Get The App

રિઝર્વ બેન્કે ભરેલા પગલાથી નાના ઉદ્યોગો, ખેડૂતો અને ગરીબોને ફાયદો થશેઃ પીએમ મોદી

Updated: Apr 17th, 2020

GS TEAM

Google News
Google News
રિઝર્વ બેન્કે ભરેલા પગલાથી નાના ઉદ્યોગો, ખેડૂતો અને ગરીબોને ફાયદો થશેઃ પીએમ મોદી 1 - image

નવી દિલ્હી, તા.17 એપ્રિલ 2020, શુક્રવાર

કોરોના વાયરસના કારણે દેશમાં લોકડાઉન વચ્ચે સુસ્ત પડેલી ઈકોનોમીને ટેકો આપવા માટે રિઝર્વ બેન્કે કેટલાક પગલા ભર્યા છે.

જેની આજે જાહેરાત કરવામાં આવી હતી.બીજી તરફ પીએમ મોદીએ રિઝર્વ બેન્કના વખાણ કર્યા છે અને કહ્યુ છે કે, રિઝર્વ બેન્કે જે પગલા ભર્યા છે તેના કારણે નાના ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો, ખેડૂતો અને ગરીબોને મદદ મળશે.આ જાહેરાતોથી રાજ્યોને પણ સહાય થશે.

રિઝર્વ બેન્કે ભરેલા પગલાથી નાના ઉદ્યોગો, ખેડૂતો અને ગરીબોને ફાયદો થશેઃ પીએમ મોદી 2 - imageઉલ્લેખનીય છે કે, રિઝર્વ બેન્કે રિવર્સ રેપો રેટમાં 0.225 ટકાનો કાપ મુકીને હવે 3.75 ટકા કરી દીધો છે.જોકે રેપો રેટમાં કોઈ દબદલાવ કરાયો નથી.રિવર્સ રેપો રેટમાં ઘટાડાથી બેન્કો પાસે કેશ વધશે અને બેન્કો વધારે લોન આપવા માટે જોગવાઈ કરી શકશે.

રિઝર્વ બેન્કે બેન્કોને બીજા 50000 કરોડ ઉપલબ્ધ કરાવવાની તેમજ નાબાર્ડ, નેશનલ હાઉસિંગ બેંક જેવી સંસ્થાઓને બીજા 50000 કરોડની સહાયતા કરવાની પણ જાહેરાત કરી છે.