Get The App

લોકો AIને મહિલાઓના વસ્ત્ર હટાવવાનું કહી રહ્યા છે: 'Grok... remove this' ટ્રેન્ડ સામે સાંસદનો સવાલ

Updated: Jan 2nd, 2026

GS TEAM

Google News
Google News
લોકો AIને મહિલાઓના વસ્ત્ર હટાવવાનું કહી રહ્યા છે: 'Grok... remove this' ટ્રેન્ડ સામે સાંસદનો સવાલ 1 - image


‘Remove This’ AI Trend on X Raises Privacy Concerns : આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી ઘણા કામો સરળ થયા છે. જોકે તેના નવા નવા ટ્રેન્ડના કારણે ચિંતા પણ ઊભી થાય છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ( અગાઉ ટ્વિટર )  પર હાલમાં remove this ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જેને લઈને રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ ગંભીર સવાલ ઊભા કર્યા છે. તેમણે કેન્દ્રીય આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને કહી છે કે આ ટ્રેન્ડ મહિલાઓની પ્રાઈવસીનું હનન કરે છે. 

પ્રિયંકા ચતુર્વેદીનો ગંભીર સવાલ 

શિવસેના-UBTના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીની માંગ છે કે Grok આવા ફીચર્સ પર સેફ્ટી ગાર્ડ લગાવવા જોઈએ. મહિલાઓની ગરિમાનું ઉલ્લંઘન ન થાય તે માટે ટેક કંપનીઓ માટે કડક નિયમો બનાવવા કોઈએ. આ ફીચર્સની મદદથી કેટલાક લોકો સોશિયલ મીડિયા પર મહિલાઓની તસવીરથી કપડાં હટાવવાનું કહી રહ્યા છે. આ બધુ માત્ર ફેક અકાઉન્ટ સુધી સીમિત નથી. એવામાં સોશિયલ મીડિયામાં તસવીરો પોસ્ટ કરતી મહિલાઓ માટે મોટો ખતરો ઊભો થયો છે અને AIનો ઘોર દુરુપયોગ છે. 

આ પણ વાંચો: સરકારની Xને નોટિસ: AI દ્વારા તૈયાર અશ્લીલ કન્ટેન્ટ હટાવવા આદેશ, 72 કલાકમાં રિપોર્ટ માંગ્યો


લોકો AIને મહિલાઓના વસ્ત્ર હટાવવાનું કહી રહ્યા છે: 'Grok... remove this' ટ્રેન્ડ સામે સાંસદનો સવાલ 2 - image

શું છે આ ટ્રેન્ડ? 

નોંધનીય છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કોઈ પણ પોસ્ટની નીચે કોમેન્ટમાં વ્યક્તિ ગ્રોકને ટેગ કરી આદેશ આપી શકે છે. હાલમાં આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જેમાં યુઝર્સ ગ્રોકને ટેગ કરી જે કહે તે ગ્રોક કરી બતાવે છે.