India

'જીવન ગાડી છે સમય ચક્ર', ભારત પરત ફરી રહેલા એસ્ટ્રોનોટ શુભાંશુ શુક્લાની પોસ્ટ, PM મોદીને મળશે

By GS Team
16 Aug 20253 mins read
This article was originally published on 16 Aug 2025
TukuTouch Logo
ભારતીય અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લા તેની ઐતિહાસિક આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (ISS) યાત્રા બાદ રવિવાર, 17 ઑગસ્ટ 2025ના રોજ ભારત પાછો ફરશે. ઇસરો (ISRO) તેની પહેલી માનવ અંતરિક્ષ ઉડાન 2027માં શરૂ કરવાની તૈયારી કરી રહી છે. શુભાંશુનો અનુભવ તેમા મોટી ભૂમિકા ભજવશે. તે ભારત પાછો આવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી મળશે અને તેના હોમટાઉન લખનઉ પણ જશે.

Summarized by AI; it may make mistakes. Check important info

'જીવન ગાડી છે સમય ચક્ર', ભારત પરત ફરી રહેલા એસ્ટ્રોનોટ શુભાંશુ શુક્લાની પોસ્ટ, PM મોદીને મળશે
Image source: Instagram/ gagan.shux

Shubhanshu Shukla: ભારતીય અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લા તેની ઐતિહાસિક આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (ISS) યાત્રા બાદ પૃથ્વી પર પરત ફરી ચૂક્યા છે. ત્યારે હવે તેઓ અમેરિકાથી આવતીકાલે એટલે કે રવિવાર, 17 ઑગસ્ટ 2025ના રોજ ભારત પાછો ફરશે. ઇસરો (ISRO) તેની પહેલી માનવ અંતરિક્ષ ઉડાન 2027માં શરૂ કરવાની તૈયારી કરી રહી છે. શુભાંશુનો અનુભવ તેમા મોટી ભૂમિકા ભજવશે. તે ભારત પરત આવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે અને તેના હોમટાઉન લખનઉ પણ જશે. જ્યાં ભવ્ય રોડ શો પણ યોજાશે.

આ પણ વાંચો : 45 મિનિટ વોકિંગ કે 20 મિનિટની સ્લો જોગિંગ : તમારા સ્વાસ્થ્ય માટે શું સારું?

શુભાંશુ શુક્લા ભારતીય વાયુ સેનાના ગ્રુપ કેપ્ટન છે, છેલ્લા એક વર્ષથી તેઓ અમેરિકામાં હતા. ત્યાં તેમણે Axiom-4 મિશન માટે તાલીમ લીધી હતી. 25 જૂન 2025ના રોજ ફ્લોરિડાથી સ્પેસએક્સ ડ્રેગન કેપ્સૂલથી લોન્ચ થયા બાદ 26 જૂનના રોજ તેઓ ISS પર પહોંચ્યા. 15 જુલાઈએ તેઓ પૃથ્વી પર પાછા ફર્યા. આ 18 દિવસના મિશનમાં તેમણે ત્રણ અન્ય અંતરિક્ષ યાત્રીઓ—પેગી વ્હિટસન (અમેરિકા), સ્લાવોસ ઉઝનાંસ્કી-વિસ્નિવ્સ્કી (પોલેન્ડ) અને ટિબોર કાપુ (હંગેરી)—સાથે 60થી વધુ પ્રયોગ અને 20 જાગૃતિ સત્રો કર્યા. ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા 25 ઑગસ્ટના રોજ લખનઉ આવશે. શુભાંશુ તેના પરિવાર સાથે એરપોર્ટથી તેના આવાસ સુધી રોડ શો દ્વારા લખનઉની જનતાનો આભાર માનશે. શુભાંશુએ ઇતિહાસ રચ્યા બાદ પહેલી વાર લખનઉ પોતાના પરિવારથી મળવા માટે પહોંચશે.

ભારત વાપસી અને ભાવનાઓ 

શુભાંશુએ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો, જેમા તેમણે લખ્યું કે, વિમાનમાં ચઢતી વખતે તેમના હૃદયમાં ઘણી લાગણીઓ હતી. એક તરફ, આ મિશન દરમિયાન એક વર્ષ સુધી પરિવાર જેવા રહેલા પ્રિય સાથીદારોથી દૂર રહેવાનું દુઃખ હતું, તો બીજી તરફ ઘરે પાછા ફરવાનો અને તેમના પરિવારને મળવાનો ઉત્સાહ પણ હતો. કદાચ આ જ જીવન છે, બધું એકસાથે.

તેમણે આગળ કહ્યું કે, મિશન દરમિયાન મિશન પૂર્ણ થયા પછી મને એટલો પ્રેમ અને સમર્થન મળ્યું કે હું ભારત આવીને પોતાનો અનુભવ શેર કરવા માટે ઉત્સુક છું. વિદાય મુશ્કેલ હોય છે, પરંતુ જીવનમાં આગળ વધવું જરૂરી છે. તેમણે તેમના કમાન્ડર અને નાસા અવકાશયાત્રી પેગી વ્હિટ્સનના શબ્દોનો પડઘો પડતા કહ્યું કે, 'અવકાશ યાત્રામાં ફક્ત એક જ વસ્તુ કાયમી હોય છે, અને તે છે પરિવર્તન, એ જીવનમાં લાગુ થાય છે'.  શુભાંશુએ ફિલ્મ 'સ્વદેશ' "યુન હી ચલા ચલ રહી જીવન ગાડી હૈ, સમય પૈયા" માંથી પંક્તિઓ પણ ટાંકી અને કહ્યું કે, 'તે પૃથ્વી માટે પણ લાગુ પડે છે.'

શુભાંશુ ભારત આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. વડાપ્રધાન મોદીએ 15 ઑગસ્ટ 2025ના રોજ લાલ કિલ્લા પર 79મા સ્વતંત્રતા દિવસના ભાષણમાં કહ્યું કે, અમારા ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા અંતરિક્ષ સ્ટેશનથી પરત ફરી ચૂક્યા છે. આવનારા દિવસોમાં તેઓ ભારત પરત ફરશે. ત્યારબાદ શુભાંશુ લખનઉ જશે, જ્યાં તેમના પરિવાર તેમની રાહ જોઈ રહ્યા છે. 22-23 ઑગસ્ટના રોજ તે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ સમારોહમાં પણ ભાગ લેશે.