Get The App

અમેરિકા એકલું નહોતું, ઘણાં દેશોએ વાત કરી, સંઘર્ષ વિરામના ટ્રમ્પના દાવા અંગે જયશંકરનો જવાબ

Updated: May 22nd, 2025

GS TEAM


Google News
Google News
અમેરિકા એકલું નહોતું, ઘણાં દેશોએ વાત કરી, સંઘર્ષ વિરામના ટ્રમ્પના દાવા અંગે જયશંકરનો જવાબ 1 - image


S Jaishankar: ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે સ્પષ્ટ કરી દીધું કે, ભારત અને પાકિસ્તાને સીધી વાત કરી સંઘર્ષ વિરામ પર સંમતિ વ્યક્ત કરી હતી. આ સાથે જ તેમણે કહ્યું કે, બીજા ઘણાં દેશ છે જે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારત સાથે સંપર્ક સાધી રહ્યા હતા. ખાસ વાત એ છે કે, આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે, જ્યારે અમેરિકાએ રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી દાવો કર્યો કે, ભારત અને પાકિસ્તાનની વચ્ચે તેમણે સીઝફાયર કરાવ્યું હતું. 

નેધરલૅન્ડમાં એક ટીવી ઇન્ટરવ્યુ દરમિયાન જયશંકરે આ મુદ્દે ખુલીને વાત કરી હતી. મળતી માહિતી અનુસાર, જયશંકરે એ વાત પર ભાર મૂક્યો કે, ભારતે અમેરિકા સહિત દરેક દેશને કહ્યું હતું કે, પાકિસ્તાન સીઝફાયર ઇચ્છે છે તો તેને ભારત સાથે સીધી વાત કરવી પડશે. હા હૉટલાઇનની જેમ જ એકબીજા સાથે વાત કરવાની એક વ્યવસ્થા છે. 10 મેના દિવસે, પાકિસ્તાની સેનાએ સંદેશ મોકલ્યો કે, તેઓ ગોળીબાર બંધ કરવા તૈયાર છે.' 

આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષાદળોએ બે આતંકીઓ ઠાર, હજુ એન્કાઉન્ટર યથાવત્

અમેરિકા એકલું નહતું...

જયશંકરે વધુમાં કહ્યું કે, 'અહીં મારો કહેવાનો અર્થ છે કે, જે. ડી. વેન્સે વડાપ્રધાન મોદી સાથે વાત કરી હતી. વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ મારી સાથે વાત કરી હતી. તેઓ પાકિસ્તાનીઓ સાથે પણ વાત કરી રહ્યા હતા. અમેરિકા એકલું નહતું અનેક બીજા દેશો પણ સંપર્કમાં હતા. જ્યારે દેશ સંકટમાં હોય તો અન્ય દેશ સંપર્ક સાધે તે સ્વાભાવિક છે. સીઝફાયર પર ભારત અને પાકિસ્તાને સીધી વાત કરી હતી. અમે અમેરિકા સહિત દરેક દેશને કહ્યું કે, જો તે ગોળીબાર રોકવા ઇચ્છે છે તો અમારી સાથે સીધી વાત કરે. તેથી જ આ સીઝફાયર થયું.'

સરહદી તણાવ વધ્યો

22 એપ્રિલે આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન કુલ 26 લોકોના મોત નિપજ્યા હતા. આ હુમલા બાદથી બંને દેશો વચ્ચે તણાવ વધ્યો હતો. ભારતે આતંકવાદ સામે 7 મેના દિવસે ઓપરેશન સિંદૂર શરુ કર્યું હતું, જે હેઠળ 100થી વધારે આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ 'ફક્ત વિચારધારાના આધારે કોઈને જેલમાં ન ધકેલી શકાય...' હત્યાના કેસમાં સુપ્રીમ કોર્ટનું મહત્ત્વનું અવલોકન

ટ્રમ્પે લીધો શ્રેય

ટ્રમ્પે ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ થતાં 10 મેના રોજ ટ્વિટ કર્યું હતું કે, અમેરિકાની મધ્યસ્થીના કારણે આ શક્ય બન્યું છે. ભારત અને પાકિસ્તાન સંપૂર્ણપણે યુદ્ધવિરામ કરવા સહમત બન્યું છે. જેનો મને આનંદ છે. જો કે, ટ્રમ્પના આ દાવાને બંને દેશોએ નકાર્યો હતો. ભારતે જણાવ્યું હતું કે, યુદ્ધવિરામમાં કોઈપણ ત્રીજા દેશની ભાગીદારી લેવામાં આવી નથી.

Tags :