Get The App

VIDED : રાજ ઠાકરેનું રાહુલ ગાંધીને સમર્થન, કહ્યું- ‘2014થી અત્યાર સુધીની તમામ સરકાર વોટ ચોરીથી બની’

Updated: Aug 24th, 2025

GS TEAM

Google News
Google News
VIDED : રાજ ઠાકરેનું રાહુલ ગાંધીને સમર્થન, કહ્યું- ‘2014થી અત્યાર સુધીની તમામ સરકાર વોટ ચોરીથી બની’ 1 - image


Raj Thackeray Supports Rahul Gandhi : કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ઘણા સમયથી ‘વૉટ ચોરી’ના આક્ષેપો કરી રહ્યા છે, ત્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેવના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરેએ રાહુલના આ આક્ષેપોનું સમર્થન કર્યું છે. ઠાકરેએ કહ્યું કે, મતદાનમાં ગોટાળા કોઈ નવી વાત નથી. મેં આ મુદ્દે વર્ષ 2016-17માં ચેતવણી પણ આપી હતી.

ઠાકરેએ સાવિત્રીબાઈ ફૂલેને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ, રાજસાહેબ ઠાકરેએ પુણેની મુલાકાત દરમિયાન મહાત્મા ફૂલે વાડાની મુલાકાત લીધી હતી અને મહાન સમાજ સુધારકો મહાત્મા જ્યોતિબા ફૂલે અને ક્રાંતિજ્યોતિ સાવિત્રીબાઈ ફૂલેને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ દરમિયાન તેમણે રાહુલ ગાંધીને વોટ ચોરી મુદ્દો સમર્થન આપવાની સાથે કેન્દ્ર સરકાર પર આકરા પ્રભારો કર્યા હતા.

મેં અગાઉ વોટ ચોરીનો મુદ્દો ઉઠાવ્યો હતો : રાજ ઠાકરે

રાજ ઠાકરેએ કહ્યું કે, ‘મેં 2016-17માં શરદ પવાર, સોનિયા ગાંધી અને મમતા બેનરજી સાથે મુલાકાત કરી હતી. આ ઉપરાંત પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી, જોકે તે વખતે વિપક્ષ દ્વારા કોઈપણ યોગ્ય પગલા લેવાયા નહીં. મેં ત્યારે કહ્યું હતું કે, ‘લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરો, જો તે વખતે આવું કર્યું હોત તો વિશ્વભરમાં ચર્ચાનો વિષય બની ગયો હતો અને આંતરરાષ્ટ્રીય દબાણ પણ ઉભું થયું હોત, જોકે તમામ લોકોએ પીછેહઠ કરી લીધી હતી. રાહુલ ગાંધીએ આજે ફરી આ મુદ્દો ઉઠાવ્યો છે. લોકો મતદાન કરી રહ્યા છે, પરંતુ તે મત ઉમેદવાર સુધી પહોંચતા નથી, તે મત ચોરી થઈ રહ્યા છે.’

આ પણ વાંચો : અનિશ દયાલ સિંહની નાયબ NSA તરીકે નિમણૂક, 30 વર્ષ IBમાં ફરજ નિભાવી ચૂક્યા છે

‘2014થી અત્યાર સુધીમાં ચૂંટણીમાં ગોટાળો કરીને સરકારો બની’

MNS પ્રમુખે વધુમાં કહ્યું કે, 2014થી અત્યાર સુધીમાં ચૂંટણીમાં ગોટાળાનો ફાયદો ઉઠાવીને સરકારો બની છે. ઠાકરેએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનું ઉદાહરણ આપીને કહ્યું કે, ‘ભાજપને 132 બેઠકો મળી, એકનાથ શિંદેને 56 અને અજિત પવારને 42 બેઠકો મળી હતી. આટલી મોટી જીત છતાં હારનારાઓ પણ ખુશ ન હતા અને જીતનારાઓ પણ ખુશ ન હતા., કારણ કે મતદાનમાં ગોટાળા થયા હતા.’

રાજ ઠાકરેએ એમએનએસના કાર્યકર્તાઓને આગામી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં સાવધાન રહેવા કહ્યું છે. તેમણે કાર્યકર્તાઓને નિર્દેશ આપ્યા છે કે, ભવિષ્યની ચૂંટણીમાં આવા ગોટાળા ન થાય તે માટે તેઓ મતદાર યાદીમાં ઊંડાણપૂર્વક કામ કરે.

અનુરાગ ઠાકુરે પણ મતદાનમાં ગોટાળો આક્ષેપ કર્યો હતો : રાજ ઠાકરે

રાહુલ ગાંધીના આક્ષેપો મામલે ચૂંટણી પંચે તાજેતરમાં જ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આનો ઉલ્લેખ કરીને રાજ ઠાકરેએ કહ્યું કે, ‘રાહુલ ગાંધી વિપક્ષના નેતા હોવા છતાં ચૂંટણી પંચે તેમને સોગંદનામું લખવા કહ્યું છે. ભાજપ નેતા અનુરાગ ઠાકુરે પણ 6 બેઠકો પર ગોટાળો થયો હોવાનો આક્ષેપ કર્યો હતો. એટલે કે હવે સત્તા પક્ષ અને વિપક્ષ બંને ચૂંટણીમાં ગોટાળો થતો હોવાની વાતો કરી રહ્યા છે અને તેમ છતાં ચૂંટણી પંચ ચૂપ છે, કારણ કે છેલ્લા 10-12 વર્ષનો ખેલ ઉજાગર થઈ જશે.

આ પણ વાંચો : જલ્દી લગ્ન કરશે રાહુલ ગાંધી? મજાકમાં તેજસ્વી યાદવને જુઓ શું કહ્યું, હાજર સૌ કોઈ હસી પડ્યા

Tags :