રેલવેમાં સરકારી નોકરી કરવાની તક, RITESએ આ પદ માટે જાહેર કરી ભરતી, જાણો તમામ વિગતો
RITES Recruitment 2024: રેલવેમાં નોકરી કરવા માગતા લોકો માટે મહત્ત્વના સમાચાર છે. રેલવે વિભાગે ટેક્નિકલ ફિલ્ડમાં ભરતી બહાર પાડી છે. રેલ ઈન્ડિયા ટેક્નિકલ એન્ડ ઈકોનોમિક સર્વિસ (RITES)ના સિનિયર ટેક્નિકલ આસિસ્ટન્ટની ખાલી પડેલી 24 જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઈચ્છુક ઉમેદવાર rites.com પર અરજી કરી શકે છે. RITES ભરતી માટે ઓનલાઈન અરજીની અંતિમ તારીખ 19 માર્ચ, 2025 છે. લેખિત પરિક્ષા 23 માર્ચ, 2025ના રોજ આયોજિત થશે. જ્યારે પરીક્ષા માટે એડમિટ કાર્ડ જારી કરવાની સંભવિત તારીખ 20 માર્ચ, 2025 છે.
RITES ભરતી માટે જરૂરી લાયકાત
RITES ભરતી માટે અરજી કરવા ઈચ્છુક ઉમેદવારો પાસે PSC સ્લિપર પ્લાન્ટ (પ્રોડક્શન, મટિરિયલ ટેસ્ટિંગ, ઈન્સ્પેક્શન, ફિલ્ડ ક્વોલિટી ઈન્સ્પેક્શન, ક્વોલિટી એશ્યોરન્સ, તથા ક્વોલિટી કંટ્રોલ)માં ઓછામાં ઓછા બે વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. ઉમેદવાર પાસે રેઈનફોર્સ્ડ સિમેન્ટ કોંક્રીટ કંસ્ટ્રક્શન ક્ષેત્રે બે વર્ષનો અનુભવ હોવો જોઈએ. AICTE/BTE દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થા કે કોઈપણ રાજ્ય-કેન્દ્રીય વિશ્વ વિદ્યાલયમાંથી ડિપ્લોમા સર્ટિફિકેટ અનિવાર્ય છે.
આ પણ વાંચોઃ BOIમાં સરકારી નોકરી કરવાની તક, ગુજરાત સહિત દેશભરમાં ખાલી હોદ્દા માટે ભરતી
RITES ભરતી 2025 માટે અરજી ફી
RITES ભરતી 2025 માટે અરજી કરનારા ઉમેદવારોએ અરજી ફોર્મ ભર્યા બાદ એપ્લિકેશન ફી ચૂકવવી પડશે. જેમાં જનરલ/OBC/EWS ઉમેદવારો માટે રૂ. 300 + ટેક્સ, SC/ST/PWD ઉમેદવારો માટે રૂ. 100+ ટેક્સ છે.
લેખિત પરીક્ષાનું ફોર્મેટ
RITES ભરતી 2025 અંતર્ગત લેખિત પરીક્ષામાં કુલ 125 પ્રશ્ન પુછવામાં આવશે. અઢી કલાકના પેપરમાં કોઈ નેગેટિવ માર્કિંગ નથી. PwBD ઉમેદવારોને 50 મિનિટનો વધારાનો સમય મળશે. RITES પરીક્ષા 2025ના સિલેબસની વાત કરીએ તો રેલવે એન્જિનિયરિંગ, સર્વેઈંગ, જિઓ-ટેક્નિકલ એન્જિનિયરિંગ, ક્વોલિટી સર્વેઈંગ, કોન્ટ્રાક્ટ અને ટેન્ડર, હાઈવે એન્જિનિયરિંગ, એરપોર્ટ એન્જિનિયરિંગ, અને એન્વારમેન્ટ એન્જિનિયરિંગ સામેલ છે. જનરલ કેટેગરીના લોકોએ આ પરીક્ષામાં ઉતીર્ણ થવા માટે 50 ટકા માર્ક લાવવા જરૂરી છે. જ્યારે SC/ST/OBC (NCL)/PwBD માટે 45 ટકા માર્ક જરૂરી છે. ઉમેદવારોની ભરતી માત્ર લેખિત પરિક્ષાના આધારે થશે.