રશિયાએ ભારતને અત્યાધુનિક ફાઇટર જેટ Su-57Eની ઓફર આપી, જો ડીલ થઈ તો પાકિસ્તાન જ નહીં ચીનના પણ હાંજા ગગડી જશે
Russia Offers Su-57E To India : રશિયાએ ભારતને ફિફ્થ જનરેશન અત્યાધુનિક SU-57E ફાઈટર જેટનું એક્સપોર્ટ વેરિયન્ટ ખરીદવાની ઓફર આપી છે. જેટ એટલું ખતરનાક છે કે, જો ભારત-રશિયા વચ્ચે ડીલ થઈ જશે તો પાકિસ્તાન જ નહીં ચીન પર ટેન્શનમાં આવી જશે. ભારત પાસે ફિફ્થ જનરેશનના કોઈપણ ફાઈટર પ્લેન નથી, ભારત હજુ તેના પર કામ કરી રહ્યું છે, જ્યારે રશિયા અને અમેરિકા ખૂબ જ એડવાન્સ જેટ વિકસાવી દીધા છે અને ભારતને ઓફર કરી રહ્યા છે. અગાઉ અમેરિકાએ પણ ભારતને F-35 ફાઈટર જેટ ખરીદવાની ઓફર કરી હતી. Su-57Eમાં ભારતના સુપર-30 જેટ માટે આયોજિત મુખ્ય ટેકનોલોજીઓનો સમાવેશ કરાશે. તેમાં જેન આધારિત AESA રડાર અને ભારત દ્વારા વિકસાવાયેલ મિશન કોમ્પ્યુટર સામેલ છે.
Su-57Eની સ્પીડ 2778 કિમી પ્રતિકલાક
સ્ટીલ્થ ફાઈટર જેટ Su-57Eની સ્પીડ 2778 કિમી પ્રતિકલાક છે. આ ઉપરાંત Su-57Eમાં 12 હાર્ડપોઇન્ટ છે. તે વિવિધ ટૂંકા, મધ્યમ અને લાંબા અંતરની હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઇલો અને ગાઈડેડ એરિયલ બોમ્બ લઈ જઈ શકે છે. Su-57માં ફીટ કરાયેલ R-37M મિસાઇલ રશિયાની અત્યાધુનિક ટેકનોલોજી ધરાવતું હથિયાર છે. રશિયાએ યુક્રેન યુદ્ધમાં આ મિસાઈલનો ઉપયોગ કર્યો હતો. Su-57Eની સ્ટીલ્થ સિસ્ટમ સ્પીડ ઘટાડ્યા વિના અને મનુવરેબિલિટીને નુકસાન પહોંચાડ્યા વીને કામ કરે છે. રશિયન ફાઇટર જેટ એક મલ્ટી-રોલ ફાઈટર જેટ છે. તે અનેક પ્રકારના ઓપરેશનને પાર પાડી શકે છે. Su-57Eની કોમ્બેટ રેન્જ 1250 કિલોમીટર છે. તે મહત્તમ 66 હજાર ફૂટની ઊંચાઈ સુધી પહોંચી શકે છે. સ્ટીલ્થ ફાઈટર જેટ Su-57E સુપરસોનિક છે. આ ફાઇટર જેટની લંબાઈ 65.11 ફૂટ, વિંગસ્પેન 46.3 ફૂટ અને ઊંચાઈ 15.1 ફૂટ છે. સુપરસોનિક રેન્જ 1500 કિમી છે.
આ પણ વાંચો : ભારત અને ચીન સાથે ગ્રૂપ બનાવવા રશિયાનો ફરી પ્રયાસ, અમેરિકા ધુંઆપુંઆ
રશિયાના SU-57 પ્લેનની ખાસિયત
- રશિયન ફાઈટર જેટ પ્લેનનું નિર્માણ સુખોઈ કંપની દ્વારા કરાયું છે. તે એરિયલ ટુ એરિયલ એટેક અને એરિયલ ટુ ગ્રાઉન્ડ એટેક માટે સક્ષમ છે
- આ ફાઈટર જેટની સ્ટિલ્થ ટેક્નોલોજી ખાસ એડવાન્સ નથી. તે અમેરિકાના એફ-35ની સરખામણીએ ઓછી ટેક્નોલોજી ધરાવે છે
- SU-57Eમાં Saturnનું AL-41F1 એન્જિન લાગેલું છે જે તેને 2.25 મેક એટલે કે 2778 કિ.મી. પ્રતિ કલાકની ઝડપ આપે છે
- તેમાં 12 એમ્યુનિશન પેલોડ્સ આપેલા છે. તેના કારણે તેમાં હાયપરસોનિક મિસાઈલ્સ તથા એરિયલ ટુ એરિયલ અને એરિયલ ટુ ગ્રાઉન્ડ એટેક કરતી મિસાઈલ્સ એકસાથે રાખી શકાય છે
- N036નું AESA રડાર સિસ્ટમ છે, જેના કારણે તે એક જ વખતમાં મલ્ટિપલ ટાર્ગેટને ટ્રેક કરી શકે છે
- રશિયાનું ફાઈટર જેટ ઓછા ફ્યૂલમાં સુપરસોનિક ગતિએ ઉડી શકે છે. આ સાથે તે ઝડપી સાથે ટેકઓફ વખતે સુપરક્રુઝ થવા પણ સક્ષમ છે.
- તેનેને ગ્રાઉન્ડ સ્ટ્રાઈક મિશન માટે તૈયાર કરાયું છે. તે ડોગફાઈટ મોડ માટે વધુ સક્ષમ છે
- SU-57Eનો ઉપયોગ રશિયામાં જ ખૂબ જ ઓછો થાય છે. તેની કિંમત અંદાજે 30થી 50 મિલિયન ડોલર છે.
આ પણ વાંચો : ટ્રમ્પના ટેરિફને કારણે ભારતને 38400 કરોડનો ફટકો, વિશ્વ વેપાર સંગઠનને સરકારે આપી માહિતી