India

'ભારતને પોતાના બચાવ માટે પહેલા હુમલો કરવાનો અધિકાર', અમેરિકા અને ચીનને રાજનાથ સિંહનો રોકડો જવાબ

By GS TEAM
2 Jul 20252 mins read
TukuTouch Logo
ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ આતંકવાદને લઈને દુનિયાને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, જો ભારત પર હુમલો થશો તો તેનો જવાબ મોટા હુમલા દ્વારા આપશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ અઠવાડિયે તેમના અમેરિકી સમકક્ષ પીટ હેગસેથ સાથે લગભગ 20 મિનિટ સુધી વાતચીત કરી હતી. આ દરમિયાન રક્ષા મંત્રીએ હેગસેથને કહ્યું હતું કે, 'ભારત પાકિસ્તાન દ્વારા શરુ કરાયેલા સરહદ પારના આતંકવાદી હુમલાઓ સામે પોતાનો બચાવ કરવા માટે પહેલા હુમલો કરવાનો અધિકાર છે.'

Summarized by AI; it may make mistakes. Check important info

'ભારતને પોતાના બચાવ માટે પહેલા હુમલો કરવાનો અધિકાર', અમેરિકા અને ચીનને રાજનાથ સિંહનો રોકડો જવાબ

Rajnath Singh On Pakistan : ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ આતંકવાદને લઈને દુનિયાને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, જો ભારત પર હુમલો થશો તો તેનો જવાબ મોટા હુમલા દ્વારા આપશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ અઠવાડિયે તેમના અમેરિકી સમકક્ષ પીટ હેગસેથ સાથે લગભગ 20 મિનિટ સુધી વાતચીત કરી હતી. આ દરમિયાન રક્ષા મંત્રીએ હેગસેથને કહ્યું હતું કે, 'ભારત પાકિસ્તાન દ્વારા શરુ કરાયેલા સરહદ પારના આતંકવાદી હુમલાઓ સામે પોતાનો બચાવ કરવા માટે પહેલા હુમલો કરવાનો અધિકાર છે.'

રાજનાથ સિંહે શું કહ્યું?

આ સાથે તેમણે પાકિસ્તાનના રૅકોર્ડને લઈને કહ્યું કે, 'ભારતનો પાડોશી દેશ આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન બની ગયો છે.' તાજેતરમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાની સેનાના પ્રમુખ આસિમ મુનીરને લન્ચ માટે વ્હાઇટ હાઉસ આમંત્રિત કર્યા હતા. તેવામાં રાજનાથ સિંહની આ પ્રકારની ટિપ્પણીને ભારત તરફથી એક મજબૂત સંદેશના રૂપમાં જોવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: ઉત્તર પ્રદેશ-ઉત્તરાખંડ વચ્ચે વિવાદ યથાવત્! ટૂંક સમયમાં મળશે યોગી અને ધામી, જાણો મામલો

'ભારતની કાર્યવાહી પ્રમાણસર અને કેન્દ્રિત હતી'

જમ્મુ કાશ્મીરના પહલગામ આતંકી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું હતુ અને જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના આતંકી ઠેકાણાઓને નષ્ટ કર્યા હતા. જેને લઈને રાજનાથ સિંહે કહ્યું કે, 'મે મહિનામાં પાકિસ્તાન સાથે 100 કલાક ચાલેલા સંઘર્ષ દરમિયાન ભારતની કાર્યવાહી માપદંડ મુજબની, બિન-ઉશ્કેરણીજનક, પ્રમાણસર અને કેન્દ્રિત હતી. જ્યારે પાકિસ્તાને નાગરિકોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો.'