Get The App

RBIનો નવો નિયમ: મૃતકના ખાતામાંથી દસ્તાવેજ વગર પરિવારજનો 15 લાખ રૂપિયા ઉપાડી શકશે! જાણો વિગતવાર

Updated: Sep 27th, 2025

GS TEAM

Google News
Google News
RBIનો નવો નિયમ: મૃતકના ખાતામાંથી દસ્તાવેજ વગર પરિવારજનો 15 લાખ રૂપિયા ઉપાડી શકશે! જાણો વિગતવાર 1 - image


RBI New Rules Announcement: ભારતીય રિઝર્વ બેંક (RBI) એ મૃત બેંક ખાતાધારકોના પરિવારજનો માટે દાવાની પતાવટ પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવવા માટે નવી અને કડક નોટિફિકેશન જારી કરવામાં આવી છે. RBIની નવી નોટિફિકેશન અનુસાર, પરિવારજનો હવે કાનૂની દસ્તાવેજો વિના પણ તેમના(મૃતક) બેંક ખાતામાં જમા ₹15 લાખ (થ્રેશહોલ્ડ લિમિટ) સુધી સરળતાથી દાવો કરી શકે છે. સહકારી બેંકો માટે આ મર્યાદા ₹5 લાખ નક્કી કરવામાં આવી છે. વિલંબ માટે બેંકોને દંડ કરવામાં આવશે. RBI એ તેની વેબસાઇટ પર પોસ્ટ કરેલા પરિપત્રમાં બેંકોને આ નોટિફિકેશન જારી કરી છે. આ નોટિફિકેશન 31 માર્ચ, 2026 સુધીમાં લાગુ કરવામાં આવશે.

વિલંબ થાય તો બેંકોને દંડ કરાશે

જો બેંકની ભૂલને કારણે ડિપોઝિટ દાવાની પતાવટ કરવામાં વિલંબ થાય છે, તો બેંકે મૃતકના પરિવારજનોને વિલંબ માટે વ્યાજના રૂપમાં વળતર આપવાની રહેશે. આ વળતર બેંક દર વાર્ષિક 4% પર નિશ્ચિત વ્યાજ દર કરતાં ઓછું નહીં હોય.

આ પણ વાંચો: 'સ્વદેશી BSNL 4G નેટવર્ક' લૉન્ચ, PM મોદીએ એકસાથે 97 હજાર મોબાઈલ ટાવરનું લોકાર્પણ કર્યું

કોઈ દસ્તાવેજોની જરૂર નથી

નોમિનેશન અથવા સર્વાઈવરશિપ ક્લોઝ ધરાવતા ખાતાઓ માટે બેંકો નોમિની અથવા સર્વાઈવરને ચુકવણી કરવા માટે ઉત્તરાધિકાર પ્રમાણપત્ર, વહીવટ પત્ર અથવા પ્રોબેટ ઓફ વીલ જેવા કાનૂની દસ્તાવેજોનો આગ્રહ રાખશે નહીં. બેંકોએ ફક્ત ખાતરી કરવાની રહેશે કે નોમિનીને સ્પષ્ટપણે જાણ કરવામાં આવે કે તેઓ કાનૂની વારસદારો માટે ટ્રસ્ટી તરીકે આ ચુકવણીઓ મેળવી રહ્યા છે.

ફિક્સ્ડ ડિપોઝિટ પર કોઈ દંડ નહીં

ડિપોઝિટર્સના મૃત્યુના કિસ્સામાં ફિક્સ્ડ ડિપોઝિટ અથવા ટર્મ ડિપોઝિટને કોઈપણ દંડ વિના અકાળે બંધ કરવાની મંજૂરી આપવામાં આવશે, ભલે FD લોક-ઇન સમયગાળામાં હોય.

આ પણ વાંચો: 2 કલાકમાં અમદાવાદથી મુંબઈ, 320 કિમી/કલાકની સ્પીડ, જાણો ક્યારથી દોડશે દેશની પ્રથમ બુલેટ ટ્રેન

લોકર (સેફ ડિપોઝિટ લોકર/સેફ કસ્ટડી) દાવાઓ

સેફ ડિપોઝિટ લોકર અને સેફ કસ્ટડી વસ્તુઓ સંબંધિત દાવાઓ માટે માનક પ્રક્રિયાઓ પણ સ્થાપિત કરવામાં આવી છે. બેંકોએ બધા જરૂરી દસ્તાવેજો પ્રાપ્ત થયાના 15 કેલેન્ડર દિવસની અંદર દાવેદારોનો સંપર્ક કરવો જોઈએ અને લોકરની સામગ્રી માટે ઇન્વેન્ટરી તારીખ શેડ્યૂલ કરવી જોઈએ. જો બેંક 15-દિવસની સમયમર્યાદાનું પાલન કરવામાં નિષ્ફળ જાય, તો તેને વિલંબના દિવસ દીઠ ₹5,000 વળતર ચૂકવવાની જરૂર પડશે. આનો અર્થ એ થયો કે જો બેંક 15 ને બદલે 20 દિવસ અરજી કરે છે, તો 5 દિવસના વિલંબથી ₹25,000 નો દંડ થશે.

Tags :