Get The App

એશિયામાં ટોપ 10 પાવરફૂલ દેશોની યાદીમાં ભારત ત્રીજા ક્રમે, પાવર ઇન્ડેક્સ 2025 જાહેર કરાયો

Updated: Nov 28th, 2025

GS TEAM

Google News
Google News
10 most Powerful Countries in the World
(AI IMAGE)

10 most Powerful Countries in the World: ઓસ્ટ્રેલિયાની પ્રતિષ્ઠિત લોવી(Lowy) ઇન્સ્ટિટ્યુટે વાર્ષિક એશિયા પાવર ઇન્ડેક્સ 2025 રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં એશિયાના 27 દેશોમાં સૈન્ય, આર્થિક, રાજદ્વારી અને સાંસ્કૃતિક પ્રભાવનું વિસ્તૃત મૂલ્યાંકન કરવામાં આવ્યું છે, જે આઠ મુખ્ય ક્ષેત્રો (સૈન્ય ક્ષમતા, સંરક્ષણ નેટવર્ક, આર્થિક તાકાત, રાજદ્વારી પ્રભાવ, સાંસ્કૃતિક પહોંચ, લચીલાપણું અને ભવિષ્યના સંસાધન ક્ષમતા) પર આધારિત છે. આ ઇન્ડેક્સ દર્શાવે છે કે એશિયાની પ્રાદેશિક શક્તિના સમીકરણોમાં મોટા ફેરફારો થયા છે, જેમાં ચીન એક પ્રમુખ શક્તિ તરીકે મજબૂત રીતે ઉભરી રહ્યું છે. જો કે, આ રિપોર્ટમાં વિશ્વના બે સુપરપાવર અમેરિકા અને ચીનનો પણ સંદર્ભ અપાયો છે, જેમાં અમેરિકાના વૈશ્વિક પ્રભાવમાં પહેલાની તુલનામાં ઘટાડો નોંધાયો છે. બીજી તરફ, આ અહેવાલ પ્રમાણે ભારતનો એશિયામાં પ્રભાવ સતત વધી રહ્યો છે. 

ભારતની શક્તિમાં વધારો: 'મેજર પાવર'ની સ્થિતિ

લોવી ઇન્સ્ટિટ્યુટના રિપોર્ટમાં એશિયામાં ભારતનો વધતો પ્રભાવ સ્પષ્ટપણે દેખાય છે. વર્ષ 2025માં ભારતે 40.0 સ્કોર મેળવીને 'મેજર પાવર' બનવાની સીમા પાર કરી લીધી છે. ભારતનો આ ઉદય મુખ્યત્વે તેની મજબૂત આર્થિક વૃદ્ધિ અને વધતી સૈન્ય તાકાતને કારણે થયો છે.

જોકે, રિપોર્ટ દર્શાવે છે કે ભારતનો રાજદ્વારી અને આર્થિક પ્રભાવ હજી સુધી તેની વધેલી સૈન્ય અને સંસાધન શક્તિ સાથે સંપૂર્ણપણે મેળ ખાતો નથી, જેનો અર્થ છે કે ભારત પાસે ભવિષ્યમાં પોતાની શક્તિ વધારવાની હજી ઘણી મોટી સંભાવનાઓ છે.

ટોચના દેશોની સ્થિતિ

રેન્કદેશસ્કોરવર્ગ
1અમેરિકા80.5સુપર પાવર
2ચીન73.7સુપર પાવર
3ભારત40મેજર પાવર
4જાપાન38.8મિડલ પાવર
5રશિયા32.1મિડલ પાવર
6ઓસ્ટ્રેલિયા31.8મિડલ પાવર
7દક્ષિણ કોરિયા31.5મિડલ પાવર
8સિંગાપોર26.8મિડલ પાવર
9ઇન્ડોનેશિયા22.5મિડલ પાવર
10મલેશિયા20.6મિડલ પાવર


ભારતની છલાંગ અને વૈશ્વિક શક્તિઓનું રેન્કિંગ

ફક્ત અમેરિકા અને ચીન જ 'સુપર પાવર' શ્રેણીમાં સૂચિબદ્ધ છે. અમેરિકા હજુ પણ ટોચ પર છે, પરંતુ એશિયા પાવર ઇન્ડેક્સ 2018માં શરુ થયા પછી આ તેનો સૌથી ઓછો સ્કોર છે. વિશ્લેષકો આ ઘટાડાનું શ્રેય ટ્રમ્પ પ્રશાસન દરમિયાન લેવાયેલા નીતિગત નિર્ણયોને આપે છે, જેને એશિયામાં અમેરિકી પ્રભાવ માટે ચોખ્ખો નકારાત્મક ગણાવવામાં આવ્યો છે. જ્યારે ચીન સતત અમેરિકા સાથેનો તફાવત ઘટાડી રહ્યું છે. તેમજ પાકિસ્તાન ટોચના 10 દેશોમાંથી બહાર છે અને તેને 16મું સ્થાન મળ્યું છે.

આ પણ વાંચો: ડ્રોન એટેકમાં ચીનના 3 એન્જિનિયર્સના મોત, અફઘાન સરહદે સોનાની ખાણમાં કરતા હતા કામ

રશિયાની સ્થિતિ મજબૂત: મિડલ પાવરનો પ્રભાવ

રશિયાએ 2019 પછી પહેલીવાર એશિયામાં પોતાનો પ્રભાવ વધાર્યો છે. યુક્રેન યુદ્ધ બાદ જે પ્રતિબંધો લાગ્યા હતા, તેના કારણે ગુમાવેલો પ્રભાવ તેણે હવે પાછો મેળવી લીધો છે. રશિયાની આ પ્રાદેશિક હાજરી વધવાનું મુખ્ય કારણ ચીન અને ઉત્તર કોરિયા સાથેની તેની મજબૂત સંરક્ષણ અને આર્થિક ભાગીદારી છે. આને કારણે, રશિયાએ 2024માં ઓસ્ટ્રેલિયાથી ગુમાવેલું 5મું સ્થાન ફરીથી પ્રાપ્ત કર્યું છે.

આ ઉપરાંત, જાપાન, દક્ષિણ કોરિયા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો પણ મજબૂત આર્થિક, તકનીકી અને રાજદ્વારી પ્રયાસો સાથે મિડલ પાવર તરીકે એશિયામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.

એશિયામાં ટોપ 10 પાવરફૂલ દેશોની યાદીમાં ભારત ત્રીજા ક્રમે, પાવર ઇન્ડેક્સ 2025 જાહેર કરાયો 2 - image
Tags :