Get The App

પાન મસાલાની ભ્રામક એડ બદલ સલમાન ખાનને કોર્ટની નોટિસ, કોટાની કન્ઝ્યૂમર કોર્ટમાં ફરિયાદ

Updated: Nov 6th, 2025

GS TEAM

Google News
Google News
પાન મસાલાની ભ્રામક એડ બદલ સલમાન ખાનને કોર્ટની નોટિસ, કોટાની કન્ઝ્યૂમર કોર્ટમાં ફરિયાદ 1 - image


PanMasala Ad: બોલિવૂડ અભિનેતા સલમાન ખાન પાન મસાલાની જાહેરાત કરવા બદલ કાયદાકીય મુશ્કેલીમાં ફસાયા છે. યુવાનોને ગેરમાર્ગે દોરતી પાન મસાલાની એડ કરી રહ્યાની ફરિયાદ નોંધાતા કોટાની કન્ઝ્યૂમર કોર્ટ (ગ્રાહક અદાલત) દ્વારા અભિનેતા સલમાન ખાન અને કંપનીને નોટિસ ફટકારવામાં આવી છે.

યુવાનો ગેરમાર્ગે દોરાય છે

અહેવાલો અનુસાર, આ ફરિયાદ ભાજપના નેતા અને રાજસ્થાનના એડવોકેટ ઈન્દર મોહનસિંઘ હનીએ નોંધાવી છે. ફરિયાદમાં રાજશ્રી પાન મસાલા કંપની અને તેના બ્રાન્ડ એમ્બેસેડર સલમાન ખાન પર ગ્રાહકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

ફરિયાદમાં જણાવાયું છે કે કંપની અને સલમાન ખાન કેસર ઉમેરેલી એલચી તથા કેસર ઉમેરેલા પાન મસાલા તરીકે તેમની પ્રોડક્ટની જાહેરાત કરીને ગ્રાહકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. એડવોકેટ હનીએ દાવો કર્યો છે કે આ દાવા તથ્યહિન છે, કારણ કે ચાર લાખ રૂપિયે મળતું કેસર પાંચ રૂપિયે મળતી પડીકીમાં વપરાતું હોય તે શક્ય નથી.

આ પણ વાંચો: લાંચના પૈસાનું શેરબજારમાં રોકાણ કરી કમાયેલો નફો પણ ગુનાખોરીથી કમાયેલી આવક કહેવાય

આરોગ્ય પર અસર

રિયાદમાં ભારપૂર્વક કહેવામાં આવ્યું છે કે આ જાહેરાતથી યુવાનો આ પાન મસાલા ખાવા માટે પ્રેરાય છે, જે મોઢાના કેન્સરનું એક બહુ મોટું કારણ છે. કોર્ટે આ ફરિયાદના સંદર્ભમાં કંપની તથા સલમાન ખાનને નોટિસ પાઠવીને તેમનો જવાબ માગ્યો છે. આ કેસમાં વધુ સુનાવણીની તારીખ ૨૭મી નવેમ્બરે નક્કી કરવામાં આવી છે.

Tags :