For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પ્રજાસત્તાક પર્વે 106 મહાનુભાવોને પદ્મ એવોર્ડ, 8 ગુજરાતીઓનો સમાવેશ : જુઓ સંપૂર્ણ યાદી

74માં પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોથી સન્માનિત થનારા મહાનુભાવોના નામોની જાહેરાત કરાઈ

91ને પદ્મશ્રી, 6ને પદ્મ વિભૂષણ અને 9ને પદ્મ ભૂષણ પુરસ્કાર : 19 મહિલાઓનું પણ પુરસ્કારમાં નામ

Updated: Jan 25th, 2023

Article Content Image

નવી દિલ્હી, તા.25 જાન્યુઆરી-2023, બુધવાર

74માં પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોથી સન્માનિત થનારા નામોની જાહેરાત કરી દેવામાં આવી છે. આ વખતે કુલ 106 નામોની જાહેરાત કરાઈ છે, જેમાં 91ને પદ્મશ્રી, 6ને પદ્મ વિભૂષણ અને 9ને પદ્મ ભૂષણથી સન્માનવામાં આવશે. મુલાયમ સિંહ યાદવને મરણોત્તર પદ્મ વિભૂષણથી સન્માનિત કરાયા. પશ્ચિમ બંગાળના ડૉ.દિલીપ મહાલાનબિસને પદ્મ વિભૂષણ સન્માન અપાયું છે. મહાલાનબિસને ORSની શોધ બદલ સન્માન કરવામાં આવ્યું છે.

સુધા મૂર્તિ, કુમાર મંગલમ બિરલાને પદ્મ વિભૂષણ તો રાકેશ રાધેશ્યામ ઝુનઝુનવાલાને મરણોત્તર પદ્મશ્રી, આરઆરઆર ફિલ્મ સંગીતકાર એમએમ કીરવાની, અભિનેત્રી રવિના ટંડનને પદ્મશ્રી મળ્યો છે. સંગીતકાર જાકિર હુસેન, કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એસએમ કૃષ્ણાને પદ્મ વિભૂષણ મળ્યો છે. પ્રખ્યાત આર્કિટેક્ચલ બાલકૃષ્ણ દોષીને મરણોત્તર પદ્મ વિભૂષણ અપાયો છે. ડૉક્ટર મલિની પાર્થસારથીને પદ્મશ્રી અને ચિન્ના જિયર સ્વામીજીને પદ્મ ભૂષણ મળ્યો છે. 19 પુરસ્કાર વિજેતા મહિલાઓ છે. વિદેશીઓ/NRI/PIO/OCI કેટેગરીની યાદીમાં બે અને સાત લોકોને મરણોત્તર પુરસ્કાર અપાશે.

8 ગુજરાતીઓને અપાયું સન્માન

  • બાલકૃષ્ણ દોશી પદ્મવિભૂષણ (મરણોપરાંત)
  • હીરાબાઈ લોબી - પદ્મશ્રી
  • હેમંત ચૌહાણ - પદ્મશ્રી
  • ભાનુભાઈ ચિતારા - પદ્મશ્રી
  • મહિપત કવિ - પદ્મશ્રી
  • અરિસ ખંભાતા - પદ્મશ્રી (મરણોત્તર)
  • પ્રોફેસર મહેન્દ્ર પાલ - પદ્મશ્રી
  • પરેશ રાઠવા - પદ્મશ્રી

.

Gujarat