India

પરીક્ષાના દિવસે મેળાવડા, રેલીઓ પર અંકુશ મુકો : સંસદીય સમિતિ

By GS Team
11 Oct 20262 mins read
TukuTouch Logo
સંસદીય સમિતિએ NEET પેપર લીક બાદ NTAમાં સુધારા માટે રાજ્યસભા અધ્યક્ષને રિપોર્ટ સોંપ્યો છે. સમિતિએ પરીક્ષાના દિવસે રેલીઓ અને મેળાવડા પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી છે, જેથી વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર પહોંચવામાં મુશ્કેલી ન પડે. કોંગ્રેસે NTA પર 9 વખત પેપર લીકના ખોટા દાવા કરવાનો આરોપ લગાવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પરીક્ષાના દિવસે મેળાવડા, રેલીઓ પર અંકુશ મુકો : સંસદીય સમિતિ

નવી દિલ્હી : જે દિવસે કોઇ મોટી સ્પર્ધાત્મક પરીક્ષા યોજાવાની હોય તે દિવસે રેલીઓ, ટોળા એકઠા થવા વગેરે પર અંકશુ લગાવવામાં આવે. કે જેથી વિદ્યાર્થીઓને પરીક્ષા સ્થળે પહોંચવામાં કોઇ પણ અડચણ ઉભી ના થાય તેવી સલાહ સંસદીય સમિતિએ આપી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએમાં ધરખમ સુધારા કરવાની ભલામણો સાથે આ સમિતિએ રાજ્યસભાના અધ્યક્ષને એક રિપોર્ટ સોંપ્યો છે.
મહિલા, બાળ, યુવા, સ્પોર્ટ્સ, શિક્ષણ વગેરે પર રચાયેલી સંસદીય સમિતિએ રાજ્યસભાના સાંસદ મુકુલ વાસનીકની આગેવાનીમાં આ રિપોર્ટ સોંપ્યો હતો, નીટ-પેપર લીકને લઇને દેશભરમાં ભારે હોબાળા બાદ સમિતિએ પરીક્ષાનું આયોજન કરનારી ટેસ્ટિંગ એજન્સીમાં સુધારા માટે રિપોર્ટ તૈયાર કર્યો છે. સમિતિના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પરીક્ષાના દિવસે જાહેર રેલીઓ, જુલુસ, મોટી સંખ્યામાં મેળાવડા વગેરેને કારણે ઉમેદવારો પરીક્ષા સ્થળે મોડા પહોંચતા હોય છે. માટે પરીક્ષા હોય તે દિવસે આ તમામ કાર્યો પર અંકુશ લગાવવામાં આવે.
સંસદીય સમિતિના રિપોર્ટ બાદ કોંગ્રેસે પેપર લીક, એનટીએ મુદ્દે આકરા આરોપો લગાવ્યા હતા. કોંગ્રેસે કહ્યું હતું કે સમિતિ સમક્ષ એનટીએએ દાવો કર્યો હતો કે ૨૦૧૭માં એનટીએની રચના થઇ તે બાદથી અત્યાર સુધી કોઇ જ પેપર લીક નથી થયું. જોકે આ દાવો તદ્દન જુઠો છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું હતું કે એનટીએ દ્વારા યોજાયેલી પરીક્ષાઓમાં નવ વખત પેપર લીકની ઘટનાઓ સામે આવી ચુકી છે. અમે આશા રાખીએ કે પેપર લીક મુદ્દે યોગ્ય તપાસ કરવામાં આવશે.