Get The App

રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનના ભારતના પ્રવાસનો કાર્યક્રમ જાહેર, વાર્ષિક સમિટમાં જોડાશે

Updated: Nov 28th, 2025

GS TEAM

Google News
Google News
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનના ભારતના પ્રવાસનો કાર્યક્રમ જાહેર, વાર્ષિક સમિટમાં જોડાશે 1 - image


Russian President Vladimir Putin India Visit: રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર દ્વિપક્ષીય વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેવા માટે 4થી અને 5મી ડિસેમ્બરે ભારતની મુલાકાત લેશે. ભારતીય વિદેશ મંત્રાલયે સત્તાવાર નિવેદન બહાર પાડીને આ ઉચ્ચ-સ્તરીય મુલાકાતની પુષ્ટિ કરી છે.

દ્વિપક્ષીય વાટાઘાટો અને કાર્યક્રમ

ભારતની મુકલાકત દરમિયાન પ્રમુખ વ્લાદિમીર પુતિન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ રશિયન પ્રમુખ સાથે મુલાકાત કરશે અને તેમના માનમાં ભોજન સમારંભનું આયોજન કરાયુ છે.

આ મુલાકાત દરમિયાન બંને નેતાઓ ભારત અને રશિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોની પ્રગતિની સમીક્ષા કરશે અને સહયોગના આગામી તબક્કા માટેનો માર્ગ નક્કી કરશે.

આ પણ વાંચો: દુનિયાના ટોપ-10 પાવરફુલ દેશોની યાદીમાં ભારત ત્રીજા ક્રમે, એશિયા પાવર ઈન્ડેક્સ 2025 જાહેર

23મું ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન

વિદેશ મંત્રાલયના જણાવ્યાનુસાર, પુતિનની આ મુલાકાત 23મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલનના ભાગ રૂપે યોજાશે. વાટાઘાટોમાં બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ઉપરાંત, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, પ્રમુખ પુતિન અગાઉ 2021માં ભારતની મુલાકાતે આવ્યા હતા, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગયા વર્ષે જુલાઈમાં વાર્ષિક સમિટ માટે મોસ્કોની મુલાકાતે ગયા હતા.

Tags :