VIDEO : દિલ્હીના આકાશમાં રાતે દેખાયો અદભૂત નજારો, કોઈ ડર્યું તો કોઈ અચંબામાં પડ્યું
Rare meteor lights up Delhi-NCR skies: શુક્રવારે રાત્રે દિલ્હી-એનસીઆરના નિવાસીઓએ આકાશમાં એક તેજસ્વી પ્રકાશ જોયો. થોડી ક્ષણો માટે પ્રકાશની આ તેજસ્વી રેખા દૂર દૂર સુધી ફેલાઈ ગઈ, જેનાથી કેટલાક લોકો અચંબામાં પડી ગયા તો કેટલાક લોકો ડરી ગયા. વાસ્તવમાં આ એક ઉલ્કાપિંડ હતો, જેને કેટલાક લોકોએ કેમેરામાં પણ કેદ કર્યો હતો. હવે આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
દિલ્હીના આકાશમાં રાતે દેખાયો અદભૂત નજારો
ઝગમગતા પ્રકાશની આ રેખા એક જગ્યાથી શરૂ થઈને ઘણી દૂર સુધી ફેલાયેલી દેખાઈ. એવું માનવામાં આવી રહ્યું છે કે, ઉલ્કાપિંડ હવામાં જ તૂટી પડ્યો હતો. આ અદભૂત નજારો દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામથી લઈને અલીગઢ સુધીના અનેક શહેરોમાં દેખાયો હતો. ઘણા લોકોએ આ દ્રશ્ય કેમેરામાં કેદ કર્યું અને પોતાના અનુભવો શેર કર્યા.
વીડિયો વાઈરલ
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાઈરલ થઈ ગયો. આગ જેવી ઝગમગતી રેખા છોડતા ઉલ્કાપિંડ આગળ વધ્યો અને પછી નાના-નાના ટુકડાઓમાં વિખેરાઈ ગયો. ઘણા લોકોએ આ વીડિયો શેર કરીને તેની તુલના 'તૂટતા તારાના વિસ્ફોટ' સાથે કરી. ઘણા લોકોએ કહ્યું કે અમે અમારા જીવનમાં આવો નજારો ક્યારેય નથી જોયો.
આ પણ વાંચો: ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તો સાઉદી પણ તેમાં ઝંપલાવશે, મંત્રી ખ્વાજા આસિફનો દાવો
નિષ્ણાતોનું કહેવું છે કે, તે કદાચ બોલાઈડ હતી. બોલાઈડ એ એક પ્રકારનો ઉલ્કાપિંડ છે જે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા જ તીવ્ર ઘર્ષણ અને ગરમીને કારણે તૂટીને ટુકડાઓમાં વિખેરાઈ જાય છે. કારણ કે તે હવામાં જ ટુકડાઓમાં વિખેરાઈ જતો હોવાથી જમીન પર કોઈ નુકસાન થવાની આશંકા નથી.