Get The App

ઈન્ડોનેશિયામાં એક ભારતીય સહિત આઠ મુસાફરોને લઈ જતું હેલિકોપ્ટર ગુમ, શોધ શરુ

Updated: Sep 2nd, 2025

GS TEAM

Google News
Google News
ઈન્ડોનેશિયામાં એક ભારતીય સહિત આઠ મુસાફરોને લઈ જતું હેલિકોપ્ટર ગુમ, શોધ શરુ 1 - image

Helicopter Missing In Indonesia : ઈન્ડોનેશિયામાં એક ભારતીય સહિત આઠ મુસાફરોને લઈ જતું હેલિકોપ્ટર અચાનક ગુમ થઈ ગયું છે. એસ્ટિન્ડો એર કંપનીના હેલિકોપ્ટરે સોમવારે બોર્નિયો ટાપુ પરથી ઉડાન ભરી હતી, ત્યારબાદ ગુમ થતાં સમગ્ર ટીમે શોધખોળ શરુ કરી દીધી છે.

આઠ જ મિનિટમાં એર ટ્રાફિક કંટ્રોલ સાથે સંપર્ક તૂટ્યો

ઈન્ડોનેશિયાયી સમાચાર એજન્સી અંતરાના રિપોર્ટ મુજબ એરબેસ બીકે117 D3 મોડલનું હેલિકોપ્ટર ગુમ થયું છે. દક્ષિણ કાલિમંતન પ્રાંતના કોટાબારુ જિલ્લાથી મુસાફરોને લઈને જતું હેલિકોપ્ટર મધ્ય કાલિમંતના પાલતાંકરાયા શહેર જવાનું હતું, જોકે તેનો આઠ જ મિનિટમાં એર ટ્રાફિક કંટ્રોલ સાથે સંપર્ક તૂટી ગયો છે.

આ પણ વાંચો : સુદાનમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલનથી આખું ગામ દટાયું, 1000 લોકોના મોત

હેલિકોપ્ટરમાં ભારતીય નાગરિક સંથા કુમાર પણ સામેલ

રિપોર્ટ મુજબ, મુસાફરોના ભારતીય નાગરિક સંથા કુમાર પણ સામેલ હતો. શોધખોળ કરી રહેલી એજન્સીના પ્રમુખ આઈ પુતુ સુદયાનાએ કહ્યું કે, ‘અમે હેલિકોપ્ટર શોધવા માટે બે હેલિકોપ્ટર કામે લગાડ્યા છે. વિવિધ એજન્સીઓના સ્થાનિક સ્વયંસેવકો અને 140 કર્મચારીઓ પણ શોધખોળ અભિયાનમાં જોડાયા છે. અમારી ટીમ 27 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં જંગલ અને પહાડી વિસ્તારોમાં લાપતા હેલિકોપ્ટરની શોધ કરી રહી છે. 

આ પણ વાંચો : અમેરિકાએ 8 યુદ્ધ જહાજો તહેનાત કરતા વેનેઝુએલા ભડક્યું, સરહદે 15000 સૈનિકો તહેનાત દીધા, સેનામાં મોટાપાયે ભરતી શરૂ કરી

Tags :