ભાજપના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ કેવા હોવા જોઇએ? મેન્ટોર ગણાતા RSSએ જણાવ્યાં 'માપદંડ'
RSS Sets BJP President Criteria: ભારતીય જનતા પાર્ટી પોતાના નવા અધ્યક્ષની નિમણૂંકની તૈયારી કરી રહી છે. અનેક રાજ્યોના પ્રદેશ અધ્યક્ષની જાહેરાત થઈ ચુકી છે. જોકે, ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં હજુ તેની જાહેરાત બાકી છે. આ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે (RSS) એ સ્પષ્ટ કરી દીધું કે, ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ કેવા હશે. જણાવી દઈએ કે, 2024ની લોકસભા ચૂંટણીમાં પૂર્ણ બહુમતથી ચૂક્યા બાદ ભાજપ એક નવા યુગમાં પ્રવેશી ચુક્યું છે. ભાજપ સત્તામાં તો છે પરંતુ, પહેલાં જેવો દબદબો નથી. હવે જ્યારે પાર્ટી ગઠબંધન સરકાર ચલાવી રહી છે, તો RSSનો હસ્તક્ષેપ વધુ સ્પષ્ટ થઈ ગયો છે.
આ પણ વાંચોઃ VIDEO: ડીઝલ લઈ જતી માલગાડીના 4 ડબ્બાં સળગ્યાં, અનેક ટ્રેનો રદ કરાઈ, જુઓ આખું લિસ્ટ
RSS પ્રમુખ મોહન ભાગવતની ટિપ્પણીને ભાજપ સંદેશ તરીકે જુએ છે. સંઘ પ્રમુખે સત્તામાં વધતા અહંકારની ભાવના અને સંવેદનહીનતાની ટીકા કરી તો સીધી રીતે ભાજપ નેતૃત્વના વ્યક્તિત્વે કેન્દ્રીત મોડેલ પર કટાક્ષ તરીકે જોવામાં આવ્યું.
શું ઈચ્છે છે સંઘ?
- RSS એક એવા અધ્યક્ષ ઈચ્છે છે જે યુવા હોય અને સંગઠન સાથે જોડાયેલા હોય. તે ફક્ત વ્યૂહનીતિકાર ન હોય પરંતુ વૈચારિક માર્ગદર્શક પણ હોય.
- RSS વ્યક્તિગત પ્રભુત્વ નહીં પરંતુ, સંગઠન આધારિત નેતૃત્વની ઈચ્છા રાખે છે. ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ કેડરથી સંવાદ, ફીડબેકને સ્વીકાર કરનારા અને આંતરિક લોકતંત્રને ફરી સ્થાપિત કરનારા નેતા હોય.
- પાર્ટીમાં વધતા ટેક્નોક્રેટ્સ અને રાજકીય પ્રવાસીઓની ભૂમિકા પર RSSએ ચિંતા વ્યક્ત કરી છે. સંઘનું કહેવું છે કે, ભાજપના આવનારા રાષ્ટ્રીય અધ્યક્ષ ટેક્નિક નહીં, તપષ્યાથી બનેલા નેતા હોય.
- ભાજપના નવા અધ્યક્ષ એવા લોકો સાથે જોડાયેલા હોય જે શાખા, પ્રાંત પ્રચારક અને બૂથ સ્તરે કામ કરી રહ્યા હોય. તેમની વિચારધારાની સ્પષ્ટતાને પણ ધ્યાને રાખવામાં આવે. સમાન નાગરિક સંહિતા (UCC), વસ્તી ગણતરી, સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને શિક્ષણ સુધાર જેવા મુદ્દે તેમના વિચાર સ્પષ્ટ હોય.
આ પણ વાંચોઃ દેશમાં ન્યાયિક વ્યવસ્થા સુધારવાની જરૂર, વર્ષો સુધી સુનાવણી ચાલે છે : CJIનું મોટું નિવેદન
28 પ્રદેશ અધ્યક્ષ બદલાયા
ભાજપે અત્યાર સુધી 36માંથી 28 રાજ્યોમાં નવા અથવા ફરી નિયુક્ત કરેલા અધ્યક્ષોની જાહેરાત કરી દીધી છે. બાકીના મહત્ત્વપૂર્ણ રાજ્ય જેવા કે, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, હરિયાણા અને ગુજરાતની જાહેરાત કરવાની બાકી છે.