રતન ટાટાનું નિધન: PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, ગુજરાતની મુલાકાતો વાગોળી, જુઓ શું કહ્યું
Ratan Tata Passed Away : દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું બુધવારે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું. રતન ટાટાએ 86 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. રતન ટાટા છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. રતન ટાટાના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિત અનેક નેતાઓ અને ઉદ્યોગપતિઓએ શોક વ્યક્ત કર્યો છે.
વડાપ્રધાને દુઃખ વ્યક્ત કર્યું
વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા માધ્યમ 'X'પર પોસ્ટ શેર કરીને લખ્યું, 'શ્રી રતન ટાટાજી સાથેની અસંખ્ય વાતચીતોથી મારું મન ભરાઈ ગયું છે. જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો, ત્યારે હું તેમને અવારનવાર મળતો હતો. અમે અલગ-અલગ મુદ્દાઓ પર વિચારોની આપ-લે કરતા હતા. મને તેમના દ્રષ્ટિકોણ અત્યંત સમૃદ્ધ કરનારા લાગે છે. હું દિલ્હી આવ્યો ત્યારે પણ આ વાતચીત ચાલુ જ હતી. તેમના નિધનથી હું ખૂબ જ દુખી છું. દુઃખની આ ઘડીમાં મારી સંવેદના તેમના પરિવાર, મિત્રો અને ચાહકો સાથે છે. ઓમ શાંતિ.'
આ પણ વાંચો : દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું 86 વર્ષની ઉંમરે નિધન, મુંબઈની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
મોદીએ લખ્યું, 'રતન ટાટાજીના સૌથી અનોખા પાસાઓમાંનું એક મોટું સ્વપ્ન અને બીજાને મદદ કરવાનો તેમનો જુસ્સો. તેઓ શિક્ષણ, આરોગ્યસંભાળ, સ્વચ્છતા, પશુ કલ્યાણ જેવા કાર્યોને આગળ વધારવામાં મોખરે હતા. રતન ટાટાજી એક સ્વપ્નદ્રષ્ટા બિઝનેસ લીડર, દયાળુ આત્મા અને અસાધારણ માનવી હતા. તેમણે ભારતના સૌથી જૂના અને સૌથી પ્રતિષ્ઠિત બિઝનેસ હાઉસમાંના એકને સ્થિર નેતૃત્વ પૂરું પાડ્યું. વધુમાં, તેમનું યોગદાન બોર્ડરૂમથી ઘણું આગળ હતું.'
રાહુલ ગાંધીએ શું કહ્યું?
રાહુલ ગાંધીને પોસ્ટ શેર કરીને લખ્યું કે, 'રતન ટાટા વિઝન ધરાવતા માણસ હતા. તેમણે બિઝનેસ અને પરોપકાર બંને પર કાયમી છાપ છોડી છે. તેમના પરિવાર અને ટાટા સમુદાય પ્રત્યે મારી સંવેદના.'
આનંદ મહિંદ્રાએ આપી શ્રદ્ધાંજલિ
મહિંદ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિંદ્રાએ ટ્વીટ કર્યું, "હું રતન ટાટાની ગેરહાજરીનો સ્વીકાર નથી થઈ રહ્યો. ભારતની અર્થવ્યવસ્થા ઐતિહાસિક છલાંગ લગાવવાની કગાર પર છે અને રતનના જીવન અને કાર્યનું આપણે આ સ્થિતિમાં હોવાનું ખુબ મોટું યોગદાન છે. એટલા માટે, આ સમય તેમના માર્ગદર્શન અને અમૂલ્ય હોત. તેમના ગયા બાદ, આપણે બસ એજ કરી શકીએ છીએ કે તેનું ઉદાહરણનું અનુકરણ કરવા માટે પ્રતિબદ્ધ હોય. કારણ કે તેઓ એક એવા વ્યવસાયી હતા જેમના માટે નાણાંકીય સંપત્તિ અને સફળતા સૌથી ઉપયોગી ત્યારે હતી જ્યારે તેને વૈશ્વિક સમુદાયની સેવામાં લગાવી હતી. અલવિદા અને ભગવાનની કૃપા થાય. તમને ભૂલી નહીં શકાય. કારણ દંતકથાઓ ક્યારે નથી મરતી... ઓમ શાંતિ."
રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ દુઃખ વ્યક્ત કર્યું
ભારતીય ઉદ્યોગના ટાઇટન હતા
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે લખ્યું કે, 'શ્રી રતન ટાટાના નિધનથી દુઃખી. તેઓ ભારતીય ઉદ્યોગના ટાઇટન હતા, જેઓ આપણા અર્થતંત્ર, વેપાર અને ઉદ્યોગમાં તેમના નોંધપાત્ર યોગદાન માટે જાણીતા હતા. તેમના પરિવાર, મિત્રો અને પ્રશંસકો પ્રત્યે મારી સંવેદના. તેમની આત્માને શાંતિ મળે.'
તમિલનાડુના મુખ્યમંત્રીએ આપી દુઃખ વ્યક્ત કર્યુ
બોલિવૂડ એક્ટર રિતેશ દેશમુખે દુઃખ વ્યક્ત કર્યુ
બોલિવૂડ એક્ટર રિતેશ દેશમુખ સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર પોસ્ટ શેર કરતા લખ્યું કે, 'આવી વ્યક્તિ ફરી નહીં હોય. શ્રી રતન ટાટાજી હવે નથી રહ્યા એ જાણીને ખૂબ દુઃખ થયું. પરિવાર અને પ્રિયજનો પ્રત્યે સંવેદના. રેસ્ટ ઇન ગ્લોરી સર'
રતન ટાટાનું જવું દેશ માટે એક મોટી ક્ષતિ
બુધવારે સાંજે તેમની તબિયતલ લથડવાના સમાચાર આવ્યા હતા. જેના કેટલાક કલાક બાદ જ સમાચાર આવ્યા કે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું છે. રતન ટાટાનું જવું દેશ માટે એક મોટી ક્ષતિ છે. જોકે, તેમને દેશ ક્યારે ભૂલી નહીં શકે. તેમણે દેશના એકથી વધીને એક કામ કર્યા. ટાટા ગ્રુપે ઉંચાઈઓ પર પહોંચાડવામાં રતન ટાટાની સૌથી મોટી ભૂમિકા રહી. તેમણે દેશ અને સામાન્ય લોકો માટે અનેક એવા કામ કર્યા, જેના માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે. રતન ટાટા એક દરિયાદિલી વ્યક્તિત્વ હતું અને મુસીબતમાં દેશ માટે હંમેશા તૈયાર રહેતા હતા.