Get The App

MBBSમાં એડમિશન માટે NEET UG કાઉન્સલિંગનું શેડ્યૂલ જાહેર, જાણો કઈ તારીખથી થશે રજિસ્ટ્રેશન

Updated: Jul 12th, 2025

GS TEAM

Google News
Google News
MBBSમાં એડમિશન માટે NEET UG કાઉન્સલિંગનું શેડ્યૂલ જાહેર, જાણો કઈ તારીખથી થશે રજિસ્ટ્રેશન 1 - image


NEET UG counselling admission Schedule : મેડિકલ કાઉન્સેલિંગ કમિટી (MCC)એ MBBS અને BDSમાં પ્રવેશ માટે કાઉન્સેલિંગનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કર્યું છે. શેડ્યૂલ મુજબ, આ વર્ષે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET UG) પાસ કરનારા વિદ્યાર્થીઓ 21 જુલાઈ, 2025થી કાઉન્સેલિંગ પ્રક્રિયા માટે MCCની સત્તાવાર વેબસાઇટ પરથી રજીસ્ટ્રેશન કરાવી શકશે. કાઉન્સેલિંગ પ્રક્રિયાનું શેડ્યૂલ mcc.nic.in પર જાહેર કર્યું છે. આ વર્ષે NEET UGનું પરિણામ 14 જૂને જાહેર કરવામાં આવ્યું હતું.

NEET UG કાઉન્સેલિંગ મુખ્યત્વે ચાર રાઉન્ડમાં હાથ ધરવામાં આવે છે. જો ચોથા રાઉન્ડ પછી પણ બેઠકો ખાલી રહે છે, તો MCC ઉમેદવારો માટે ખાસ ખાલી જગ્યા રાઉન્ડનું આયોજન કરે છે. જોકે, ભાગ્યે જ એવું બને છે કે કોઈ મેડિકલ કોલેજમાં બેઠકો ખાલી રહે.

તારીખો નોંધી લો આ તારીખો 

- NEET કાઉન્સેલિંગ 2025 નોંધણી અને ફી ચુકવણીની તારીખ 21 થી 28 જુલાઈ, 2025

- ચોઇસ ફિલિંગ/લોકિંગની તારીખ 22 થી 28 જુલાઈ 2025

- સીટ ફાળવણી પ્રક્રિયાની તારીખ 29 થી 30 જુલાઈ 2025

- પ્રથમ રાઉન્ડ પ્રોવિઝનલ રિઝલ્ટ જાહેર થવાની તારીખ 31 જુલાઈ 2025

- પ્રથમ રાઉન્ડ ફાઇનલ રિઝલ્ટ જાહેર થવાની તારીખ 1 થી 6 ઑગસ્ટ 2025

કોણ અરજી કરી શકશે?

- જે ઉમેદવારોએ NEET UG 2025 પરીક્ષા પાસ કરી છે તેઓ જ પ્રવેશ મેળવી શકશે

- 15% ઓલ ઈન્ડિયા ક્વોટા (AIQ)

- AIIMS, JIPMER, BHU, AMU, ESICમાં 100% બેઠકો

- MCC દ્વારા સંસ્થાકીય ક્વોટા

- AFMC, ESIC અને પસંદ કરેલી કેન્દ્રીય/યુનિવર્સિટી બેઠકોમાં IP ક્વોટા

- સીટ ફાળવણી સુધીમાં કાઉન્સેલિંગ સંપૂર્ણપણે ઓનલાઈન રહેશે. પરંતુ ઉમેદવારોએ વેરિફિકેશન અને એડમિશન કન્ફર્મ કરવા માટે ફાળવેલ કોલેજોમાં રૂબરુ હાજર રહેવાનું રહેશે. 

આ પણ વાંચો: IIM કોલકાતા દુષ્કર્મ કેસમાં નવો વળાંક, પીડિતાના પિતાના નિવેદનથી પોલીસ પણ ચોંકી ગઈ, હવે કોર્ટના આદેશ પર સૌની નજર

આ રીતે કરો રજીસ્ટ્રેન

- સૌ પ્રથમ MCCની સત્તાવાર વેબસાઇટ mcc.nic.inની પર જાવ.

- પછી UG મેડિકલ કાઉન્સેલિંગ વિભાગ પર ક્લિક કરો.

- પછી NEET ઓળખપત્રોનો ઉપયોગ કરીને નોંધણી/લોગિન કરો.

- હવે પ્રોસેસિંગ ફી ચૂકવીને અરજી ફોર્મ કરો.

- પછી તમારા જરૂરી NEET સ્કોરકાર્ડ, ID પ્રૂફ, કેટેગરી સર્ટિફિકેટ વગેરે સહિતના ડોક્યુમેન્ટ અપલોડ કરો.

- પછી કોલેજ અને કોર્સ વિકલ્પો ભરીને અરજી લોક કરો. ત્યારબાદ અરજીની pdf ફાઈલ ડાઉનલોડ કરવી.

NEET UG કાઉન્સેલિંગ અને પ્રવેશ માટે આવશ્યક ડોક્યુમેન્ટ

- NEET UG 2025 પ્રવેશ કાર્ડ અને સ્કોરકાર્ડ

- 10માં-12માંની માર્કશીટ અને સર્ટિફિકેટ

- જન્મ સર્ટિફિકેટ

- કેટેગરી સર્ટિફિકેટ

- રહેઠાણ પૂરાવો (રાજ્ય ક્વોટા માટે)

- આધાર કાર્ડ અથવા અન્ય ઓળખ પુરાવો

- માઇગ્રેશન સર્ટિફિકેટ (જો લાગુ હોય તો)

- પાસપોર્ટ સાઈઝનો ફોટો

આ પણ વાંચો: VIDEO: રાધિકા યાદવના પિતાએ ભાઈને કહ્યું- 'મારાથી કન્યા વધ થઈ ગયો, મને ફાંસી અપાવી દો'

દેશમાં કુલ 1.18 લાખથી વધુ બેઠકો

દેશની 780 મેડિકલ કોલેજોમાં કુલ 1,18,190 MBBS બેઠકો છે, જેના માટે એડમિશન થવાનું છે. કર્ણાટકમાં સૌથી વધુ 12,545 MBBSVની બેઠકો છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં 12,475, તમિલનાડુમાં 12,050, મહારાષ્ટ્રમાં 11,846, તેલંગાણામાં 9,040 , ગુજરાતમાં 7,250, આંધ્રપ્રદેશમાં 6,785, રાજસ્થાનમાં 6,476, પશ્ચિમ બંગાળમાં 5,676, મધ્યપ્રદેશમાં 5,200, કેરળમાં 4,905, બિહારમાં 2,995, હરિયાણામાં 2,185, પંજાબમાં 1,850 અને રાજધાની દિલ્હીમાં 1,497 બેઠકો છે.

Tags :