For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જનધન ખાતામાં મહિલા લાભાર્થીઓને 500 રૂપિયાનો બીજો હપ્તો ક્યારે મળશે?, જાણો નિયમો

Updated: May 2nd, 2020

Article Content Imageનવી દિલ્હી, 2 એપ્રિલ 2020 શનિવાર 

જનધન ખાતાનાં મહિલા લાભાર્થીની દરેક મહિનાનો 500 રૂપિયાનો હપ્તો 4 મે અને ખાતામાં જમાં થવાનું શરૂ થશે, બેંક પોતાનાં ખાતાધારકોને એસએમએસ દ્વારા તેની સુચના આપી રહ્યા છે.

લાભાર્થી તેને મળેલી રકમ નજીકનાં એટીએમમાંથી RuPay કાર્ડ, બેંક મિત્ર, CSPનાં ઉપયોગથી નિકાળી થશે છે. જો કે તેમણે પણ લોકડાઉનનાં નિયમોનું પાલન કરતા પૈસા નિકાળવા માટે ભારત સરકારની સુચનાઓનું પાલન કરવાનું રહેશે.

બેંક ઓફ બરોડાએ પોતાના જનધન ખાતાનાં એસએમએસ સંદેશમાં કહ્યું છે કે અમને તમારી ચિંતા છે, પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ પેકેજ હેઠળ PMJDYનાં લાભાર્થી મહિલાઓનાં ખાતામાં 3 મહિનાઓ માટે દર મહિને 500 રૂપિયા જમાં કરવામાં આવશે.

તમને પૈસા નિકાળવાની તારીખ અને સમય અંગે માહિતી આપવામાં આવશે, તમને  પ્રાર્થના છે કે તારીખ અને સમય પર જ શાખા અને બેંક મિત્રનો સંપર્ક કરો.  

COVID-19 સંકટ પર ગરીબોની મદદ કરવા માટે સરકારે 26 માર્ચનાં દિવસે કહ્યું હતું કે એપ્રિલથી શરૂ થનારા આગામી ત્રણ મહિના માટે મહિલા જનધન ખાતાધારકોને 500 રૂપિયાનું  ચુકવણું કરવામાં આવશે, નાણા સચિવ દેબાશીષ પાંડાએ શનિવારે ટ્વીટ કરીને જણાવ્યું. 

Article Content Imageઆ દિવસે જમા થશે નાણા

0 થી 1 નાં રૂપમાં અંતિમ અંક છે તે ખાતામાં 4 મેનાં દિવસે નાણા જમા થશે

2 અથવા 3 ની સાથે સમાપ્ત થનારા ખાતા સંખ્યામાં 5 મે પૈસા જમા થશે

4 અથવા 5 નાં સાથે ખાતા સંખ્યાવાળા ખાતામાં 6 મેનાં દિવસે રકમ જમા થશે

6 અથવા 7નાં સમાપ્ત થનારા ખાતા સંખ્યામાં 8 મેંનાં દિવસે 

8 અથવા 9 સાથે સમાપ્ત થનારા ખાતા સંખ્યા માટે 11 મેંનાં દિવસે રકમ જમા કરાશે

અત્રે ઉલ્લેખનિય છે કે મોદી સરકારે કોરોના સંકટમાં મહિલા લાભાર્થીઓને રાહત આપવા માટે જનધન ખાતા ધારક 20.5 કરોડ મહિલાઓને ત્રણ મહિના સુધી દરેક મહિને 500 રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે. અને આ વખતે બીજો હપ્તો મહિલા ખાતાધારકોને આપવામાં આવશે. 

Gujarat