VIDEO: હનીમૂન મર્ડર કેસ: હત્યા પહેલાનો રાજા-સોનમનો વીડિયો વાઈરલ, યુ ટ્યુબરની મદદથી મળ્યા પુરાવા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Raja Raghuvanshi Kill Case : રાજા રઘુવંશી હત્યા કેસ મામલે નવો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં સોનમ અને રાજા બંને જોવા મળે છે. બંને મેઘાલયના નોંગરિયટ ગામમાં રાત્રિ રોકાણ બાદ ડબલ ડેકર રૂટ બ્રિજ પરથી પાછા ફરી રહ્યા હતા. આ વીડિયો એક યુટ્યુબર દ્વારા બનાવામાં આવ્યો છે. આ વીડિયો પરથી મેઘાલય પોલીસને કેસ મામલે મહત્ત્વપૂર્ણ પુરાવા મળ્યા છે.
યુટ્યુબરના વીડિયોમાં જોવા મળ્યા સોનમ-રાજા
મળતી માહિતી મુજબ, ગત 23 મેના રોજ દેવેન્દ્ર સિંહ નામનો યુટ્યુબર મેઘાલયમાં ડબલ ડેકર રૂટ બ્રિજની યાત્રા બાદ પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન દેવેન્દ્ર કેટલાક વીડિયો ઉતારી રહ્યો હતો. પરંતુ ત્યારે તેને ખબર ન હતી કે, વીડિયોમાં સોનમ અને રાજા છે. જ્યારે કેટલાક દિવસ પહેલા દેવેન્દ્ર તેને ઉતારેલા વીડિયો જોઈ રહ્યો હતો, ત્યારે તેને વીડિયોમાં રાજા અને સોનમ જોવા મળ્યા હતા.
આ સમયે બંને કપલ નોંગરિયટ ગામના શિપારા હોમસ્ટેથી ચેકઆઉ કર્યા બાદ માવલખિયત ગામ તરફ 3000 પગથીયા ચઢ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે યુટ્યુબર દેવેન્દ્રએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે, સોનમે ત્યારે સફેદ શર્ટ પહેરેલો હતો. જે શર્ટ મૃતદહે પાસેથી મળ્યો હતો. મને લાગે છે કે, તેમનું આ છેલ્લું રેકોર્ડિંગ હશે.
યુટ્યુબર દેવેન્દ્રએ જણાવ્યું હતું કે, 'મારી પાસે અન્ય એક વીડિયો પણ છે, જેમાં અન્ય ત્રણ લોકો જોવા મળે છે. આ બીજા કોઈ નહી પરંતુ આકાશ રાજપૂત, વિશાલ સિંહ ચૌહાણ અને આનંદ સિંહ કુર્મી હતા. જેઓ સોનમ અને રાજાની 20 મિનિટ પહેલા જ ટ્રેક શરૂ કરી દીધો હતો. મેઘાલય પોલીસ આ ત્રણેય આરોપીની ધરપકડ કરી લીધી છે.'
વીડિયો જોઈને દેવેન્દ્ર ભાવુક થઈ ગયો હતો અને તેને કહ્યું કે, 'રાજા નોર્મલ જોવા મળી રહ્યો હતો. પરંતુ તેને ખબર ન હતી કે તેની સાથે શું થશે. રાજાની રેકોર્ડિંગ જોઈને મને બહુ દુઃખ થયું.' તમને જણાવી દઈએ કે, 23 મેના રોજ મેઘાલયમાં રાજા રઘુવંશીની હત્યા કરવામાં આવી હતી. જેમાં 2 જૂનના રોજ રાજાનો મૃતદેહ એક ખાડીમાંથી મળ્યો હતો. સમગ્ર મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરીને આરોપીને ઝડપી પાડ્યા હતા.
શું છે સમગ્ર મામલો?
ઉલ્લેખનીય છે કે, મધ્ય પ્રદેશના ઇન્દોરના રહેવાસી વેપારી રાજા રઘુવંશી અને સોનમના લગ્ન 11 મે 2025ના રોજ થયા હતા. ત્યારબાદ તેઓ હનીમૂન પર મેઘાલયના સોહરા વિસ્તારમાં ગયા હતા. 23 મેના રોજ તે બંને લાપતા થઈ ગયા અને 2 જૂનના રોજ રાજાનો મૃતદેહ ચેરાપૂંજી નજીક એક ઊંડી ખીણમાંથી મળી આવ્યો. તપાસમાં સામે આવ્યું કે, સોનમે પોતાના પ્રેમી રાજ કુશવાહ અને ત્રણ કિલર્સ આકાશ રાજપૂત, વિશાલ ચૌહાણ અને આનંદ કુર્મીની સાથે મળીને હત્યાનું ષડયંત્ર રચ્યું હતું.









