરીબ બની ગયો છે. આ ખરેખર દુખદ છે. 

અરવિંદ કેજરીવાલ, મુખ્યમંત્રી  દિલ્હી 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરાવાલે તેમના ટ્વીટ કરતાં કહ્યુ હતુ કે, આ બજેટમાં મોઘવારી સામે કોઈ રાહત આપતુ બજેટ નથી. આ બજેટથી તો ઉલ્ટાની મોધવારી વધશે. તેમજ બેરોજગારી દુર કરવાની પણ કોઈ ખાસ યોજના નથી. શિક્ષણનું બજેટ ઘટાડીને 2.64 ટકાથી ઘટાડી 2.5 ટકા કરવુ એ ખુબ દુર્ભાગ્યપુર્ણ કહેવાય. આ સાથે સ્વાસ્થય અંગેનુ બજેટ ઘટાડીને 2.2 ટકાથી 1.98 ટકા કરવુ તે ખરેખર નુકશાન કારક છે. 

કોંગેસ નેતા જયરામ રમેશ

કોંગેસ નેતા જયરામ રમેશે કહ્યુ કે, પાછલા સાત બજેટમાં  કૃષિ, આરોગ્ય, શિક્ષણ, મનરેગા અને અનુસુચિત જાતિઓના કલ્યાણ માટે થોડી રાહતો આપવામાં આવતી હતી. આજે તેની હકીકતો આપણી સામે છે. વાસ્તવિક ખર્ચની તુલનાએ બજેટ કરતા ઘણુ ઓછુ છે. આ મોદીની હેડલાઇન મેનેજમેન્ટની ઓપીયુડી વ્યૂહરચના છે - વચનોથી વધારે અન્ડર ડિલિવર કહી શકાય. 

શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદી

શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ બજેટ વિશે કહ્યુ કે આ એક વન ટાઈમ  ઓપર્ચુનિટી છે. મહિલાઓ માટે દુર દુર સુધી કાંઈ જ જોવા મળતુ નથી. ગરીબોને માત્ર મફતમાં અનાજ જ નથી જોઈતુ. તેમને તેમના બાળકો માટે રોજગાર જોઈએ છે. જેની આ બજેટમાં કોઈ જ વાત કરવામાં નથી આવી. અને આ ટેક્ષ સ્લેબ પણ ગોટાળા છે. તે ભ્રમિત કરે છે. પહેલા 5 લાખની આવકમર્યાદામાં છુટ હતી. હવે તેની મર્યાદા વધારવામાં આવી છે. જેમા ત્રણ લાખથી ઉપરની આવકવાળાને તો ટેક્ષ આપવાનો જ છે.

Gujarat