‘ચૂંટણી પરિણામો ભાજપના વધુ પડતા આત્મવિશ્વાસુ કાર્યકરો-નેતાઓ માટે ચેતવણી’, સંઘના મુખપત્ર ‘ઓર્ગેનાઈઝર’માં ભાજપની ઝાટકણી

Updated: Jun 11th, 2024


Google NewsGoogle News
‘ચૂંટણી પરિણામો ભાજપના વધુ પડતા આત્મવિશ્વાસુ કાર્યકરો-નેતાઓ માટે ચેતવણી’, સંઘના મુખપત્ર ‘ઓર્ગેનાઈઝર’માં ભાજપની ઝાટકણી 1 - image


Rashtriya Swayamsevak Sangh Mouthpiece : દેશમાં નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાન પદ સંભાળી લીધું છે. લોકસભા ચૂંટણી-2024માં ભાજપે 240 બેઠકો જીતી છે, જ્યારે તેમની આગેવાની હેઠળ એનડીએએ 293 બેઠકો પર જીત મેળવી છે. વર્ષ 2014ની ચૂંટણી ભાજપે 282 અને 2019માં 303 બેઠકો જીતી પોતાના દમ પર કેન્દ્રમાં સરકાર બનાવી હતી, જોકે આ વખતે ગણિત બદલાઈ ગયું છે. ભાજપે બહુમતીના 272 જાદુઈ આંકડાથી થોડે દુર 240 બેઠકો જીતી હોવાથી તેણે તેમણે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના સાથી પક્ષોને સહારે સરકાર બનાવી છે. ત્યારે હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)એ ચૂંટણી પરિણામો અંગે ભાજપની આકરી ઝાટકણી કાઢી તીખી પ્રતિક્રિયા આપી છે. 

‘ચૂંટણી પરિણામો ભાજપના વધુ પડતા આત્મવિશ્વાસુ કાર્યકરો-નેતાઓ માટે ચેતવણી’, સંઘના મુખપત્ર ‘ઓર્ગેનાઈઝર’માં ભાજપની ઝાટકણી 2 - image

ચૂંટણી પરિણામો ભાજપના કાર્યકરો-નેતાઓ માટે ચેતવણી સમાન

આરએસએસના મુખપત્ર ‘ઓર્ગેનાઈઝર’માં કહેવાયું છે કે, લોકસભા ચૂંટણી પરિણામો ભારતીય જનતા પાર્ટી (BJP)ના વધુ પડતા આત્મવિશ્વાસુ કાર્યકરો અને નેતાઓ માટે ચેતવણી સમાન છે. તેઓ પોતાની જ દુનિયામાં મગ્ન હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના વ્યક્તિત્વના ભરોસે ડુબેલા હતા. આ જ કારણે સામાન્ય લોકોનો અવાજ તેમની પાસે પહોંચી શક્યો નથી.

‘ચૂંટણી પરિણામો ભાજપના વધુ પડતા આત્મવિશ્વાસુ કાર્યકરો-નેતાઓ માટે ચેતવણી’, સંઘના મુખપત્ર ‘ઓર્ગેનાઈઝર’માં ભાજપની ઝાટકણી 3 - image

ભાજપે અનુભવી સ્વયંસેવકોને નજરઅંદાજ કર્યા

આરએસએસના સભ્ય રતન શારદાના આ લેખમાં કહેવાયું છે કે, સંઘ ભાજપની ‘ફીલ્ડ ફોર્સ’ નથી. ચૂંટણી પરિણામોથી સ્પષ્ટ થયું છે કે, અનુભવી સ્વયંસેવકો, જેમણે સોશિયલ મીડિયાના સમયમાં પ્રસિદ્ધ થવાની લાલચ રાખ્યા વિના અથાગ પરિશ્રમ કર્યો, તેમને નજર અંદાજ કરવામાં આવ્યા. 

‘ચૂંટણી પરિણામો ભાજપના વધુ પડતા આત્મવિશ્વાસુ કાર્યકરો-નેતાઓ માટે ચેતવણી’, સંઘના મુખપત્ર ‘ઓર્ગેનાઈઝર’માં ભાજપની ઝાટકણી 4 - image

સંઘના મુખપત્રમાં કાર્યકરો અને નેતાઓને આકરી ઝાટકણી

તેમાં લખાયું છે કે, લોકસભા ચૂંટણી પરિણામો ભાજપના વધુ પડતા આત્મવિશ્વાસુ કાર્યકરો અને નેતાઓ માટે ચેતવણી સમાન છે. સંઘના મુખપત્રમાં કાર્યકરો અને નેતાઓને આકરી ઝાટકણી કાઢી એમ પણ કહેવાયું છે કે, તેમને ખ્યાલ ન રહ્યો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું 400ને પાર કરવાનું સૂત્ર તેમના માટે લક્ષ્ય અને વિપક્ષ માટે પડકાર છે.

‘ચૂંટણી પરિણામો ભાજપના વધુ પડતા આત્મવિશ્વાસુ કાર્યકરો-નેતાઓ માટે ચેતવણી’, સંઘના મુખપત્ર ‘ઓર્ગેનાઈઝર’માં ભાજપની ઝાટકણી 5 - image

ચૂંટણી મેદાનમાં લક્ષ્યો મહેનતથી પાર પડે છે : આરએસએસ

તેમાં વધુ જણાવાયું છે કે, ચૂંટણી મેદાનમાં લક્ષ્યો સોશિયલ મીડિયા પોસ્ટ અથવા સેલ્ફી શેર કરવાથી નહીં, પરંતુ મહેનતથી પાર પાડવામાં આવે છે. આ જ કારણે તેઓ પોતાની દુનિયામાં ઓતપ્રોત થઈ ગયા છે. તેઓ વડાપ્રધાન મોદીની લોકપ્રિયતાના દમ પર ખુશી વ્યક્ત કરી રહ્યા હતા, જેના કારણે તેમણે સામાન્ય લોકોને અવાજ ન સાંભળ્યો.

‘ચૂંટણી પરિણામો ભાજપના વધુ પડતા આત્મવિશ્વાસુ કાર્યકરો-નેતાઓ માટે ચેતવણી’, સંઘના મુખપત્ર ‘ઓર્ગેનાઈઝર’માં ભાજપની ઝાટકણી 6 - image

NCPને NDAમાં સામેલ કરવા પર ઉઠાવ્યા સવાલ

મુખપત્રમાં મહારાષ્ટ્રમાં શિવસેના અને એનસીપીના રાજકીય ખેલનો પણ ઉલ્લેખ કરાયો છે. ચૂંટણી પરિણામોમાં નબળા પ્રદર્શન પાછળનું એક કારણ ભાજપની બિનજરૂરી રાજકીય રમત હોવાનું ગણાવી ‘મહારાષ્ટ્રમાં બિનજરૂરી રાજકારણ’નું ઉદાહરણ અપાયું છે. તેમાં કહેવાયું છે કે, જ્યારે રાજ્યમાં ભાજપ અને શિવસેના પાસે બહુમતી હતી, ત્યારે અજિત પવારની આગેવાની હેઠળ એનસીપીનું એક જૂથ એનડીએમાં જોડાયું. જોકે આમ પણ એનસીપીમાં આંતરીક ડખાઓ ચાલતા હોવાથી શરદ પવારનું વર્ચસ્વ બેથી ત્રણ વર્ષમાં ખતમ થઈ જવાનું હતું. મહારાષ્ટ્રમાં ભાજપનું પ્રદર્શન સારુ રહ્યું નથી અને તેણે વર્ષ 2019ની તુલનાએ માત્ર નવ બેઠકો જીતી છે. જ્યારે શિંદેની શિવસેનાએ સાત બેઠકો અને અજિત પવારની એનસીપીએ માત્ર એક બેઠક જીતી છે.

‘ચૂંટણી પરિણામો ભાજપના વધુ પડતા આત્મવિશ્વાસુ કાર્યકરો-નેતાઓ માટે ચેતવણી’, સંઘના મુખપત્ર ‘ઓર્ગેનાઈઝર’માં ભાજપની ઝાટકણી 7 - image

ભાજપે RSSને ‘આતંકવાદી સંગઠન’ કહેનારા કોંગ્રેસ નેતાઓને સામેલ કર્યા

આરએસએસના મુખપત્રના લેખમાં કોઈપણ નેતાનું નામ લીધા વગર કહેવાયું છે કે, ભાજપે એવા કોંગ્રેસ નેતાઓને સામેલ કર્યા, જેમણે ‘ભગવા આતંક’નો આક્ષેપ કર્યો હતો અને 26/11ના આતંકવાદી હુમલા પાછળ આરએસએસનું ષડયંત્ર હોવાનો આરોપ મુક્યો હતો. એટલું જ નહીં આ લોકોએ આરએસએસને ‘આતંકવાદી સંગઠન’ પણ કહ્યું હતું. આવા ગંભીર આક્ષેપોના કારણે આરએસએસના સમર્થકોને ખૂબ દુઃખ થયું હતું.

‘આરએસએસ ભાજપની ફીલ્ડ-ફોર્સ નથી’

લોકસભા ચૂંટણીમાં RSSએ ભાજપ માટે પ્રચાર કર્યો હતો? આ પ્રશ્નના જવાબમાં શારદાએ કહ્યું કે, હું સ્પષ્ટ કહું તો આરએસએસ ભાજપની ફીલ્ડ-ફોર્સ નથી. ભાજપ વિશ્વની સૌથી મોટી પાર્ટી છે અને તેની પાસે તેના પોતાના કાર્યકરો છે. આરએસએસ રાષ્ટ્રહિતના મુદ્દાઓ પર લોકોને જાગૃત કરવાનું કામ કરે છે. સંઘે માત્ર 1973-1977માં જ રાજકારણમાં સીધો ભાગ લીધો હતો. ચૂંટણીમાં સત્તાવાર નિર્ણય લેવાયો હતો કે, આરએસએસના કાર્યકર્તાઓ લોકોને મતાધિકારનો ઉપયોગ માટે જાગૃત કરવા નાના-નાના સ્થાનીક, મોહલ્લા અને ઑફિસ સ્તરે બેઠક કરશે.


Google NewsGoogle News