45 મિનિટ વોકિંગ કે 20 મિનિટની સ્લો જોગિંગ : તમારા સ્વાસ્થ્ય માટે શું સારું?
Walking vs slow jogging: સુખી જીવન જીવવા સ્વસ્થ અને ફિટ રહેવુ જરૂરી છે. તેની માટે કેટલાક લોકો વોકિંગ કરે છે, જ્યારે કેટલાક લોકો જોગિંગ કરવાનું પસંદ કરે છે. પણ કેટલીક વાર લોકોના મનમાં એવો પ્રશ્ન ઉભો થાય છે કે 45 મિનિટની વોકિંગ વધારે લાભદાયક છે કે પછી 20 મિનિટની સ્લો જોગિંગ? તો ચાલો જાણીએ કે સ્વાસ્થ્ય માટે શું ફાયદાકારક છે.
45 મિનિટની વોકિંગ
ફિટ રહેવા માટે ચાલવું એક સૌથી સરળ અને સારા ઉપાયોમાંથી એક છે. જો તમે દરરોજ 45 મિનિટ ચાલો છો તો તેનાથી તમે 150થી 300 કેલરી સુધી વજન ઘટાડી શકો છો. જોકે, આ તમારી ચાલવાની ઝડપ અને શરીરના વજન પર નિર્ભર કરે છે. દરરોજ 45 મિનિટ ચાલવાથી હૃદયનું સ્વાસ્થ્ય સુધરે છે, બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે અને ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓનું જોખમ ઘટી જાય છે.અમેરિકન હાર્ટ એસોસિએશનનું કહેવું છે કે દર અઠવાડિયે ઓછામાં ઓછું 150 મિનિટની મોડરેટ એક્સરસાઈઝ અથવા 75 મિનિટની ઝડપી એક્સરસાઈઝ કરવી જોઈએ. જોકે, જો તમે ઇન્ટરવલ વૉકિંગ (જાપાની વૉકિંગ) કરો છો તો એ વધુ પણ અસરકારક થઈ શકે છે.
20 મિનિટની સ્લો જોગિંગ
જોગિંગ એ લોકો માટે ફાયદાકારક છે જે જલદી વજન ઓછુ કરવા ઇચ્છતા હોય છે. રોજ 20 મિનિટ સુધી ધીમે-ધીમે જોગિંગ કરવાથી 200-300 કેલરી બર્ન થાય છે. 20 મિનિટની સ્લો જોગિંગથી હાર્ટ રેટ ઝડપથી વધે છે, સ્ટેમિના વધે છે અને મૂડ સારો રહે છે. સ્લો જોગિંગ, વૉકિંગની તુલનામાં શરીરની ઓક્સિજન લેવાની ક્ષમતાને વધુ વધારી શકે છે.
આ પણ વાંચો : વજન અને ચરબી ઘટાડવા માટે લાભકારી છે આ 5 લોટ, આજે તમારા ડાયટ પ્લાન કરો સામેલ
બંનેમાંથી શું બેસ્ટ છે?
વૉકિંગ અને જોગિંગ બંને આપણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ જેઓ વજન ઘટાડવા ઈચ્છે છે, તેમના માટે વૉકિંગની તુલનામાં સ્લો જોગિંગ બેસ્ટ છે. જોકે, તમારે એવી એક્સરસાઈઝ પસંદ કરવી જોઈએ જે તમારી ફિટનેસ, સ્વાસ્થ્ય અને લાઈફસ્ટાઈલ મુજબ યોગ્ય લાગે.