Indian Government Orders X to Remove AI-Generated Obscene Content : કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ( એક્સ )ને નોટિસ ફટકારી છે. Grok AIથી બનાવાયેલી તમામ અશ્લીલ તસવીરો સોશિયલ મીડિયાથી હટાવવાના આદેશ આપવામાં આવ્યા છે. આટલું જ નહીં સરકારે કંપનીને 72 કલાકમાં રિપોર્ટ જમા કરાવવામાં કહ્યું છે.
એક્સને કેન્દ્ર સરકારે ફટકારી નોટિસ
નોંધનીય છે કે છેલ્લા ઘણા દિવસોથી એક્સ પર ઘણા યુઝર્સ ગ્રોક AIનો દુરુપયોગ કરી રહ્યા છે. કોઈ પણ યુઝરની તસવીરોમાંથી AIની મદદથી વસ્ત્રો હટાવવા જેવી હરકતો કરવામાં આવે છે. આ મામલે સરકાર સામે પણ ફરિયાદો થઈ રહી હતી. હવે સરકારે આ મામલે એક્સને નોટિસ ફટકારી કન્ટેન્ટ હટાવવા આદેશ આપ્યા છે. જે બાદ કંપનીએ શું કાર્યવાહી કરી તેની પણ સમીક્ષા કરવામાં આવશે. કંપનીએ 72 કલાકમાં કાર્યવાહીનો રિપોર્ટ પણ આપવાનો રહેશે.
AIને મહિલાઓની તસવીરમાંથી વસ્ત્રો હટાવવાનું કહે છે યુઝર્સ!
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી ઘણા કામો સરળ થયા છે. જોકે તેના નવા નવા ટ્રેન્ડના કારણે ચિંતા પણ ઊભી થાય છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ( અગાઉ ટ્વિટર ) પર હાલમાં remove this ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જેને લઈને રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ ગંભીર સવાલ ઊભા કર્યા છે. તેમણે કેન્દ્રીય આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને કહી છે કે આ ટ્રેન્ડ મહિલાઓની પ્રાઈવસીનું હનન કરે છે. શિવસેના-UBTના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીની માંગ છે કે Grok આવા ફીચર્સ પર સેફ્ટી ગાર્ડ લગાવવા જોઈએ. મહિલાઓની ગરિમાનું ઉલ્લંઘન ન થાય તે માટે ટેક કંપનીઓ માટે કડક નિયમો બનાવવા કોઈએ. આ ફીચર્સની મદદથી કેટલાક લોકો સોશિયલ મીડિયા પર મહિલાઓની તસવીરથી કપડાં હટાવવાનું કહી રહ્યા છે. આ બધુ માત્ર ફેક અકાઉન્ટ સુધી સીમિત નથી. એવામાં સોશિયલ મીડિયામાં તસવીરો પોસ્ટ કરતી મહિલાઓ માટે મોટો ખતરો ઊભો થયો છે અને AIનો ઘોર દુરુપયોગ છે.
શું છે આ Grok... remove this ટ્રેન્ડ?
નોંધનીય છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કોઈ પણ પોસ્ટની નીચે કોમેન્ટમાં વ્યક્તિ ગ્રોકને ટેગ કરી આદેશ આપી શકે છે. હાલમાં આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જેમાં યુઝર્સ ગ્રોકને ટેગ કરી જે કહે તે ગ્રોક કરી બતાવે છે.


